Ahmedabadના પાલડીના બંગ્લામાં વૃદ્ધ મહિલા લિફટમાં ફસાતા ફાયર વિભાગે કર્યુ રેસ્કયું

પાલડીમાં આવેલ બંગલામાં લિફ્ટમાં વૃદ્ધ મહિલા ફસાઇ હતીફાયર વિભાગ દ્વારા મહિલાને બહાર કાઢવામાં આવી મહિલાને કોઈ જાનહાની નહી અમદાવાદના પાલડી વિસ્તારમાં મહિલા લિફટમાં ફસાઈ દેતા ફાયર વિભાગ દ્રારા તેમનું રેસ્કયુ કરી બચાવ કરવામાં આવ્યો હતો.બંગ્લામાં લિફટ હતી અને તે બંગ્લાની લિફટમાં મહિલા ફસાઈ જતા આ ઘટના બની હતી,ફાયર વિભાગે દરવાજો તોડીને મહિલાને બહાર કાઢી હતી. જામનગરમાં પણ કોર્પોરેટર લિફટમાં ફસાયા હતા જામનગરના મહિલા કોર્પોરેટર લિફ્ટમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી,કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર કુસુમ પંડયા સહિત અન્ય ત્રણ લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢયા હતા.શહેરના ટાઉનહોલ પાસે આવેલ જ્યોત ટાવરમાં આ ઘટના બનતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 1 મહિના અગાઉ પાટણમાં લિફટમાં લોકો ફસાયા હતા પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભવન સામે આવેલ સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાયબ્રેરીમાં મોડીસાંજે વાંચન માટે આવતા 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને શ્વાસ અધ્ધર થયા હતા. વાંચન માટે લાઈબ્રેરીમાં આવતા-જતા વિદ્યાર્થીઓ પૈકી 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ચડયા હતા અને અધવચ્ચે એકાએક લિફટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં કેમ્પસમાં ભારે અફડા-તફડી સાથે શ્વાસ અધ્ધર થયા હતા.ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્કયુ કરાયું હતું. 22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. 27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.

Ahmedabadના પાલડીના બંગ્લામાં વૃદ્ધ મહિલા લિફટમાં ફસાતા ફાયર વિભાગે કર્યુ રેસ્કયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલડીમાં આવેલ બંગલામાં લિફ્ટમાં વૃદ્ધ મહિલા ફસાઇ હતી
  • ફાયર વિભાગ દ્વારા મહિલાને બહાર કાઢવામાં આવી
  • મહિલાને કોઈ જાનહાની નહી

અમદાવાદના પાલડી વિસ્તારમાં મહિલા લિફટમાં ફસાઈ દેતા ફાયર વિભાગ દ્રારા તેમનું રેસ્કયુ કરી બચાવ કરવામાં આવ્યો હતો.બંગ્લામાં લિફટ હતી અને તે બંગ્લાની લિફટમાં મહિલા ફસાઈ જતા આ ઘટના બની હતી,ફાયર વિભાગે દરવાજો તોડીને મહિલાને બહાર કાઢી હતી.

જામનગરમાં પણ કોર્પોરેટર લિફટમાં ફસાયા હતા

જામનગરના મહિલા કોર્પોરેટર લિફ્ટમાં ફસાયા હોવાની વાત સામે આવી હતી,કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર કુસુમ પંડયા સહિત અન્ય ત્રણ લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢયા હતા.શહેરના ટાઉનહોલ પાસે આવેલ જ્યોત ટાવરમાં આ ઘટના બનતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.


1 મહિના અગાઉ પાટણમાં લિફટમાં લોકો ફસાયા હતા

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભવન સામે આવેલ સિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાયબ્રેરીમાં મોડીસાંજે વાંચન માટે આવતા 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને શ્વાસ અધ્ધર થયા હતા. વાંચન માટે લાઈબ્રેરીમાં આવતા-જતા વિદ્યાર્થીઓ પૈકી 7 થી 8 વિદ્યાર્થીઓ લિફટમાં ચડયા હતા અને અધવચ્ચે એકાએક લિફટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતાં કેમ્પસમાં ભારે અફડા-તફડી સાથે શ્વાસ અધ્ધર થયા હતા.ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્કયુ કરાયું હતું.

22 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના

કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.


27 એપ્રિલ 2024ના રોજ પણ બની હતી ઘટના

લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે. પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે. લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવો બન્યા હતા. સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. તો એકની હાલત ગંભીર હતી. તો બીજી તરફ, જામનગર શહેરમાં રણજીતનગર પટેલ સમાજમાં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષના તરુણનું મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.