Salman Khanના ઘર બહાર ફાયરિંગનો મુદ્દો NIA કોર્ટમાં ગૂંજ્યો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની NIA કોર્ટમાં રજૂઆત લોરેન્સની પૂછપરછ કરવા વકીલને જાણ હોવી જરૂરી કોર્ટની પરવાનગી વિના પૂછપરછ ન કરી શકે: લોરેન્સના વકીલ સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મુદ્દો NIA કોર્ટમાં ગૂંજ્યો છે. જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની NIA કોર્ટમાં રજૂઆત છે કે લોરેન્સની પૂછપરછ કરવા વકીલને જાણ હોવી જરૂરી છે. ત્યારે લોરેન્સના વકીલે જણાવ્યું છે કે કોર્ટની પરવાનગી વિના પૂછપરછ ન કરી શકે. NIA કોર્ટમાં લોરેન્સ સામેના કેસની 9 મે સુનાવણી થશે NIA કોર્ટમાં લોરેન્સ સામેના કેસની 9 મે સુનાવણી થશે. તેમજ Ndps કેસમાં લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં કેદ છે. લોરેન્સ સામે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં પૂછપરછ કરવા વકીલ અને કોર્ટને જાણ કરવા વકીલની રજુઆત છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર 14 એપ્રિલની સવારે ફાયરિંગ થતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા બંને બાઈકસવારોને પોલીસે પકડી લીધા છે. આ કેસની તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બંદૂક શોધી પૂછપરછ દરમિયાન આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે, આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓએ સુરતની નદીમાં બંદૂક ફેંકી દીધી હતી. તે બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ગઈ હતી. આરોપીઓએ પોલીસને સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી દીધી હોવાનું જણાવ્યું છે. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા હતા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત દોડી આવ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બંદૂક શોધી હતી. પોલીસે IPCની કલમ 506(2), 115, 201 હેઠળ કેસ નોંધ્યો આ કેસમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલને મુખ્ય આરોપી બનાવ્યા છે. અનમોલ બિશ્નોઈને વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બિશ્નોઈ બંધુઓ વિરુદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે. પોલીસે IPCની કલમ 506(2), 115, 201 હેઠળ કેસ નોંધ્યો છે.

Salman Khanના ઘર બહાર ફાયરિંગનો મુદ્દો NIA કોર્ટમાં ગૂંજ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની NIA કોર્ટમાં રજૂઆત
  • લોરેન્સની પૂછપરછ કરવા વકીલને જાણ હોવી જરૂરી
  • કોર્ટની પરવાનગી વિના પૂછપરછ ન કરી શકે: લોરેન્સના વકીલ

સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મુદ્દો NIA કોર્ટમાં ગૂંજ્યો છે. જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની NIA કોર્ટમાં રજૂઆત છે કે લોરેન્સની પૂછપરછ કરવા વકીલને જાણ હોવી જરૂરી છે. ત્યારે લોરેન્સના વકીલે જણાવ્યું છે કે કોર્ટની પરવાનગી વિના પૂછપરછ ન કરી શકે.

NIA કોર્ટમાં લોરેન્સ સામેના કેસની 9 મે સુનાવણી થશે

NIA કોર્ટમાં લોરેન્સ સામેના કેસની 9 મે સુનાવણી થશે. તેમજ Ndps કેસમાં લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં કેદ છે. લોરેન્સ સામે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં પૂછપરછ કરવા વકીલ અને કોર્ટને જાણ કરવા વકીલની રજુઆત છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર 14 એપ્રિલની સવારે ફાયરિંગ થતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા બંને બાઈકસવારોને પોલીસે પકડી લીધા છે. આ કેસની તપાસ ચાલી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બંદૂક શોધી

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે, આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓએ સુરતની નદીમાં બંદૂક ફેંકી દીધી હતી. તે બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ગઈ હતી. આરોપીઓએ પોલીસને સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી દીધી હોવાનું જણાવ્યું છે. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા હતા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત દોડી આવ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બંદૂક શોધી હતી.

પોલીસે IPCની કલમ 506(2), 115, 201 હેઠળ કેસ નોંધ્યો

આ કેસમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલને મુખ્ય આરોપી બનાવ્યા છે. અનમોલ બિશ્નોઈને વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બિશ્નોઈ બંધુઓ વિરુદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે. પોલીસે IPCની કલમ 506(2), 115, 201 હેઠળ કેસ નોંધ્યો છે.