Rajkot Airport પર દિલ્હી જેવી દુર્ઘટના ટળી,પેસેન્જર પીકઅપ એરિયામાં કેનોપી તૂટી

હંગામી શેડ બનાવેલો છે તે પડી ગયો છે : રાજકોટ કલેક્ટર એરપોર્ટ ઓથોરીટીને રિપેર કરવા સૂચના અપાઈ છે : રાજકોટ કલેક્ટર હીરાસર એરપોર્ટ પર બની મોટી ઘટના ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે, નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. વરસાદના કારણે બની ઘટના વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરતમાં આજે સવારે ફલાઈટની વીંગ સિડી સાથે અથડાઈ નવી દિલ્હીથી રાતે સુરત એરપોર્ટ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી. આથી ફ્લાઈટની વિંગને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાનને લઈને ફ્લાઈટને ગ્રાઉન્ડેડ કરાયું હતું. આથી એર ઇન્ડિયાએ સુરતથી બેંગ્લોરની ફ્લાઈટ આકસ્મિક સંજોગોમાં રદ કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના બની હતી ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ દુર્ઘટના બાદ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી છે. રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી. 15 માર્ચ 2024ના રોજ સુરત એરપોર્ટ પર બની ઘટના સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 162 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા હતા.

Rajkot Airport પર  દિલ્હી જેવી દુર્ઘટના ટળી,પેસેન્જર પીકઅપ એરિયામાં કેનોપી તૂટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હંગામી શેડ બનાવેલો છે તે પડી ગયો છે : રાજકોટ કલેક્ટર
  • એરપોર્ટ ઓથોરીટીને રિપેર કરવા સૂચના અપાઈ છે : રાજકોટ કલેક્ટર
  • હીરાસર એરપોર્ટ પર બની મોટી ઘટના

ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે, નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

વરસાદના કારણે બની ઘટના

વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ઝાપટાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સુરતમાં આજે સવારે ફલાઈટની વીંગ સિડી સાથે અથડાઈ

નવી દિલ્હીથી રાતે સુરત એરપોર્ટ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટે નાના વિમાનમાંથી પેસેન્જરોને ઉતારવામાં ઉપયોગમાં લેવામાં આવતી સીડી સાથે ટક્કર મારી હતી. આથી ફ્લાઈટની વિંગને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાનને લઈને ફ્લાઈટને ગ્રાઉન્ડેડ કરાયું હતું. આથી એર ઇન્ડિયાએ સુરતથી બેંગ્લોરની ફ્લાઈટ આકસ્મિક સંજોગોમાં રદ કરવાની જાહેરાત કરી છે.

ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના બની હતી

ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ દુર્ઘટના બાદ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી છે. રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી.

15 માર્ચ 2024ના રોજ સુરત એરપોર્ટ પર બની ઘટના

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 162 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા હતા.