MAHUVA: યુવકોને લગ્ને લગ્ને કુંવારા બનાવતી લૂંટેરી દુલ્હન શીલા ગેંગ ઝડપાઈ

સવા મહિના પૂર્વે ભોગગ્રસ્ત યુવકને ફરિયાદ નોંધાવી હતીમહુવા તાલુકાના કંટાસર ગામના યુવક સાથે લગ્ન કરીને હજારો રૂપિયા ખંખેર્યા હતા મહુવા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા કબજે લઈને આગળની તપાસ હાથ ધરી મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા એક યુવકે રૂપિયા ચૂકવીને એક યુવતી સાથે લગ્ન કર્યા બાદ યુવતી લગ્નના ત્રીજા દિવસે યુવકના ઘરમાં કબાટમાં રાખેલ સોનાનો હાર કિંમત રૂપિયા 65000 ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ હતી, જે અંગે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન વિરુદ્ધમાં તારીખ 13-4-24 ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે રૂરલ પોલીસે ફરાર બનેલી દુલ્હન અને તેની ગેંગને ઝડપી લેવા માટે ચકરો ગતિમાન કર્યા હતા જે લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ ગઈ હતી બનાવની જાણવા મળતી વિગત મુજબ મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા તુલસીભાઈ લવજીભાઈ બલર (ઉંમર વર્ષ 40) એ મહુવા પોલીસ સ્ટેશન તારીખ 14-4-2024 ના રોજ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સુનીતાબેન (રહે સજાણ ઉમરગામ) અનિતાબેન (રહે સજાણ ઉમરગામ) બીજલબેન પરમાર (રહે સજાણ ઉમરગામ) રેહાનાબેન મલિક (રહે સજાણ ઉમરગામ) મીનાબેન (રહે સુરત) શીલા બેન દત્તાત્રેય બનસોડે (રહે પાલઘર મુંબઈ) મદનભાઈ જે મીનાબેનના પતિ (રહે સુરત) વિરુદ્ધમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તુલસીભાઈના પત્નીનું કોરોના કારણે મૃત્યુ થયું હતું મૃત્યુ થયું હોવાના કારણે તુલસીભાઈ તેમના મામાના દીકરા મહેશભાઈના સાસુ સુનીતાબેન અને સુનીતાબેન ના બાજુમાં રહેતા અનિતા બેને તુલસીભાઈ ને વિશ્વાસ અને ભરોસામાં લઈને લગ્ન કરાવવાનું કઈ ત્યારબાદ તમામ આરોપીએ લગ્નમાં દોઢ લાખનો ખર્ચ થશે અને પાલઘરની શીલા નામની યુવતી લગ્ન માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.  જેથી તુલસીભાઈએ શીલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ત્રીજા દિવસે તુલસીભાઈના ઘરના કબાટમાંથી સોનાનો હાર કિંમત રૂપિયા 65000 અને લગ્ન કરાવવા માટે આરોપીઓએ રૂપિયા 1,41,000 રકમ અલગ અલગ ગૂગલ પે થી લઈને લૂંટેરી દુલ્હન સહિત તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેને લઈને પોલીસ દ્વારા ચકરો ગતિમાન કરતા આરોપી 1 શીલાબેન દત્તાત્રેય બનસોડે રહે પાલઘર મુંબઈ 2 સુનીતાબેન ધર્મેશભાઈ પટેલ રહે સજાણ ઉમરગામ 3 મહેરાજ બેન ઉફે અનિતાબેન મહમદભાઈ શેખ રહે સજાણ ઉમરગામ 4 બીજલબેન જગદીશભાઈ પરમાર રહે સજાણ ઉમરગામ 5 રેહાના બેન નાઝીરખાન મલિક રહે સજાણ ઉમરગામ 6 મીનાબેન રમેશભાઈ પવાર રહે પાલઘર મુંબઈ સહિતને મહુવા રૂરલ પોલીસ દ્વારા સજાણ ઉમરગામ થી ઝડપી લેવામાં આવ્યા હતા અને મીનાબેન નો પતિ ફરાર થઈ ગયો હતો મહુવા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. કોણે કોની પાસેથી કેટલા રૂપિયા ખંખેર્યા હતા? સુનીતાબેન પાસેથી રૂપિયા 15000 તેમજ મહેરાજ ઉફે અનિતા પાસેથી રૂપિયા 20000 તેમજ બીજલબેન પરમાર પાસેથી 20000 તેમજ રેહાના બેન મલિક પાસેથી રૂપિયા 20000 તેમજ મીનાબેન પવાર પાસેથી રૂપિયા 30000 રોકડ રૂપિયા સાથે ઝડપી લીધા હતા. છ મહિલા પકડાઈ, એક મહિલા પાંચ દિવસ રિમાન્ડ પર, પાંચ જેલહવાલે શીલા દત્તાત્રેયને મહુવા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને અગાઉ કયા કયા ગુના કર્યા છે તે અંગે તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા શીલા પાસેથી રૂપિયા 30000 અને બે તોલાનો હાર પણ રિકવરી કરવાની બાકી છે. મહુવા રૂરલ પોલીસ દ્વારા પકડાયેલી છ મહિલાને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાં શીલા દત્તાત્રેયને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને પાંચે મહિલાઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો હતા.

