Banaskantha News: અંબાજી મંદિરે 4.5 કિલો સોનું GMS યોજનામાં મૂક્યું

અત્યાર સુધી 122 કરોડની કિંમતનું કુલ 175 કિલો સોનુ જમા થયુંનાના મોટા 358 સુવર્ણ શિખરોને લઈને અંબાજી મંદિર વિશ્વ વિખ્યાત ટ્રસ્ટની ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં પડ્યું છે 5500 થી 6000 કિલો ચાંદી બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રા ધામ અને માં દુર્ગાના 52 શક્તિપીઠોમાં જેની ગણતરી થાય છે તેવા અંબાજીથી એક સુખદ સમાચાર આવ્યા છે. અંબાજી મંદિરે 4.5 કિલો સોનુ GMS સ્કીમમાં મૂક્યું છે. અત્યાર સુધી 122 કરોડની કિંમતનું કુલ 175 કિલો સોનુ જમા થયું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર હાલમાં અડધું સોનાથી મઢેલું હોઈ આ મંદિર સમગ્ર વિશ્વમાં ગોલ્ડન શક્તિપીઠ થી ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ શિખર લાગેલા હોઈ આ મંદિર વિશ્વભરમાં જાણીતું થયું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે 2022 - 2023 મા ભક્તો દ્વારા દાન થકી આવેલા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 4.5 કિલો સોનાને ગોલ્ડ મોની ટાઇઝેશન (જી.એમ.એસ) સ્કીમ અંતર્ગત હાલમાં મુકવામાં આવ્યું છે .સ્કીમમાં મળતા વ્યાજની રકમનો ઉપયોગ યાત્રાળુઓ અને મંદિરના વિકાસ કાર્યોમાં થાય છે અને ભવિષ્ય મા સોનાનો ભાવ વધારો પણ મળે છે. 171 કિલો સોનુ આ પહેલા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુકવામાં આવ્યું છે,આમ કુલ 175 કિલો હાલ દેશની રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડામા મુકવામાં આવ્યું છે.અંબાજી મંદિરના સુવર્ણ શિખર મા અત્યાર સુધી 141 થી 142 કિલો સોનાનો ઉપયોગ થયેલો છે. વધુમાં ટ્રસ્ટની ઓફિસમાં ચાંદી પણ 5500 થી 6000 કિલો સ્ટ્રોંગ રૂમમાં પડેલ છે. સરકાર દ્વારા થોડા વર્ષ અગાઉ એક ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે.આ યોજનાનો લાભ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ દ્વારા બેન્ક મા જમા કરાવીને લેવાઈ રહ્યો છે.અંબાજી મંદિર માં 1960 થી વિવિધ માઇભક્તો દ્વારા દાન માં મળેલા સોના ના વિવિધ ઘરેણાં જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકાર ની આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમમાં મુકવા રાજ્ય સરકાર પાસે થી કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડા માં અગાઉ 171 કિલો સોનુ GMS સ્કીમ મૂક્યું હતું અને વધુ 4.5 કિલો સાથે હાલ 175 કિલો સોનુ અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનુ આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે. જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજી ને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંક માં જમા કરાવે છે ને આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ માં મુકવામાં આવેલા સોનાનું મળતા વ્યાજ ની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનુ પણ અકબંધ રહે છે જયારે ભક્તો દ્વારા માતાજી ને ચાંદીના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચઢાવતા હોય છે તે અત્યાર સુધી માં 5500 થી 6000 હજાર કિલો જે આજનાં ભાવ અનુસાર 50 કરોડ થી વધુ ચાંદી ટ્રસ્ટ પાસે જમા પડી છે અને હજી આ ચાંદીને GMS સ્કીમ મા મુકવામાં આવેલ નથી.આમ અંબાજી મંદિરમાં ભક્તો સોનુ અને ચાંદી દાન સ્વરૂપે આપી રહ્યા છે.

