જાગૃત્તિ :મહત્તમ મતદાન માટે મતદારોને પેટ્રોલમાં ડિસ્કાઉન્ટ આપવા આયોજન

જિલ્લા ચૂંટણી અધિકારીએ પેટ્રોલપંપ એસો.ના હોદ્દેદારો સાથે બેઠક કરીમતદારોને મત આપવા માટે પ્રોત્સાહન મળે તે માટે નવતર પ્રયોગ મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપી મહત્તમ મતદાન માટે ચર્ચા કરીસુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે. ત્યારે મતદાન જાગૃતીના કાર્યક્રમો થકી મહત્તમ મતદાન માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના પેટ્રોલપંપ એસોસીયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપી મહત્તમ મતદાન માટે ચર્ચા કરી હતી.લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે તા.7મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન થનાર છે. તા. 7ના રોજ મહત્તમ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. જેમાં ઠેરઠેર મતદાન જાગૃતીના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે એક નવતર પ્રયોગના અમલીકરણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી. સંપટે જિલ્લાના પેટ્રોલપંપ એસોસીયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં માંડવરાયજી પેટ્રોલીયમના મયુરસીંહ પરમાર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં તા.1થી 7 મે દરમિયાન પેટ્રોલપંપ પર બેનરો અને અન્ય માધ્યમો દ્વારા મતદાર જાગૃતીનો પ્રચાર પ્રસાર કરવા ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તા. 7ના રોજ મતદાનના દિવસે મતદાન કરે મતદારોને પેટ્રોલ રીફીલીંગ પર અવસર ડીસ્કાઉન્ટ આપવા બાબતે પણ ચર્ચા થઈ હતી. જે મતદારો મતદાન કરીને આવી અને શાહીયુકત ટપકાવાળી આંગળી દર્શાવે તેને ડિસ્કાઉન્ટ આપવાનું આયોજન છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એચ.કે.આચાર્ય સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ અંગે માંડવરાયજી પેટ્રોલીયમના મયુરસીંહ પરમારે જણાવ્યુ કે, મહત્તમ મતદાનના અવસરમાં અમોને સહભાગી થવાની તક મળે છે તે આવકારદાયક છે. જિલ્લા ચૂંટણી વિભાગે અમારા એસોસીયેશન સાથે બેઠક કરી હતી. તા. 28મીએ અમારા એસોસીયેશનની મીટીંગમાં અંતિમ નિર્ણય લઈશું.

જાગૃત્તિ :મહત્તમ મતદાન માટે મતદારોને પેટ્રોલમાં ડિસ્કાઉન્ટ આપવા આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા ચૂંટણી અધિકારીએ પેટ્રોલપંપ એસો.ના હોદ્દેદારો સાથે બેઠક કરી
  • મતદારોને મત આપવા માટે પ્રોત્સાહન મળે તે માટે નવતર પ્રયોગ
  • મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપી મહત્તમ મતદાન માટે ચર્ચા કરી


સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7 મેના રોજ મતદાન થનાર છે. ત્યારે મતદાન જાગૃતીના કાર્યક્રમો થકી મહત્તમ મતદાન માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના પેટ્રોલપંપ એસોસીયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપી મહત્તમ મતદાન માટે ચર્ચા કરી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે તા.7મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન થનાર છે. તા. 7ના રોજ મહત્તમ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે. જેમાં ઠેરઠેર મતદાન જાગૃતીના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે એક નવતર પ્રયોગના અમલીકરણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી. સંપટે જિલ્લાના પેટ્રોલપંપ એસોસીયેશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં માંડવરાયજી પેટ્રોલીયમના મયુરસીંહ પરમાર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં તા.1થી 7 મે દરમિયાન પેટ્રોલપંપ પર બેનરો અને અન્ય માધ્યમો દ્વારા મતદાર જાગૃતીનો પ્રચાર પ્રસાર કરવા ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તા. 7ના રોજ મતદાનના દિવસે મતદાન કરે મતદારોને પેટ્રોલ રીફીલીંગ પર અવસર ડીસ્કાઉન્ટ આપવા બાબતે પણ ચર્ચા થઈ હતી. જે મતદારો મતદાન કરીને આવી અને શાહીયુકત ટપકાવાળી આંગળી દર્શાવે તેને ડિસ્કાઉન્ટ આપવાનું આયોજન છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એચ.કે.આચાર્ય સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ અંગે માંડવરાયજી પેટ્રોલીયમના મયુરસીંહ પરમારે જણાવ્યુ કે, મહત્તમ મતદાનના અવસરમાં અમોને સહભાગી થવાની તક મળે છે તે આવકારદાયક છે. જિલ્લા ચૂંટણી વિભાગે અમારા એસોસીયેશન સાથે બેઠક કરી હતી. તા. 28મીએ અમારા એસોસીયેશનની મીટીંગમાં અંતિમ નિર્ણય લઈશું.