દેદાદરામાં રોડના કામમાં ટ્રેક્ટર રિવર્સ લેતા 13 વર્ષના બાળકને કચડી નાખ્યું

ઝાલાવાડમાં અકસ્માતના 2 બનાવમાં 2ના મોત : 1ને ઈજા પહોંચી દસાડાના ગવાણા પાસે બાઈકે પદયાત્રીને ટક્કર માર્યા બાદ ચાલકનું મોત જયારે બાઈક ચાલકને માથામાં ઈજા થતા મોત થયુ હતુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને દસાડા પોલીસ મથકે અકસ્માતના 2 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વઢવાણના દેદાદરા ગામે ચાલતા સીસીરોડના કામમાં પાણી પીવડાવવાનું ટેન્કર સાથે જોડાયેલ ટ્રેકટર રીવર્સ લેતા 13 વર્ષના બાળકનું મોત થયુ છે. જયારે દસાડાના ગવાણા પાસે બહુચરાજી જતા પદયાત્રીને બાઈકચાલકે અડફેટે લેતા પદયાત્રીને ઈજા પહોંચી હતી. જયારે બાઈક ચાલકનું મોત થયુ હતુ. વઢવાણ તાલુકાના દેદાદરા ગામે રહેતા 33 વર્ષીય મહીપતભાઈ ભુપતભાઈ પનારા મજુરી કામ કરે છે. હાલ દેદાદરા-ઝાંપોદડ રોડ પર સીસીરોડનું કામ ચાલુ છે. તા. 22ના રોજ સાંજે તેમનો 13 વર્ષીય દિકરો સંદીપ રમતો હતો. ત્યારે રોડને પાણી છાંટવાનું ટેન્કર ટ્રેકટર સાથે જોડી દેદાદરાના લક્ષ્મણભાઈ ધુડાભાઈ ભરવાડ ટ્રેકટર રીવર્સમાં લેતા હતા. જેમાં પાછળના વ્હીલમાં સંદીપ આવી જતા પેટના ભાગે ઈજા પહોંચતા તાત્કાલીક તેને ગાંધી હોસ્પીટલ લઈ જવાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની મહીપતભાઈએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર આર.ડી.ચૌહાણ ચલાવી રહ્યા છે. જયારે દસાડા પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ દસાડા તાલુકાના ઓડુ ગામે રહેતા 19 વર્ષીય શૈલેષ ગોરધનભાઈ મુલાડીયા પાટડીની સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે. તા. 22 એપ્રીલના રોજ તેઓ મિત્રો મહેશ હરખાભાઈ રાઠોડ અને સોંઢાભાઈ સાથે ઓડુથી પગપાળા ચાલીને બહુચરાજી ચૈત્રી પુનમ પર્વે દર્શન કરવા જતા હતા. ત્યારે દસાડા-બહુચરાજી હાઈવે પર ગવાણા ગામ પાસે પાછળથી પુરઝડપે આવેલા એક બાઈક ચાલકે શૈલેષભાઈ સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં શૈલેષભાઈને ઈજા પહોંચતા વિરમગામની શીવ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયારે બાઈક ચાલકને માથામાં ઈજા થતા મોત થયુ હતુ. બનાવની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.બી.અઘારા ચલાવી રહ્યા છે.

દેદાદરામાં રોડના કામમાં ટ્રેક્ટર રિવર્સ લેતા 13 વર્ષના બાળકને કચડી નાખ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાલાવાડમાં અકસ્માતના 2 બનાવમાં 2ના મોત : 1ને ઈજા પહોંચી
  • દસાડાના ગવાણા પાસે બાઈકે પદયાત્રીને ટક્કર માર્યા બાદ ચાલકનું મોત
  • જયારે બાઈક ચાલકને માથામાં ઈજા થતા મોત થયુ હતુ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને દસાડા પોલીસ મથકે અકસ્માતના 2 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વઢવાણના દેદાદરા ગામે ચાલતા સીસીરોડના કામમાં પાણી પીવડાવવાનું ટેન્કર સાથે જોડાયેલ ટ્રેકટર રીવર્સ લેતા 13 વર્ષના બાળકનું મોત થયુ છે. જયારે દસાડાના ગવાણા પાસે બહુચરાજી જતા પદયાત્રીને બાઈકચાલકે અડફેટે લેતા પદયાત્રીને ઈજા પહોંચી હતી. જયારે બાઈક ચાલકનું મોત થયુ હતુ.

વઢવાણ તાલુકાના દેદાદરા ગામે રહેતા 33 વર્ષીય મહીપતભાઈ ભુપતભાઈ પનારા મજુરી કામ કરે છે. હાલ દેદાદરા-ઝાંપોદડ રોડ પર સીસીરોડનું કામ ચાલુ છે. તા. 22ના રોજ સાંજે તેમનો 13 વર્ષીય દિકરો સંદીપ રમતો હતો. ત્યારે રોડને પાણી છાંટવાનું ટેન્કર ટ્રેકટર સાથે જોડી દેદાદરાના લક્ષ્મણભાઈ ધુડાભાઈ ભરવાડ ટ્રેકટર રીવર્સમાં લેતા હતા. જેમાં પાછળના વ્હીલમાં સંદીપ આવી જતા પેટના ભાગે ઈજા પહોંચતા તાત્કાલીક તેને ગાંધી હોસ્પીટલ લઈ જવાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની મહીપતભાઈએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર આર.ડી.ચૌહાણ ચલાવી રહ્યા છે. જયારે દસાડા પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ દસાડા તાલુકાના ઓડુ ગામે રહેતા 19 વર્ષીય શૈલેષ ગોરધનભાઈ મુલાડીયા પાટડીની સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે. તા. 22 એપ્રીલના રોજ તેઓ મિત્રો મહેશ હરખાભાઈ રાઠોડ અને સોંઢાભાઈ સાથે ઓડુથી પગપાળા ચાલીને બહુચરાજી ચૈત્રી પુનમ પર્વે દર્શન કરવા જતા હતા. ત્યારે દસાડા-બહુચરાજી હાઈવે પર ગવાણા ગામ પાસે પાછળથી પુરઝડપે આવેલા એક બાઈક ચાલકે શૈલેષભાઈ સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં શૈલેષભાઈને ઈજા પહોંચતા વિરમગામની શીવ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયારે બાઈક ચાલકને માથામાં ઈજા થતા મોત થયુ હતુ. બનાવની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.બી.અઘારા ચલાવી રહ્યા છે.