MAHUVA: યુવકોને લગ્ને લગ્ને કુંવારા બનાવતી લૂંટેરી દુલ્હન શીલા ગેંગ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવા મહિના પૂર્વે ભોગગ્રસ્ત યુવકને ફરિયાદ નોંધાવી હતી
  • મહુવા તાલુકાના કંટાસર ગામના યુવક સાથે લગ્ન કરીને હજારો રૂપિયા ખંખેર્યા હતા
  • મહુવા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા કબજે લઈને આગળની તપાસ હાથ ધરી

મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા એક યુવકે રૂપિયા ચૂકવીને એક યુવતી સાથે લગ્ન કર્યા બાદ યુવતી લગ્નના ત્રીજા દિવસે યુવકના ઘરમાં કબાટમાં રાખેલ સોનાનો હાર કિંમત રૂપિયા 65000 ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ હતી, જે અંગે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન વિરુદ્ધમાં તારીખ 13-4-24 ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે રૂરલ પોલીસે ફરાર બનેલી દુલ્હન અને તેની ગેંગને ઝડપી લેવા માટે ચકરો ગતિમાન કર્યા હતા જે લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ ગઈ હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા તુલસીભાઈ લવજીભાઈ બલર (ઉંમર વર્ષ 40) એ મહુવા પોલીસ સ્ટેશન તારીખ 14-4-2024 ના રોજ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સુનીતાબેન (રહે સજાણ ઉમરગામ) અનિતાબેન (રહે સજાણ ઉમરગામ) બીજલબેન પરમાર (રહે સજાણ ઉમરગામ) રેહાનાબેન મલિક (રહે સજાણ ઉમરગામ) મીનાબેન (રહે સુરત) શીલા બેન દત્તાત્રેય બનસોડે (રહે પાલઘર મુંબઈ) મદનભાઈ જે મીનાબેનના પતિ (રહે સુરત) વિરુદ્ધમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તુલસીભાઈના પત્નીનું કોરોના કારણે મૃત્યુ થયું હતું મૃત્યુ થયું હોવાના કારણે તુલસીભાઈ તેમના મામાના દીકરા મહેશભાઈના સાસુ સુનીતાબેન અને સુનીતાબેન ના બાજુમાં રહેતા અનિતા બેને તુલસીભાઈ ને વિશ્વાસ અને ભરોસામાં લઈને લગ્ન કરાવવાનું કઈ ત્યારબાદ તમામ આરોપીએ લગ્નમાં દોઢ લાખનો ખર્ચ થશે અને પાલઘરની શીલા નામની યુવતી લગ્ન માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

 જેથી તુલસીભાઈએ શીલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ત્રીજા દિવસે તુલસીભાઈના ઘરના કબાટમાંથી સોનાનો હાર કિંમત રૂપિયા 65000 અને લગ્ન કરાવવા માટે આરોપીઓએ રૂપિયા 1,41,000 રકમ અલગ અલગ ગૂગલ પે થી લઈને લૂંટેરી દુલ્હન સહિત તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેને લઈને પોલીસ દ્વારા ચકરો ગતિમાન કરતા આરોપી 1 શીલાબેન દત્તાત્રેય બનસોડે રહે પાલઘર મુંબઈ 2 સુનીતાબેન ધર્મેશભાઈ પટેલ રહે સજાણ ઉમરગામ 3 મહેરાજ બેન ઉફે અનિતાબેન મહમદભાઈ શેખ રહે સજાણ ઉમરગામ 4 બીજલબેન જગદીશભાઈ પરમાર રહે સજાણ ઉમરગામ 5 રેહાના બેન નાઝીરખાન મલિક રહે સજાણ ઉમરગામ 6 મીનાબેન રમેશભાઈ પવાર રહે પાલઘર મુંબઈ સહિતને મહુવા રૂરલ પોલીસ દ્વારા સજાણ ઉમરગામ થી ઝડપી લેવામાં આવ્યા હતા અને મીનાબેન નો પતિ ફરાર થઈ ગયો હતો મહુવા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.

કોણે કોની પાસેથી કેટલા રૂપિયા ખંખેર્યા હતા?

સુનીતાબેન પાસેથી રૂપિયા 15000 તેમજ મહેરાજ ઉફે અનિતા પાસેથી રૂપિયા 20000 તેમજ બીજલબેન પરમાર પાસેથી 20000 તેમજ રેહાના બેન મલિક પાસેથી રૂપિયા 20000 તેમજ મીનાબેન પવાર પાસેથી રૂપિયા 30000 રોકડ રૂપિયા સાથે ઝડપી લીધા હતા.

છ મહિલા પકડાઈ, એક મહિલા પાંચ દિવસ રિમાન્ડ પર, પાંચ જેલહવાલે

શીલા દત્તાત્રેયને મહુવા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને અગાઉ કયા કયા ગુના કર્યા છે તે અંગે તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા શીલા પાસેથી રૂપિયા 30000 અને બે તોલાનો હાર પણ રિકવરી કરવાની બાકી છે. મહુવા રૂરલ પોલીસ દ્વારા પકડાયેલી છ મહિલાને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાં શીલા દત્તાત્રેયને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને પાંચે મહિલાઓને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો હતા.