Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા

FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા 24માંથી 19 મૃતકોનાં મૃતદેહને પરિજનોને સોંપાયા 3 મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા છે. જેમાં FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે. તેમજ 24માંથી 19 મૃતકોનાં મૃતદેહને પરિજનોને સોંપાયા છે. 3 મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા હતા. હજુ પણ કેટલાક મૃતકોના DNA રિપોર્ટની કાર્યવાહી શરૂ છે. અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગાવ્હાલા બહારગામ હોવાથી આજે ડી.એન.એ.સેમ્પલ લેવામાં આવ્યા રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોન આગ દુર્ઘટનાના 24 મૃતકોની ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરાઈ છે. એફ.એસ.એલ.માંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગાવ્હાલા બહારગામ હોવાથી, આજે ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવ્યા હતા. 24 મૃતદેહની ડી.એન.એ.મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી મંગળવારે સાંજ સુધીમાં કુલ મળીને 24 મૃતદેહની ડી.એન.એ.મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 19 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.જેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪), સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22), સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21), સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા(ઉ.૩૦), આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19), હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24), સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22), નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19), જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45), ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12), વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40), દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12), રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15), નિરવ રસીકભાઈ વેકરીયા, શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25), ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24), વિવેક અશોકભાઈ દૂસારા (ઉ.28)નો સમાવેશ થાય છે. એફ.એસ.એલ.નો રિપોર્ટ આવે ત્યારે રાજકોટ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સંકલનમાં રહીને દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.

Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા
  • 24માંથી 19 મૃતકોનાં મૃતદેહને પરિજનોને સોંપાયા
  • 3 મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા છે. જેમાં FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે. તેમજ 24માંથી 19 મૃતકોનાં મૃતદેહને પરિજનોને સોંપાયા છે. 3 મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા હતા. હજુ પણ કેટલાક મૃતકોના DNA રિપોર્ટની કાર્યવાહી શરૂ છે.

અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગાવ્હાલા બહારગામ હોવાથી આજે ડી.એન.એ.સેમ્પલ લેવામાં આવ્યા

રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોન આગ દુર્ઘટનાના 24 મૃતકોની ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરાઈ છે. એફ.એસ.એલ.માંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગાવ્હાલા બહારગામ હોવાથી, આજે ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવ્યા હતા.

24 મૃતદેહની ડી.એન.એ.મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી

મંગળવારે સાંજ સુધીમાં કુલ મળીને 24 મૃતદેહની ડી.એન.એ.મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 19 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.જેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪), સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22), સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21), સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા(ઉ.૩૦), આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19), હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24), સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22), નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19), જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45), ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12), વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40), દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12), રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15), નિરવ રસીકભાઈ વેકરીયા, શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25), ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24), વિવેક અશોકભાઈ દૂસારા (ઉ.28)નો સમાવેશ થાય છે. એફ.એસ.એલ.નો રિપોર્ટ આવે ત્યારે રાજકોટ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સંકલનમાં રહીને દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.