Banaskantha News: અંબાજી મંદિરે 4.5 કિલો સોનું GMS યોજનામાં મૂક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યાર સુધી 122 કરોડની કિંમતનું કુલ 175 કિલો સોનુ જમા થયું
  • નાના મોટા 358 સુવર્ણ શિખરોને લઈને અંબાજી મંદિર વિશ્વ વિખ્યાત
  • ટ્રસ્ટની ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં પડ્યું છે 5500 થી 6000 કિલો ચાંદી

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રા ધામ અને માં દુર્ગાના 52 શક્તિપીઠોમાં જેની ગણતરી થાય છે તેવા અંબાજીથી એક સુખદ સમાચાર આવ્યા છે. અંબાજી મંદિરે 4.5 કિલો સોનુ GMS સ્કીમમાં મૂક્યું છે. અત્યાર સુધી 122 કરોડની કિંમતનું કુલ 175 કિલો સોનુ જમા થયું છે.


શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર હાલમાં અડધું સોનાથી મઢેલું હોઈ આ મંદિર સમગ્ર વિશ્વમાં ગોલ્ડન શક્તિપીઠ થી ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ શિખર લાગેલા હોઈ આ મંદિર વિશ્વભરમાં જાણીતું થયું છે.


અંબાજી મંદિર ટ્રસ્ટ પાસે 2022 - 2023 મા ભક્તો દ્વારા દાન થકી આવેલા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 4.5 કિલો સોનાને ગોલ્ડ મોની ટાઇઝેશન (જી.એમ.એસ) સ્કીમ અંતર્ગત હાલમાં મુકવામાં આવ્યું છે .સ્કીમમાં મળતા વ્યાજની રકમનો ઉપયોગ યાત્રાળુઓ અને મંદિરના વિકાસ કાર્યોમાં થાય છે અને ભવિષ્ય મા સોનાનો ભાવ વધારો પણ મળે છે. 171 કિલો સોનુ આ પહેલા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુકવામાં આવ્યું છે,આમ કુલ 175 કિલો હાલ દેશની રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડામા મુકવામાં આવ્યું છે.અંબાજી મંદિરના સુવર્ણ શિખર મા અત્યાર સુધી 141 થી 142 કિલો સોનાનો ઉપયોગ થયેલો છે. વધુમાં ટ્રસ્ટની ઓફિસમાં ચાંદી પણ 5500 થી 6000 કિલો સ્ટ્રોંગ રૂમમાં પડેલ છે.


સરકાર દ્વારા થોડા વર્ષ અગાઉ એક ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે.આ યોજનાનો લાભ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ દ્વારા બેન્ક મા જમા કરાવીને લેવાઈ રહ્યો છે.અંબાજી મંદિર માં 1960 થી વિવિધ માઇભક્તો દ્વારા દાન માં મળેલા સોના ના વિવિધ ઘરેણાં જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકાર ની આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમમાં મુકવા રાજ્ય સરકાર પાસે થી કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડા માં અગાઉ 171 કિલો સોનુ GMS સ્કીમ મૂક્યું હતું અને વધુ 4.5 કિલો સાથે હાલ 175 કિલો સોનુ અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનુ આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે.


જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજી ને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંક માં જમા કરાવે છે ને આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ માં મુકવામાં આવેલા સોનાનું મળતા વ્યાજ ની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે અને સોનુ પણ અકબંધ રહે છે જયારે ભક્તો દ્વારા માતાજી ને ચાંદીના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચઢાવતા હોય છે તે અત્યાર સુધી માં 5500 થી 6000 હજાર કિલો જે આજનાં ભાવ અનુસાર 50 કરોડ થી વધુ ચાંદી ટ્રસ્ટ પાસે જમા પડી છે અને હજી આ ચાંદીને GMS સ્કીમ મા મુકવામાં આવેલ નથી.આમ અંબાજી મંદિરમાં ભક્તો સોનુ અને ચાંદી દાન સ્વરૂપે આપી રહ્યા છે.