Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી

ભાજપના નેતાઓ સાગઠીયાને જેલમાં મળવા ગયા હતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા સાગઠીયાને મળ્યા રમેશ રૂપાપરા આર.ડીના નામથી રાજકોટમાં પ્રખ્યાત રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં ભાજપના નેતાઓ સાગઠીયાને જેલમાં મળવા ગયા હતા. તેમાં રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા સાગઠીયાને મળ્યા હતા. રમેશ રૂપાપરા આર.ડીના નામથી રાજકોટમાં પ્રખ્યાત છે. જેમાં મનસુખ સાગઠીયા અગ્નિકાંડ બાદ જેલમાં છે. ભાજપ નેતાઓની સાગઠીયા સાથે મુલાકાતથી અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા છે. ભાજપ નેતાઓ સાગઠીયાને મળવા મુદ્દે પોલીસનો ઇન્કાર છે. નેતાઓનો જેલમાં જ સાગઠીયા સાથે ખીંચડી રાંધવાના પ્રયાસ છે. તેમજ મોટા નેતાઓના નામ સામે ન આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. રાજકોટમાં ભાજપના ટોચના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા પોલીસ કસ્ટડીમાં રહેલા મનસુખ સાગઠીયાને મળવા ગયા હોવાનો ધડાકો થયો છે. રૂપાપરા અને ખીમનીયા સાગઠીયા કેમ મળ્યા ? પોલીસ કસ્ટડીમાં રહેલા સાગઠીયાની સાથે ભાજપમાં પોતાને ચાણક્ય ગણાવતા રૂપાપરાની વચ્ચે શું વાતચીત થઈ ? પદાધિકારી કે મોટા નેતાનું નામ સાગઠીયા ન આપે કે નિવેદનમાં બોલી ન જાય એ માટે મળ્યા ? 10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે હતો ભાજપના બંન્ને નેતાઓ સાગઠીયાને મળ્યા હોવા અંગે પોલીસનો ઇનકાર છે પણ સીસીટીવી ફૂટેજ હંમેશા સત્ય બોલે છે. નવા પોલીસ કમિશનર સીસીટીવી ચેક કરાવે તો સત્ય બહાર આવી જશે તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. બીજા એક વિવાદમાં TPO સાગઠીયાની ભરતી ગેરકાયદે કરવામાં આવી હતી. 10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે હતો. સાગઠીયાને કાયમી ચાર્જ આપવા નિયમો નેવે મુકાયા હતા. તેમાં ભાજપના એક કોર્પોરેટર અને નેતાની મોટી ભૂમિકાની શંકા છે. તેમજ તત્કાલિન કમિશનર આનંદ પટેલની ભૂમિકા શંકાની ઘેરામાં છે.

Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના નેતાઓ સાગઠીયાને જેલમાં મળવા ગયા હતા
  • રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા સાગઠીયાને મળ્યા
  • રમેશ રૂપાપરા આર.ડીના નામથી રાજકોટમાં પ્રખ્યાત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં ભાજપના નેતાઓ સાગઠીયાને જેલમાં મળવા ગયા હતા. તેમાં રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા સાગઠીયાને મળ્યા હતા. રમેશ રૂપાપરા આર.ડીના નામથી રાજકોટમાં પ્રખ્યાત છે. જેમાં મનસુખ સાગઠીયા અગ્નિકાંડ બાદ જેલમાં છે. ભાજપ નેતાઓની સાગઠીયા સાથે મુલાકાતથી અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા

પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા છે. ભાજપ નેતાઓ સાગઠીયાને મળવા મુદ્દે પોલીસનો ઇન્કાર છે. નેતાઓનો જેલમાં જ સાગઠીયા સાથે ખીંચડી રાંધવાના પ્રયાસ છે. તેમજ મોટા નેતાઓના નામ સામે ન આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. રાજકોટમાં ભાજપના ટોચના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા પોલીસ કસ્ટડીમાં રહેલા મનસુખ સાગઠીયાને મળવા ગયા હોવાનો ધડાકો થયો છે. રૂપાપરા અને ખીમનીયા સાગઠીયા કેમ મળ્યા ? પોલીસ કસ્ટડીમાં રહેલા સાગઠીયાની સાથે ભાજપમાં પોતાને ચાણક્ય ગણાવતા રૂપાપરાની વચ્ચે શું વાતચીત થઈ ? પદાધિકારી કે મોટા નેતાનું નામ સાગઠીયા ન આપે કે નિવેદનમાં બોલી ન જાય એ માટે મળ્યા ?

10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે હતો

ભાજપના બંન્ને નેતાઓ સાગઠીયાને મળ્યા હોવા અંગે પોલીસનો ઇનકાર છે પણ સીસીટીવી ફૂટેજ હંમેશા સત્ય બોલે છે. નવા પોલીસ કમિશનર સીસીટીવી ચેક કરાવે તો સત્ય બહાર આવી જશે તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. બીજા એક વિવાદમાં TPO સાગઠીયાની ભરતી ગેરકાયદે કરવામાં આવી હતી. 10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે હતો. સાગઠીયાને કાયમી ચાર્જ આપવા નિયમો નેવે મુકાયા હતા. તેમાં ભાજપના એક કોર્પોરેટર અને નેતાની મોટી ભૂમિકાની શંકા છે. તેમજ તત્કાલિન કમિશનર આનંદ પટેલની ભૂમિકા શંકાની ઘેરામાં છે.