જામનગર નજીક હોટલને સીલ કરી હોવા છતાં રેસ્ટોરન્ટ ચાલુ કરી દેનાર 3 હોટલ સંચાલકો સામે ગુનો નોંધાયો

Fire Safety Drive in Jamnagar : જામનગર મહાનગરપાલિકાની ટીમે બાયપાસ રોડ ઉપર આવેલી સુપર ફેમીલી રસ્ટોરન્ટમાં ફાયર એનઓસીના અભાવે સીલ લગાવેલું હતું, અને હોટલ નવા દેશ ના થાય ત્યાં સુધી ચાલુ નહીં કરવા માટેની સૂચના અપાઇ હતી. તેમ છતાં ગત રાત્રે હોટલ સંચાલક દ્વારા પાછલા બારણેથી ગ્રાહકોને પ્રવેશ આપીને હોટલ ચાલુ કરી દીધા નું સામે આવ્યું હતું. જેથી સરકારી આદેશનો અનાદર કરવા બદલ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન રવિશરણ દીક્ષિત દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં હોટલ સંચાલકો સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇએ હોટલના ત્રણ ભાગીદારો જીતેન્દ્ર કગથરા, વિશાલ ધીરજલાલ કોટક, અને વિરેન ચંદુલાલ બોરા સામે આઇપીસી કલમ 336, 188 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે. ગુજરાત રાજ્ય ફાયર પ્રીવેન્શન લાઈફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ 2013મુજબ રેસ્ટોરન્ટને સીલ કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો, જે આદેશનો અનાદર કરી હોટલ શરૂ કરી દેતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર નજીક હોટલને સીલ કરી હોવા છતાં રેસ્ટોરન્ટ ચાલુ કરી દેનાર 3 હોટલ સંચાલકો સામે ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fire Safety Drive in Jamnagar : જામનગર મહાનગરપાલિકાની ટીમે બાયપાસ રોડ ઉપર આવેલી સુપર ફેમીલી રસ્ટોરન્ટમાં ફાયર એનઓસીના અભાવે સીલ લગાવેલું હતું, અને હોટલ નવા દેશ ના થાય ત્યાં સુધી ચાલુ નહીં કરવા માટેની સૂચના અપાઇ હતી. તેમ છતાં ગત રાત્રે હોટલ સંચાલક દ્વારા પાછલા બારણેથી ગ્રાહકોને પ્રવેશ આપીને હોટલ ચાલુ કરી દીધા નું સામે આવ્યું હતું.

 જેથી સરકારી આદેશનો અનાદર કરવા બદલ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન રવિશરણ દીક્ષિત દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં હોટલ સંચાલકો સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇએ હોટલના ત્રણ ભાગીદારો જીતેન્દ્ર કગથરા, વિશાલ ધીરજલાલ કોટક, અને વિરેન ચંદુલાલ બોરા સામે આઇપીસી કલમ 336, 188 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે.

 ગુજરાત રાજ્ય ફાયર પ્રીવેન્શન લાઈફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ 2013મુજબ રેસ્ટોરન્ટને સીલ કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો, જે આદેશનો અનાદર કરી હોટલ શરૂ કરી દેતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.