Gujarat ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો કર્યો મોટો પર્દાફાશ,જુઓ Video

દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરીને હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો ATSએ નાઇઝીરિયન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ નેટવર્કનું કનેક્શન ઝડપ્યું ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ડ્રગ્સનું કનસાઈમેન્ટ આવ્યું હોવાનો થયો ખુલાસોગુજરાત ATSએ ડ્રગ્સની હેરાફેરી કરતા વધુ એક ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. ATSએ દિલ્હીથી અફઘાની નાગરિક મહંમદ યાસીનની ધરપકડ કરી છે.ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા દિલ્લીથી ડ્રગ્સની હેરાફેરી કરવા આવેલા અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ યાસીનને ઝડપીને તેની પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. ડ્રગ્સ માફિયો ઝડપાયો આ ડ્રગ્સ માફિયા મોહમ્મદ યાસીને પાકિસ્તાન ડ્રગ્સ માફિયા સાથે મળીને હેરોઇનનો જથ્થો ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ઉતારીને દિલ્હી ડ્રગ્સનું ડિલિવરી કરવા પહોંચ્યો હતો.ગુજરાત ATSએ બાતમીના આધારે મોહમદ યાસીનની ધરપકડ કરી.એટીએસની તપાસમાં સામે આવ્યું કે મહોમદ યાસીન અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે. આરોપી વર્ષ 2017 માં મેડિકલ વિઝા આધારે ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝાના આધારે આવતા નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો. પાકિસ્તાની ડ્રગ્સ માફિયો ભારતમાંથી ઝડપાયો મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું છે. મહોમદ યાસીને તિલકનગર દિલ્હી ખાતેથી 8 મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદયુ હતું.અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું.તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એટીએસનુ મોટુ ઓપરેશન મહત્વનું છે કે માર્ચ 2024 માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગથી ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદર પર આવ્યું હતું. જેમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુતુઝા તેમજ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાનએ હેરોઇનનો જથ્થો ઓમાનથી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો.આ હેરોઇનના કેસમાં અફઘાનિસ્તાનના નાગરિક મોહમદ યાનીસનું નામ ખુલ્યું હતું. હાલ તો એટીએસએ પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સ કેસમાં અફઘાની નાગરિક મોહમ્મદ યાસીનની શું ભૂમિકા છે. આરોપીઓને લઈ અનેક ખુલાસા થશે અફઘાનિસ્તાન અને નાઇઝીરિયન નાગરિકના ડ્રગ્સ કનેક્શનની તપાસ શરૂ કરી.આ ઉપરાંત આરોપી મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો તો તે અન્ય કઇ કઈ જગ્યાઓ પર રોકાયો હતો અને તેણે કઈ હોસ્પિટલમાં સારવાર કરાવેલી હતી.આ તમામ મુદ્દાઓ પર એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Gujarat ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો કર્યો મોટો પર્દાફાશ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરીને હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો
  • ATSએ નાઇઝીરિયન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ નેટવર્કનું કનેક્શન ઝડપ્યું
  • ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ડ્રગ્સનું કનસાઈમેન્ટ આવ્યું હોવાનો થયો ખુલાસો

ગુજરાત ATSએ ડ્રગ્સની હેરાફેરી કરતા વધુ એક ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. ATSએ દિલ્હીથી અફઘાની નાગરિક મહંમદ યાસીનની ધરપકડ કરી છે.ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા દિલ્લીથી ડ્રગ્સની હેરાફેરી કરવા આવેલા અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ યાસીનને ઝડપીને તેની પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે.

ડ્રગ્સ માફિયો ઝડપાયો

આ ડ્રગ્સ માફિયા મોહમ્મદ યાસીને પાકિસ્તાન ડ્રગ્સ માફિયા સાથે મળીને હેરોઇનનો જથ્થો ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ઉતારીને દિલ્હી ડ્રગ્સનું ડિલિવરી કરવા પહોંચ્યો હતો.ગુજરાત ATSએ બાતમીના આધારે મોહમદ યાસીનની ધરપકડ કરી.એટીએસની તપાસમાં સામે આવ્યું કે મહોમદ યાસીન અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે. આરોપી વર્ષ 2017 માં મેડિકલ વિઝા આધારે ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝાના આધારે આવતા નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો.


પાકિસ્તાની ડ્રગ્સ માફિયો ભારતમાંથી ઝડપાયો

મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું છે. મહોમદ યાસીને તિલકનગર દિલ્હી ખાતેથી 8 મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદયુ હતું.અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું.તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

એટીએસનુ મોટુ ઓપરેશન

મહત્વનું છે કે માર્ચ 2024 માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગથી ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદર પર આવ્યું હતું. જેમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુતુઝા તેમજ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાનએ હેરોઇનનો જથ્થો ઓમાનથી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો.આ હેરોઇનના કેસમાં અફઘાનિસ્તાનના નાગરિક મોહમદ યાનીસનું નામ ખુલ્યું હતું. હાલ તો એટીએસએ પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સ કેસમાં અફઘાની નાગરિક મોહમ્મદ યાસીનની શું ભૂમિકા છે.

આરોપીઓને લઈ અનેક ખુલાસા થશે

અફઘાનિસ્તાન અને નાઇઝીરિયન નાગરિકના ડ્રગ્સ કનેક્શનની તપાસ શરૂ કરી.આ ઉપરાંત આરોપી મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો તો તે અન્ય કઇ કઈ જગ્યાઓ પર રોકાયો હતો અને તેણે કઈ હોસ્પિટલમાં સારવાર કરાવેલી હતી.આ તમામ મુદ્દાઓ પર એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.