Bhavnagar News: ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 લોકો સામે ફરિયાદ

ડાયમંડ એસોસિએશનના પ્રમુખના સમર્થનમાં આવ્યા વેપારીઓડાયમંડ એસોસિએશન દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવશે જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદન આપી રજૂઆત કરાઇ ભાવનગરની માધવરત્ન બિલ્ડીંગને સીલ મારવા મામલે નવો વળાંક આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર દ્વારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે માધવરત્ન બિલ્ડીંગમાં ફાયર સેફટીના અભાવને લઈ સિલ મારવામાં આવી હતી. સમગ્ર મામલે, ચીફ ફાયર ઓફિસરે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 વ્યક્તિઓ સામે ફરજમાં રુકાવટ ઊભી કરવાની ફરીયાદ દાખલ કરી છે. મહત્વનું છે કે, ડાયમંડ એસોસિએશનના પ્રમુખના સમર્થનમાં માધવ રત્ન બિલ્ડીંગ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હીરાની ઓફિસોના માલિકો અને રત્ન કલાકારો સમર્થનમાં આવ્યા છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય વ્યક્તિઓ સામે થયેલી ફરિયાદ પાયા વિહોણી અને ખોટી ફરિયાદ હોવાનો જણાવ્યું હતું. તો સાથે સાથે, આવતીકાલે ભાવનગર ડાયમંડ એસોસિએશનની સાથે રામમંત્ર તેમજ ઘોઘા જકાતનાકા અને બોટાદ ડાયમંડ એસોસિએશન સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને પણ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.

Bhavnagar News: ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 લોકો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાયમંડ એસોસિએશનના પ્રમુખના સમર્થનમાં આવ્યા વેપારીઓ
  • ડાયમંડ એસોસિએશન દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવશે
  • જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદન આપી રજૂઆત કરાઇ

ભાવનગરની માધવરત્ન બિલ્ડીંગને સીલ મારવા મામલે નવો વળાંક આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર દ્વારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે માધવરત્ન બિલ્ડીંગમાં ફાયર સેફટીના અભાવને લઈ સિલ મારવામાં આવી હતી.


સમગ્ર મામલે, ચીફ ફાયર ઓફિસરે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 વ્યક્તિઓ સામે ફરજમાં રુકાવટ ઊભી કરવાની ફરીયાદ દાખલ કરી છે. મહત્વનું છે કે, ડાયમંડ એસોસિએશનના પ્રમુખના સમર્થનમાં માધવ રત્ન બિલ્ડીંગ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હીરાની ઓફિસોના માલિકો અને રત્ન કલાકારો સમર્થનમાં આવ્યા છે.

ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય વ્યક્તિઓ સામે થયેલી ફરિયાદ પાયા વિહોણી અને ખોટી ફરિયાદ હોવાનો જણાવ્યું હતું. તો સાથે સાથે, આવતીકાલે ભાવનગર ડાયમંડ એસોસિએશનની સાથે રામમંત્ર તેમજ ઘોઘા જકાતનાકા અને બોટાદ ડાયમંડ એસોસિએશન સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને પણ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.