Ahmedabadના થલતેજમાં ફોર્ચ્યુનર કારે કિશોરીને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત

અમદાવાદમાં કાર અકસ્માતમાં કિશોરીનું મોત પોલીસે કારચાલકના ભાઈ-પિતા સામે નોંધી ફરિયાદ સગીર હોવા છતાં કાર ચલાવવા આપતા નોંધાઈ ફરિયાદ શુક્રવારે સાંજે અમદાવાદમાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કિશોરીનું સારવાર દરમિયા મોત નિપજ્યું છે.17 વર્ષીય કિશોરે કારથી અકસ્માત કર્યો હતો. જ્યારે પોલીસે સગીરના પિતા અને ભાઈ સામે ગુનો નોંધ્યો હતો. નિલેશ ભરવાડ, પિતા ગોવિંદ ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો. કિશોર જે ફોર્ચ્યુનર કાર ચલાવતો હતો તે કાર તેના ભાઈ નિલેશ ભરવાડના નામ પર છે.સગીર હોવા છતાં કાર ચલાવવા આપતા નોંધાઈ છે પોલીસ ફરિયાદ. રૂપિયાનો નશો કયારે ઉતરશે પુરપાટ ઝડપે કાર હંકાવીને નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરાઓ હજી પણ જાણે કે સુધરવાનું નામ ન લઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તથ્યકાંડ બાદ પણ હજી કેટલાક નબીરાઓ રૂપિયાના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરીને બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યાં છે. આવો જ વધુ એક બનાવ શહેરના થલતેજ વિસ્તારમાં શુક્રવારની સાંજે બન્યો હતો. પુરપાટ ઝડપે આવી રહેલ સગીર કારચાલકે એક કિશોરીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં અને સગીરને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. શું હતો કેસ પોશ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. થલતેજમાં આવેલ સાંદીપની સોસાયટી પાસે 16 વર્ષીય કિશોરી સાંજના સમયે નાસ્તો લેવા માટે જઇ રહી હતી. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં કિશોરીને ગંભીર રીતે ઇજા પહોચી હતી. ઘટનાની જાણ થઇ જતાં આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં. અને સગીર કારચાલકને ઝડપી લીધો હતો. કારમાં અન્ય ત્રણ યુવકો પણ સવાર હતાં. જેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.કિશોરીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી જયા તેમનુ મોત નિપજયું હતું. એન ડિવિઝન ટ્રાફિકે નોંધી ફરિયાદ સ્થાનિક લોકોનો આરોપ છે કે આ કાર ચાલક છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીંથી પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એન ડિવીઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

Ahmedabadના થલતેજમાં ફોર્ચ્યુનર કારે કિશોરીને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં કાર અકસ્માતમાં કિશોરીનું મોત
  • પોલીસે કારચાલકના ભાઈ-પિતા સામે નોંધી ફરિયાદ
  • સગીર હોવા છતાં કાર ચલાવવા આપતા નોંધાઈ ફરિયાદ

શુક્રવારે સાંજે અમદાવાદમાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કિશોરીનું સારવાર દરમિયા મોત નિપજ્યું છે.17 વર્ષીય કિશોરે કારથી અકસ્માત કર્યો હતો. જ્યારે પોલીસે સગીરના પિતા અને ભાઈ સામે ગુનો નોંધ્યો હતો. નિલેશ ભરવાડ, પિતા ગોવિંદ ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો. કિશોર જે ફોર્ચ્યુનર કાર ચલાવતો હતો તે કાર તેના ભાઈ નિલેશ ભરવાડના નામ પર છે.સગીર હોવા છતાં કાર ચલાવવા આપતા નોંધાઈ છે પોલીસ ફરિયાદ.

રૂપિયાનો નશો કયારે ઉતરશે

પુરપાટ ઝડપે કાર હંકાવીને નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરાઓ હજી પણ જાણે કે સુધરવાનું નામ ન લઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તથ્યકાંડ બાદ પણ હજી કેટલાક નબીરાઓ રૂપિયાના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરીને બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યાં છે. આવો જ વધુ એક બનાવ શહેરના થલતેજ વિસ્તારમાં શુક્રવારની સાંજે બન્યો હતો. પુરપાટ ઝડપે આવી રહેલ સગીર કારચાલકે એક કિશોરીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં અને સગીરને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો.

શું હતો કેસ

પોશ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. થલતેજમાં આવેલ સાંદીપની સોસાયટી પાસે 16 વર્ષીય કિશોરી સાંજના સમયે નાસ્તો લેવા માટે જઇ રહી હતી. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં કિશોરીને ગંભીર રીતે ઇજા પહોચી હતી. ઘટનાની જાણ થઇ જતાં આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં. અને સગીર કારચાલકને ઝડપી લીધો હતો. કારમાં અન્ય ત્રણ યુવકો પણ સવાર હતાં. જેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.કિશોરીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી જયા તેમનુ મોત નિપજયું હતું.

એન ડિવિઝન ટ્રાફિકે નોંધી ફરિયાદ

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ કાર ચાલક છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીંથી પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એન ડિવીઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.