Ahmedabadમાં NOC અને BU પરમિશન સિવાયના 4 ગેમઝોન શિલજમાં સિલ કરાયા

શહેરમાં વધુ 4 ગેમઝોનને કરાયા સીલ શિલજમાં આવેલા 4 ગેમઝોન કરાયા સીલ 2 ગેમઝોનમાં બીયૂ પરમિશન ન હોવાથી કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયરવિભાગ દ્રારા ગેમઝોનમાં તપાસ હાથધરવામાં આવી છે.અમદાવાદના શિલજ ખાતે આવેલા 4 ગેમઝોનને તંત્રએ સિલ મારી દીધા છે.2 ગેમઝોનમાં બિયુ પરમિશન ન હતી,તો 2 ગેમ ઝો પાસે એનઓસી ન હોવાથી તંત્રએ કાર્યવાહી કરી હતી.તો મહત્વની વાત છે કે,જે ગેમઝોનના સંચાલક પાસે ગેમઝોનની બીયુ પરમિશન નહી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સિંધુભવન રોડ પર પણ હાથધરી કાર્યવાહી હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મનપા એક્શનમાં છે.સિંધુ ભવન રોડ પર ધમધમતા ગેમઝોન પર કાર્યવાહી કરાઈ છે.BU પરવાનગી ના હોવાથી ગેમઝોનને સીલ કરાયું છે. સંચાલક વિરુદ્ધ નોંધાયા ગુના શહેરમાં ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં બે ગુના, આનંદ નગરમાં એક ગુનો તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો એમ કુલ ચાર ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. તમામ ગેમિંગ ઝોનમાં સરકારી નિયમોને નેવી મૂકીને ચાલવવામાં આવી રહ્યા હોવાનું કોર્પોરેશનની તપાસ કમિટીને ધ્યાને આવ્યું હતું. જાણો કયા કારણોસર નોંધાયા ગુના ગોતામાં આવેલા ફન ગ્રીટો, જોધપુર સીમા હોલ નજીક ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી વિના ચાલી રહેલા ગેમિંગ ઝોનને સીલ મારવામાં આવ્યું છે તેના સંચાલક વિજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, બીજીતરફ નિકોલના પ્લેટીનીયમ પ્લાઝામાં આવેલા ફન કેમ્પસ ગેમઝોનમાં પણ તપાસ હાથ ધરવામા આવી હતી, જેમાં પણ ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી ઉપરાંત હવા ઉજાસ માટેની બારીઓ ઉપલબ્ધ નહી હોવાના કારણોસર કોર્પોરેશન દ્વારા ગેમિંગ ઝોનને સીલ કરી દેવાયું છે. સાથે જ નિકોલ પોલીસ સ્ટેશને ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Ahmedabadમાં NOC અને BU પરમિશન સિવાયના 4 ગેમઝોન શિલજમાં સિલ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં વધુ 4 ગેમઝોનને કરાયા સીલ
  • શિલજમાં આવેલા 4 ગેમઝોન કરાયા સીલ
  • 2 ગેમઝોનમાં બીયૂ પરમિશન ન હોવાથી કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયરવિભાગ દ્રારા ગેમઝોનમાં તપાસ હાથધરવામાં આવી છે.અમદાવાદના શિલજ ખાતે આવેલા 4 ગેમઝોનને તંત્રએ સિલ મારી દીધા છે.2 ગેમઝોનમાં બિયુ પરમિશન ન હતી,તો 2 ગેમ ઝો પાસે એનઓસી ન હોવાથી તંત્રએ કાર્યવાહી કરી હતી.તો મહત્વની વાત છે કે,જે ગેમઝોનના સંચાલક પાસે ગેમઝોનની બીયુ પરમિશન નહી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સિંધુભવન રોડ પર પણ હાથધરી કાર્યવાહી

હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મનપા એક્શનમાં છે.સિંધુ ભવન રોડ પર ધમધમતા ગેમઝોન પર કાર્યવાહી કરાઈ છે.BU પરવાનગી ના હોવાથી ગેમઝોનને સીલ કરાયું છે.


સંચાલક વિરુદ્ધ નોંધાયા ગુના

શહેરમાં ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં બે ગુના, આનંદ નગરમાં એક ગુનો તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો એમ કુલ ચાર ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. તમામ ગેમિંગ ઝોનમાં સરકારી નિયમોને નેવી મૂકીને ચાલવવામાં આવી રહ્યા હોવાનું કોર્પોરેશનની તપાસ કમિટીને ધ્યાને આવ્યું હતું.


જાણો કયા કારણોસર નોંધાયા ગુના

ગોતામાં આવેલા ફન ગ્રીટો, જોધપુર સીમા હોલ નજીક ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી વિના ચાલી રહેલા ગેમિંગ ઝોનને સીલ મારવામાં આવ્યું છે તેના સંચાલક વિજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, બીજીતરફ નિકોલના પ્લેટીનીયમ પ્લાઝામાં આવેલા ફન કેમ્પસ ગેમઝોનમાં પણ તપાસ હાથ ધરવામા આવી હતી, જેમાં પણ ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી ઉપરાંત હવા ઉજાસ માટેની બારીઓ ઉપલબ્ધ નહી હોવાના કારણોસર કોર્પોરેશન દ્વારા ગેમિંગ ઝોનને સીલ કરી દેવાયું છે. સાથે જ નિકોલ પોલીસ સ્ટેશને ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.