ભચાઉના સુખપરમાં 7 શખ્સોએ હુમલો કરી નાખતા એક જ પરિવારના 4 લોકો ઘાયલ

 ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે ફટકારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી ગાંધીધામ: ભચાઉનાં સુખપર ગામમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ૭ ઈસમોએ એક જ પરિવારનાં ૪ સભ્યો પર ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં પરિવારનાં ૪ સભ્યો માંથી બે સભ્યોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.ભચાઉનાં સુખપરમાં રહેતા અરવિંદભાઈ મોહનભાઇ સથવારાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આરોપી ભાવિક ગોવિંદ સથવારા, ગોવિંદ ભીખા સથવારા, ભરત ભીખા સથવારા, લાલજી પરબત સથવારા, જગદીશ પરબત સથવારા, સૂરજ ઉર્ફે સુરેશ અરવિંદ સથવારા અને લીલા અરવિંદ સથવારા એક સંપ કરી ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે ફરિયાદીનાં ભાઈ જગદીશ જીવા સથવારા પર હુમલો કરી માર માર્યો હતો. જેમાં જગદીશને છોડાવા જતા ભાવિક ગોવિંદ સથવારા અને ગોવિંદ ભીખા સથવારાને પણ ધોકા અને કુહાડી વડે મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીનાં પિતા મોહનભાઇ ઝગડા વચ્ચે પાડતા આરોપી લીલાબેને તેમને ધોકા વડે ફટકારી અને ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ૭ આરોપીઓ વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભચાઉના સુખપરમાં 7 શખ્સોએ હુમલો કરી નાખતા એક જ પરિવારના 4 લોકો ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 

ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે ફટકારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી 

ગાંધીધામ: ભચાઉનાં સુખપર ગામમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ૭ ઈસમોએ એક જ પરિવારનાં ૪ સભ્યો પર ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં પરિવારનાં ૪ સભ્યો માંથી બે સભ્યોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.

ભચાઉનાં સુખપરમાં રહેતા અરવિંદભાઈ મોહનભાઇ સથવારાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આરોપી ભાવિક ગોવિંદ સથવારા, ગોવિંદ ભીખા સથવારા, ભરત ભીખા સથવારા, લાલજી પરબત સથવારા, જગદીશ પરબત સથવારા, સૂરજ ઉર્ફે સુરેશ અરવિંદ સથવારા અને લીલા અરવિંદ સથવારા એક સંપ કરી ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે ફરિયાદીનાં ભાઈ જગદીશ જીવા સથવારા પર હુમલો કરી માર માર્યો હતો. જેમાં જગદીશને છોડાવા જતા ભાવિક ગોવિંદ સથવારા અને ગોવિંદ ભીખા સથવારાને પણ ધોકા અને કુહાડી વડે મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીનાં પિતા મોહનભાઇ ઝગડા વચ્ચે પાડતા આરોપી લીલાબેને તેમને ધોકા વડે ફટકારી અને ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ૭ આરોપીઓ વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.