Ahmedabad Rathyatra રૂટ પર આવતી 1278 દુકાનોમાં લાગ્યા CCTV કેમેરા

કાયદાનો ડર બતાવી વેપારીઓને દબાણમાં લઈ સીસીટીવી કેમેરા લગાવાયા વેપારીએ સીસીટીવી નહી લગાયા હોય તો તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 નો સમગ્ર રાજ્યમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.જોકે આ અધિનિયમ પોલીસ માટે જો હુકમી નો હાથો બની ગયું છે,જે અધિનિયમ અંતર્ગત જાહેર સ્થળો પર સીસીટીવી લગાવવા ફરજીયાત બન્યા છે.જોકે રથયાત્રાના નામે પોલીસ વેપારીઓને ફરજીયાત સીસીટીવી લગાવવા માટે દબાણ કરી રહી હોવાનો આક્ષેપ થયો છે. રથયાત્રા રૂટ પર સીસીટીવી રથયાત્રાની રૂટ પર પહેલા માત્ર 117 સીસીટીવી કેમેરા હતા.જે વધારી લોક ભાગીદારીના નામે વેપારીઓને ધમકાવી 1278 સીસીટીવી કરવામાં આવ્યા છે અને વેપારીઓને ફરજ પણ પાડવામાં આવી હતી.મહત્વનું છે કે પોલીસ દરેક વેપારીને સારી ક્વોલિટીના 360 ડીગ્રીના સીસીટીવી ફરજિયાત લગાવવા પડશે તેવુ દબાણ કરી ફરજ પાડતા હતા.અને જો કોઈ આવું ન કરે તો દંડ અને ગુનો નોંધવાની ધમકી પણ આપતા હતા.જેને લઈ. વેપારીઓમાં વિરોધ પણ વધ્યો હતો. 1161 નવા કેમેરા લાગ્યા જોકે એક મહિનામા પોલીસે જુના 117 કેમેરાની સાથે અન્ય 1161 નવા કેમેરા વેપારી પાસે લગાવ્યા છે.સાથે જ તમામ કેમેરાનુ રેકોર્ડિંગ તથા તેનુ મેન્ટેનન્સ પણ વેપારી એ જાતે જ કરવાની ફરજ પાડી છે.જેથી ન માત્ર રથયાત્રા પરંતુ તમામ વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાની જવાબદારી પણ વેપારી ને જ સોપવામાં આવી છે.સીસીટીવીના નામે ન માત્ર રથયાત્રાના રૂટ ના વેપારી પાસે પરંતુ શહેરના તમામ વેપારીને આ માટે ફરજ પાડવામાં આવશે.એટલે કે શહેરની સુરક્ષા માટે પોલીસ તે તંત્ર કોઈ પગલા નહી લે.પરંતુ લોકોએ જ પોતાની સુરક્ષા માટે જાતે જ કામગીરી કરવી પડશે. પહેલા 117 દુકાનો પર સીસીટીવી લાગ્યા હતા આ અંગે એસપી હિમાલા જોશીએ જણાવ્યું હતું કે, CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટેક્નિકલ ટીમ દ્વારા સ્થાનિક પોલીસના સહયોગથી શરૂઆત કરવામાં આવી ત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ પરની માત્ર 117 દુકાનો પર અંદર અને બહારનો વ્યુ આવરી લે તેવા CCTV કેમેરા લગાવેલ હતા. દુકાનદારોને સારી ક્વોલિટીના કેમેરા લગાવવા અપીલ CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત રથાયાત્રા રૂટ પર આવતા ત્રણ-ચાર રસ્તાને જોડતા તમામ રોડ, ગલી તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને પણ CCTV કેમેરાથી આવરી લેવામા આવેલ છે. જે દુકાન માલિકો દ્વારા હજુ સુધી પોતાના ધંધા-વ્યાપારના સ્થળો તેમજ રહેણાંક પર સારી ગુણવત્તાના CCTV કેમેરા લગાવેલ નથી તેઓને CCTV કેમેરા લગાડવા જાહેર સલામતી અધિનિયમ-2022ના નિયમો મુજબ લગાડવા તાત્કાલિક અનુરોધ છે.

