Rajkot મનપા હજુ પણ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ

બસમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા પેસેન્જર ઇલેક્ટ્રિક બસમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ! એક બસમાં 80થી 100 પેસેન્જર ભરવામાં આવ્યા રાજકોટ મનપા હજુ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જેમાં RMC સંચાલિત BRTS બસમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે. તેમાં બસમાં ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રિક બસમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવી ચર્ચા થઇ રહી છે. ત્યારે એક બસમાં 80થી 100 પેસેન્જર ભરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મનપા હજુ પણ એક દુર્ઘટનાની રાહ જોઈ રહી છે. લોકોએ કહ્યું કે અકસ્માત સર્જાય તો બહાર પણ ના નીકળી શકાય મનપા સંચાલિત BRTS બસમાં ઘેટા બકારની જેમ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે. જેમાં બસમાં સીટિંગ વ્યવસ્થા કરતા પણ ઓવરલોડેડ પેસેન્જર ભરવામાં આવે છે. ત્યારે ઇલેક્ટ્રિક બસોમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે ચર્ચા થઇ રહી છે. જો બસમાં કોઈ ઘટના બને તો ઓટોમેટિક દરવાજા પણ જલદી ના ખુલી શકે તેમ છે. એક બસમાં 80 થી 100 પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે. બસમાં વિદ્યાર્થીઓ ,સિનિયર સિટીઝન સહિતના લોકો મુસાફરી કરે છે. જેમાં લોકોએ કહ્યું કે અકસ્માત સર્જાય તો બહાર પણ ના નીકળી શકાય. અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી અગાઉ અમદાવાદમાં BRTS બસના ડ્રાઈવર તેને મન મુજબ ચલાવીને મનમાની કરતા હોય તેવુ સામે આવ્યુ હતુ. એક સીસીટીવી ફુટેજ સામે આવતા અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. જેમાં સ્ટેશન પર એક મહિલા બસમાં પ્રવેશ કરે એ પહેલા જ BRTS બસના દરવાજા બંધ થયા હોવાનું જોવા મળ્યુ હતુ. બસ ડ્રાઈવર મહિલા બસમાં ચઢે એ પહેલા જ બસ હંકારી દે છે. જેના કારણે મહિલા નીચે પટકાઈ જાય છે. જો કે સદનસીબે આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી નથી. અગાઉ પણ અમદાવાદમાં BRTS બસ અકસ્માતની અનેક ઘટનાઓ બનેલી છે. જેમાં ડ્રાઈવર વધુ સ્પીડમાં બસ ચલાવતો હોય અથવા કોઈ જગ્યાએ બસ અથડાઈ ગઈ હોય તેવી ઘટનાઓ બનેલી છે. ત્યારે આટલી ઘટનાઓ છતા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Rajkot મનપા હજુ પણ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બસમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા પેસેન્જર
  • ઇલેક્ટ્રિક બસમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ!
  • એક બસમાં 80થી 100 પેસેન્જર ભરવામાં આવ્યા

રાજકોટ મનપા હજુ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જેમાં RMC સંચાલિત BRTS બસમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે. તેમાં બસમાં ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રિક બસમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવી ચર્ચા થઇ રહી છે. ત્યારે એક બસમાં 80થી 100 પેસેન્જર ભરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મનપા હજુ પણ એક દુર્ઘટનાની રાહ જોઈ રહી છે.

લોકોએ કહ્યું કે અકસ્માત સર્જાય તો બહાર પણ ના નીકળી શકાય

મનપા સંચાલિત BRTS બસમાં ઘેટા બકારની જેમ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે. જેમાં બસમાં સીટિંગ વ્યવસ્થા કરતા પણ ઓવરલોડેડ પેસેન્જર ભરવામાં આવે છે. ત્યારે ઇલેક્ટ્રિક બસોમાં કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે ચર્ચા થઇ રહી છે. જો બસમાં કોઈ ઘટના બને તો ઓટોમેટિક દરવાજા પણ જલદી ના ખુલી શકે તેમ છે. એક બસમાં 80 થી 100 પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે. બસમાં વિદ્યાર્થીઓ ,સિનિયર સિટીઝન સહિતના લોકો મુસાફરી કરે છે. જેમાં લોકોએ કહ્યું કે અકસ્માત સર્જાય તો બહાર પણ ના નીકળી શકાય.

અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી

અગાઉ અમદાવાદમાં BRTS બસના ડ્રાઈવર તેને મન મુજબ ચલાવીને મનમાની કરતા હોય તેવુ સામે આવ્યુ હતુ. એક સીસીટીવી ફુટેજ સામે આવતા અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. જેમાં સ્ટેશન પર એક મહિલા બસમાં પ્રવેશ કરે એ પહેલા જ BRTS બસના દરવાજા બંધ થયા હોવાનું જોવા મળ્યુ હતુ. બસ ડ્રાઈવર મહિલા બસમાં ચઢે એ પહેલા જ બસ હંકારી દે છે. જેના કારણે મહિલા નીચે પટકાઈ જાય છે. જો કે સદનસીબે આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી નથી. અગાઉ પણ અમદાવાદમાં BRTS બસ અકસ્માતની અનેક ઘટનાઓ બનેલી છે. જેમાં ડ્રાઈવર વધુ સ્પીડમાં બસ ચલાવતો હોય અથવા કોઈ જગ્યાએ બસ અથડાઈ ગઈ હોય તેવી ઘટનાઓ બનેલી છે. ત્યારે આટલી ઘટનાઓ છતા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે સવાલો ઉભા થઈ રહ્યા છે.