જખવાડા પાસે બસચાલકની તબિયત લથડતા અકસ્માત, 41 મુસાફરો બચ્યા

ચાલક બસ થોભાવે તે પહેલાં સાઈડમાં ઘસી ગઈ, દીવાલ આડે આવતા દુર્ધટના ટળીઅકસ્માતમાં મોટો હાદસો થતાં ટળ્યો હતો બસચાલક પંકજભાઇને અચાનક બે ચેની વર્તાઈ ચક્કર આવ્યા હતા ઝાલોદ થી જામનગર તરફ્ હંકારી જતાં બસ ચાલકની તબીયત મંગળવારે હાઈવે માર્ગ પર વિરમગામ તાલુકાના જખવાડા ગામ નજીકમાં લથડી હતી.જેથી સમય સૂચકતા વાપરી બસ થોભાવી દેવા ગતી ધીમી કરી દીધી હતી પરંતુ બસ થોભે એ પેહલા બસ રસ્તા પરથી સાઈડમાં ધસી ગઈ હતી. સદનસીબે સાઈડમાં એક દિવાલ આડે આવી જતા બસ માં સવાર એકતાલીસ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માતમાં મોટો હાદસો થતાં ટળ્યો હતો. કન્ડક્ટર અને એક વૃદ્ધને સામાન્ય ઇજા થઇ હતી. બસ ચાલક સહિત ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય પરિવહનના ગોધરા બસ ડેપોની ઝાલોદથી જામનગર રૂટની બસ પંકજભાઈ કહાનસિંહ બારૈયા (રહેવાસી મોરવાડ, દાહોદ)ના 45 વર્ષીય બસચાલક અને કન્ડક્ટર રાયસંગભાઈ મંગળવારે સવારે 11 વાગ્યે બસ લઈને નીકળ્યા હતા. અમદાવાદથી આગળ વધતા બસમાં એકતાલિસ જેટલા મુસાફરો મુસાફ્રરી કરી રહ્યા હતા. બસ અમદાવાદ કચ્છ હાઈવે માર્ગ પર આગળ વધી ચાર કલાક આસપાસ સમયે વિરમગામ તાલુકાના જખવાડા ગામ નજીકમાં પહોંચી હતી ત્યારે બસચાલક પંકજભાઇને અચાનક બે ચેની વર્તાઈ ચક્કર આવ્યા હતા. જેથી તુરંત તેમણે બસ થોભાવવા ગતી ધીમી કરી દીધી હતી અને બસ રસ્તા પરથી સાઈડમાં લીધી હતી.બસ થોભે એ પહેલાં જ પળવારમાં બસ ચાલકની તબિયત લથડી જતા બસ સાઈડમાં ધસી ગઈ હતી.સદનસીબે એક દિવાલ આવી જવાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે કન્ડક્ટર અને એક વૃદ્ધ મુસાફ્રને સામાન્ય ઈજા થઈ હતી.બસ ચાલક અને ઈજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જખવાડા પાસે બસચાલકની તબિયત લથડતા અકસ્માત, 41 મુસાફરો બચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલક બસ થોભાવે તે પહેલાં સાઈડમાં ઘસી ગઈ, દીવાલ આડે આવતા દુર્ધટના ટળી
  • અકસ્માતમાં મોટો હાદસો થતાં ટળ્યો હતો
  • બસચાલક પંકજભાઇને અચાનક બે ચેની વર્તાઈ ચક્કર આવ્યા હતા

ઝાલોદ થી જામનગર તરફ્ હંકારી જતાં બસ ચાલકની તબીયત મંગળવારે હાઈવે માર્ગ પર વિરમગામ તાલુકાના જખવાડા ગામ નજીકમાં લથડી હતી.જેથી સમય સૂચકતા વાપરી બસ થોભાવી દેવા ગતી ધીમી કરી દીધી હતી પરંતુ બસ થોભે એ પેહલા બસ રસ્તા પરથી સાઈડમાં ધસી ગઈ હતી. સદનસીબે સાઈડમાં એક દિવાલ આડે આવી જતા બસ માં સવાર એકતાલીસ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માતમાં મોટો હાદસો થતાં ટળ્યો હતો. કન્ડક્ટર અને એક વૃદ્ધને સામાન્ય ઇજા થઇ હતી. બસ ચાલક સહિત ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય પરિવહનના ગોધરા બસ ડેપોની ઝાલોદથી જામનગર રૂટની બસ પંકજભાઈ કહાનસિંહ બારૈયા (રહેવાસી મોરવાડ, દાહોદ)ના 45 વર્ષીય બસચાલક અને કન્ડક્ટર રાયસંગભાઈ મંગળવારે સવારે 11 વાગ્યે બસ લઈને નીકળ્યા હતા. અમદાવાદથી આગળ વધતા બસમાં એકતાલિસ જેટલા મુસાફરો મુસાફ્રરી કરી રહ્યા હતા. બસ અમદાવાદ કચ્છ હાઈવે માર્ગ પર આગળ વધી ચાર કલાક આસપાસ સમયે વિરમગામ તાલુકાના જખવાડા ગામ નજીકમાં પહોંચી હતી ત્યારે બસચાલક પંકજભાઇને અચાનક બે ચેની વર્તાઈ ચક્કર આવ્યા હતા. જેથી તુરંત તેમણે બસ થોભાવવા ગતી ધીમી કરી દીધી હતી અને બસ રસ્તા પરથી સાઈડમાં લીધી હતી.બસ થોભે એ પહેલાં જ પળવારમાં બસ ચાલકની તબિયત લથડી જતા બસ સાઈડમાં ધસી ગઈ હતી.સદનસીબે એક દિવાલ આવી જવાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે કન્ડક્ટર અને એક વૃદ્ધ મુસાફ્રને સામાન્ય ઈજા થઈ હતી.બસ ચાલક અને ઈજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.