Junagadh News : કેરીના ચાહકો માટે સૌથી સારા સમાચાર આવ્યા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ દરરોજ 800 થી 1000 બોક્સની આવક શરૂ થઈ એક બોક્સનો ભાવ 600 થી 1800 રૂપિયા પહોંચ્યો ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ સરેરાશ કેરીની આવક 800 થી 1000 બોક્સની થઈ રહી છે. જૂનાગઢની કેસર કેરી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે આ વખતે તા કેરીના ચાહકોમાં પણ ખુશીની લાગણી ફેલાય છે. આ સાથે જ એક બોક્સનો ભાવ 600 થી 1800 રૂપિયા સુધી પહોંચ્યો છે. કેરી માટે જૂનાગઢ ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીના બેથી પાંચ હજાર બોક્સની આવક થતી હતી. જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે. તેમજ ગત વર્ષે કેરીના બોક્સના ભાવ રૂ. 250 થી 500 હતા, જ્યારે આ વખતે કેરીના ભાવ 600 થી 1800 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં હજુ પણ કેરીના ભાવમાં વધારો ઘટાડો થઈ શકે છે. તેમજ કેરીના બોક્સની આવક થતાં જ માર્કેટિંગ યાર્ડના એજન્ટોમાં પણ ખુશી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત હાફૂસ, લંગડો, તોતાપુરી સહિતની અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે ત્યારે કેસર કેરી માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને કેસર કેરીની આવક ધીમી ગતિએ શરૂ થઈ છે. આ સાથે જ આગામી દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ સાથે જ હવે કેરી માટે લોકોને રાહ જોવી નહીં પડે અને 15 થી 20 દિવસમાં કેરીની ફુલ બહાર સીઝન શરૂ થઈ જશે અને લોકો કેરની મજા માણી શકશે. 

Junagadh News : કેરીના ચાહકો માટે સૌથી સારા સમાચાર આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ
  • દરરોજ 800 થી 1000 બોક્સની આવક શરૂ થઈ
  • એક બોક્સનો ભાવ 600 થી 1800 રૂપિયા પહોંચ્યો

ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ સરેરાશ કેરીની આવક 800 થી 1000 બોક્સની થઈ રહી છે. જૂનાગઢની કેસર કેરી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે આ વખતે તા કેરીના ચાહકોમાં પણ ખુશીની લાગણી ફેલાય છે. આ સાથે જ એક બોક્સનો ભાવ 600 થી 1800 રૂપિયા સુધી પહોંચ્યો છે.

કેરી માટે જૂનાગઢ ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીના બેથી પાંચ હજાર બોક્સની આવક થતી હતી. જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે. તેમજ ગત વર્ષે કેરીના બોક્સના ભાવ રૂ. 250 થી 500 હતા, જ્યારે આ વખતે કેરીના ભાવ 600 થી 1800 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે.


જોકે આગામી દિવસોમાં હજુ પણ કેરીના ભાવમાં વધારો ઘટાડો થઈ શકે છે. તેમજ કેરીના બોક્સની આવક થતાં જ માર્કેટિંગ યાર્ડના એજન્ટોમાં પણ ખુશી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત હાફૂસ, લંગડો, તોતાપુરી સહિતની અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે ત્યારે કેસર કેરી માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને કેસર કેરીની આવક ધીમી ગતિએ શરૂ થઈ છે.

આ સાથે જ આગામી દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ સાથે જ હવે કેરી માટે લોકોને રાહ જોવી નહીં પડે અને 15 થી 20 દિવસમાં કેરીની ફુલ બહાર સીઝન શરૂ થઈ જશે અને લોકો કેરની મજા માણી શકશે.