ભાદ્રોડ ગામે બાંધકામ કરવાની ના પાડતા પાંચ જણ પર હુમલો

એક યુવાનના ગળે બેસી માર મારવા લાગ્યામહિલા સહિત પાંચ લોકોએ મારામારી કરી ધમકી આપીભાવનગર: મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે રાવળા હક્કની જગ્યામાં બાંધકામ કરવાની ના પાડયાની દાઝ રાખી પાંચ લોકો ઉપર મહિલા સહિતના પાંચ જણે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.બનાવની મળતી વિગત મુજબ મહુવાના ભાદ્રોડ ગામે રહેતા વિપુલભાઈ જેઠાભાઈ બોરીચા (ઉ.વ.૨૪)ના મોટાબાપુના ઘરની સામે આવેલ પડતર રાવળા હક્કની જગ્યામાં તે જ ગામે રહેતો વિજય દેહાભાઈ વાઘ નામનો શખ્સ બાંધકામ કરી રહ્યો હતો. જેથી તેને તેની હદમાં બાંધકામ કરવા અને રસ્તામાંથી વાહન જઈ શકે તેટલી જગ્યા રાખવાનું કહેતા તેની દાઝ રાખી દિનેશ દેહાભાઈ, કૈલાસ દેહાભાઈ, અજય દિનેશભાઈ, વિવેક દેહાભાઈ અને ગીતાબેન કૈલાસભાઈએ બોલાચાલી કરી ગાળો દઈ પ્રથમ વિપુલભાઈનો કાઠલો પકડી ગળે બેસી જઈ મુંઢ માર માર્યા બાદ તેમના ઘરે જઈ વિપુલભાઈ, તેમના ભાઈ રમેશભાઈ, મનુભાઈ, જયેશભાઈ તેમજ ભાભી કિરણબેનને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે યુવાને પાંચેય સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

ભાદ્રોડ ગામે બાંધકામ કરવાની ના પાડતા પાંચ જણ પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


એક યુવાનના ગળે બેસી માર મારવા લાગ્યા

મહિલા સહિત પાંચ લોકોએ મારામારી કરી ધમકી આપી

ભાવનગર: મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે રાવળા હક્કની જગ્યામાં બાંધકામ કરવાની ના પાડયાની દાઝ રાખી પાંચ લોકો ઉપર મહિલા સહિતના પાંચ જણે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

બનાવની મળતી વિગત મુજબ મહુવાના ભાદ્રોડ ગામે રહેતા વિપુલભાઈ જેઠાભાઈ બોરીચા (ઉ.વ.૨૪)ના મોટાબાપુના ઘરની સામે આવેલ પડતર રાવળા હક્કની જગ્યામાં તે જ ગામે રહેતો વિજય દેહાભાઈ વાઘ નામનો શખ્સ બાંધકામ કરી રહ્યો હતો. જેથી તેને તેની હદમાં બાંધકામ કરવા અને રસ્તામાંથી વાહન જઈ શકે તેટલી જગ્યા રાખવાનું કહેતા તેની દાઝ રાખી દિનેશ દેહાભાઈ, કૈલાસ દેહાભાઈ, અજય દિનેશભાઈ, વિવેક દેહાભાઈ અને ગીતાબેન કૈલાસભાઈએ બોલાચાલી કરી ગાળો દઈ પ્રથમ વિપુલભાઈનો કાઠલો પકડી ગળે બેસી જઈ મુંઢ માર માર્યા બાદ તેમના ઘરે જઈ વિપુલભાઈ, તેમના ભાઈ રમેશભાઈ, મનુભાઈ, જયેશભાઈ તેમજ ભાભી કિરણબેનને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે યુવાને પાંચેય સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.