Ahmedabad Rathyatra રૂટ પર આવતી 1278 દુકાનોમાં લાગ્યા CCTV કેમેરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાયદાનો ડર બતાવી વેપારીઓને દબાણમાં લઈ સીસીટીવી કેમેરા લગાવાયા
  • વેપારીએ સીસીટીવી નહી લગાયા હોય તો તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થશે
  • અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે

ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 નો સમગ્ર રાજ્યમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.જોકે આ અધિનિયમ પોલીસ માટે જો હુકમી નો હાથો બની ગયું છે,જે અધિનિયમ અંતર્ગત જાહેર સ્થળો પર સીસીટીવી લગાવવા ફરજીયાત બન્યા છે.જોકે રથયાત્રાના નામે પોલીસ વેપારીઓને ફરજીયાત સીસીટીવી લગાવવા માટે દબાણ કરી રહી હોવાનો આક્ષેપ થયો છે.

રથયાત્રા રૂટ પર સીસીટીવી

રથયાત્રાની રૂટ પર પહેલા માત્ર 117 સીસીટીવી કેમેરા હતા.જે વધારી લોક ભાગીદારીના નામે વેપારીઓને ધમકાવી 1278 સીસીટીવી કરવામાં આવ્યા છે અને વેપારીઓને ફરજ પણ પાડવામાં આવી હતી.મહત્વનું છે કે પોલીસ દરેક વેપારીને સારી ક્વોલિટીના 360 ડીગ્રીના સીસીટીવી ફરજિયાત લગાવવા પડશે તેવુ દબાણ કરી ફરજ પાડતા હતા.અને જો કોઈ આવું ન કરે તો દંડ અને ગુનો નોંધવાની ધમકી પણ આપતા હતા.જેને લઈ. વેપારીઓમાં વિરોધ પણ વધ્યો હતો.

1161 નવા કેમેરા લાગ્યા

જોકે એક મહિનામા પોલીસે જુના 117 કેમેરાની સાથે અન્ય 1161 નવા કેમેરા વેપારી પાસે લગાવ્યા છે.સાથે જ તમામ કેમેરાનુ રેકોર્ડિંગ તથા તેનુ મેન્ટેનન્સ પણ વેપારી એ જાતે જ કરવાની ફરજ પાડી છે.જેથી ન માત્ર રથયાત્રા પરંતુ તમામ વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાની જવાબદારી પણ વેપારી ને જ સોપવામાં આવી છે.સીસીટીવીના નામે ન માત્ર રથયાત્રાના રૂટ ના વેપારી પાસે પરંતુ શહેરના તમામ વેપારીને આ માટે ફરજ પાડવામાં આવશે.એટલે કે શહેરની સુરક્ષા માટે પોલીસ તે તંત્ર કોઈ પગલા નહી લે.પરંતુ લોકોએ જ પોતાની સુરક્ષા માટે જાતે જ કામગીરી કરવી પડશે.

પહેલા 117 દુકાનો પર સીસીટીવી લાગ્યા હતા

આ અંગે એસપી હિમાલા જોશીએ જણાવ્યું હતું કે, CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટેક્નિકલ ટીમ દ્વારા સ્થાનિક પોલીસના સહયોગથી શરૂઆત કરવામાં આવી ત્યારે સમગ્ર રથયાત્રાના રૂટ પરની માત્ર 117 દુકાનો પર અંદર અને બહારનો વ્યુ આવરી લે તેવા CCTV કેમેરા લગાવેલ હતા.

દુકાનદારોને સારી ક્વોલિટીના કેમેરા લગાવવા અપીલ

CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત રથાયાત્રા રૂટ પર આવતા ત્રણ-ચાર રસ્તાને જોડતા તમામ રોડ, ગલી તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને પણ CCTV કેમેરાથી આવરી લેવામા આવેલ છે. જે દુકાન માલિકો દ્વારા હજુ સુધી પોતાના ધંધા-વ્યાપારના સ્થળો તેમજ રહેણાંક પર સારી ગુણવત્તાના CCTV કેમેરા લગાવેલ નથી તેઓને CCTV કેમેરા લગાડવા જાહેર સલામતી અધિનિયમ-2022ના નિયમો મુજબ લગાડવા તાત્કાલિક અનુરોધ છે.