Gujarat BJPના નવા MLA અરવિંદ લાડાણી વિશે જાણો ખાસ વાત

2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે ભાજપ નક્કી કરશે એ મુજબ કામગીરી કરીશ: અરવિંદ લાડાણી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલ અને મૂળુ કંડોરિયા બાદ માણાવદર સીટના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યુ હતું. અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના બંગલે જઈને વિધિવત્ રીતે રાજીનામું આપ્યું હતું. એ બાદ તેઓ વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા.જેમાં આજે તેમણે ભાજપના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે. 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા ઉલ્લેખનીય છે કે, અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં તેમણે ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. તેઓ 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય હતા. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું ત્યારે જણાવ્યું હતું કે મેં મારા મનના નિણર્યથી રાજીનામું આપ્યું છે. મારા મતદારો, આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના વિકાસનાં કામો કરવા માટે મેં રાજીનામું આપ્યું છે. સત્તા સાથે હોઈએ તો કામમાં ઘણો ફેર પડે છે. હું માણાવદરથી પેટાચૂંટણી લડીશ. વિસ્તારના વિકાસના અધુરા કામ પુરા કરવા માટે ભાજપમાં જોડાયો ભાજપમાં જોડાવા સમયે અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, 'વિસ્તારના વિકાસના અધુરા કામ પુરા કરવા માટે ભાજપમાં જોડાયો છું. ઘેડ પંથકની નદીઓને ઉંડી-પહોળી કરવી, સિંચાઈના કામો, રસ્તાના કામો, માણાવદર શહેરમાં પાંચ દિવસને બદલે દરરોજ પાણી આપવાના મુદ્દે પ્રયત્ન કરીશ.' જવાહર ચાવડાની ગેરહાજરી અને નારાજગી અંગે પોતે અજાણ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સંજોગોવસાત ન પણ આવી શક્યા હોય. ટિકિટ આપવાના મુદ્દે એવી પ્રતિક્રિયા આપી હતી કે, 'એ પ્રશ્ન ભાજપનો છે, ભાજપ નક્કી કરશે એ મુજબ કામગીરી કરીશ.' વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82,017 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 51,001 મત મળ્યાં છે. નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપની 31,016 મતના લીડ સાથે ભવ્ય જીત થઈ હતી.

Gujarat BJPના નવા MLA અરવિંદ લાડાણી વિશે જાણો ખાસ વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા
  • ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે
  • ભાજપ નક્કી કરશે એ મુજબ કામગીરી કરીશ: અરવિંદ લાડાણી

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલ અને મૂળુ કંડોરિયા બાદ માણાવદર સીટના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યુ હતું. અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના બંગલે જઈને વિધિવત્ રીતે રાજીનામું આપ્યું હતું. એ બાદ તેઓ વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા.જેમાં આજે તેમણે ભાજપના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં તેમણે ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. તેઓ 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય હતા. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું ત્યારે જણાવ્યું હતું કે મેં મારા મનના નિણર્યથી રાજીનામું આપ્યું છે. મારા મતદારો, આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના વિકાસનાં કામો કરવા માટે મેં રાજીનામું આપ્યું છે. સત્તા સાથે હોઈએ તો કામમાં ઘણો ફેર પડે છે. હું માણાવદરથી પેટાચૂંટણી લડીશ.

વિસ્તારના વિકાસના અધુરા કામ પુરા કરવા માટે ભાજપમાં જોડાયો

ભાજપમાં જોડાવા સમયે અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, 'વિસ્તારના વિકાસના અધુરા કામ પુરા કરવા માટે ભાજપમાં જોડાયો છું. ઘેડ પંથકની નદીઓને ઉંડી-પહોળી કરવી, સિંચાઈના કામો, રસ્તાના કામો, માણાવદર શહેરમાં પાંચ દિવસને બદલે દરરોજ પાણી આપવાના મુદ્દે પ્રયત્ન કરીશ.' જવાહર ચાવડાની ગેરહાજરી અને નારાજગી અંગે પોતે અજાણ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સંજોગોવસાત ન પણ આવી શક્યા હોય. ટિકિટ આપવાના મુદ્દે એવી પ્રતિક્રિયા આપી હતી કે, 'એ પ્રશ્ન ભાજપનો છે, ભાજપ નક્કી કરશે એ મુજબ કામગીરી કરીશ.' વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82,017 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 51,001 મત મળ્યાં છે. નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપની 31,016 મતના લીડ સાથે ભવ્ય જીત થઈ હતી.