અમરેલી પંથકમાં બાળકી બોરમાં ફસાઈ જતાં કલાકો સુધી રેસ્કયુ ઓપરેશન

બાળકીને બચાવવા માટે રેસ્કયુ રોબોટને કામે લગાડયો બોરમાં 40થી 50 ફૂટ ઊંડે ઓક્સિજન પહોંચાડી બોર નજીક સમાંતર ખાડો કરી બાળકીને બહાર કાઢવા મોડી રાત્રિ સુધી મથામણઅમરેલી, : અમરેલીના લાઠી તાલુકાના સુરગપરા ગામે આરોહી નામની એક દોઢ વર્ષની ખેત મજુર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરવેલમાં ખાબકી હતી. પરિવારની એક ને એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા તેના માતા-પિતા હતપ્રભ બની ગયા હતા  બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઓપરેશન આરોહી શરુ કરવામાં આવ્યું હતું અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હતા.લાઠી તાલુકાના સુરગપરા ગામે આવેલ ભનુભાઇ ભીખાભાઇ કાકડિયા નામના એક ખેડૂતના ખેતરમાં ખેત મજૂરી કામ કરવા માટે દાહોદથી આવેલ કરમણભાઇ રમેશભાઈ અમલીયાર અને સાવિત્રીબેનની એક ને એક દીકરી આરોહી આજે સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના સમય દરમિયાન બોરમાં પડી ગઈ હતી.બાળકીના માતા-પિતા સહિતના પરિવારના લોકો સીઝન ચાલી રહી હોવાથી દોઢ વર્ષની આરોહીને સુવડાવી અને કપાસિયા સોંપવા માટે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક બાળકી ઉઠી દરરોજના રૃટિન પ્રમાણે બહાર રમી રહી હતી. તે દરમિયાન ખેતરમાં આવેલ ખુલ્લા બોર પરથી પત્થર ખસી જતા બાળકી બોરમાં  ખાબકી હતી. દરમિયાન દીકરી ન દેખાતા અને ક્યાંક અવાજ સાંભળતા ૧૨ વાગ્યાના આસપાસ દીકરી બોરવેલમાં ફસાઈ હોવાનું પરિવારના લોકોને પ્રતીત થયું હતું.આ ઘટના બાદ બાળકીના પિતાએ તેના ખેતર માલિકને જાણ કરતા તેમના દ્વારા બાળકીને બહાર કાઢવા માટે જીસીબી સહિતના સાધનો મંગાવ્યા અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.આ બાદ બાળકીને બચાવવા માટે પ્રશાસન દ્વારા અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી અમરેલીથી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ બાળકીને બોરમાં ઓક્સિજન સતત મળતો રહે તે માટે  પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા હતા. તેમજ બાળકીને  બચાવવા ફાયર વિભાગ દ્વારા ઈમર્સજન્સી સવસના કેમરા તેમજ રાજુલાના એક મહેશ આહિરના નામના યુવક દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ રેસ્ક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. આ રોબોટની મદદથી બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો અને આ રોબોટ બાળકી સુધી નીચે પહોંચી ગયો હતો પરંતુ બાળકીનું માથું બોરવેલના પાઇપ સાથે અડેકેલું હોવાને કારણે મુશ્કેલી પડી હતી. જોકે તે માટે સળિયા મંગાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ કરીને બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સાઈડમાં એક ઊંડો ખાડો કરી અને બહાર કાઢી શકાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. બચાવ કાર્ય માટે વડોદરાથી પણ એક એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ અમરેલી જિલ્લા કલેકટર ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા અને સરકાર તરફથી બાળકીને બહાર કાઢવા માટે જોતી મદદ માટે તત્પરતા દાખવી હતી.

અમરેલી પંથકમાં બાળકી બોરમાં ફસાઈ જતાં કલાકો સુધી રેસ્કયુ ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બાળકીને બચાવવા માટે રેસ્કયુ રોબોટને કામે લગાડયો બોરમાં 40થી 50 ફૂટ ઊંડે ઓક્સિજન પહોંચાડી બોર નજીક સમાંતર ખાડો કરી બાળકીને બહાર કાઢવા મોડી રાત્રિ સુધી મથામણ

અમરેલી, : અમરેલીના લાઠી તાલુકાના સુરગપરા ગામે આરોહી નામની એક દોઢ વર્ષની ખેત મજુર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરવેલમાં ખાબકી હતી. પરિવારની એક ને એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા તેના માતા-પિતા હતપ્રભ બની ગયા હતા  બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઓપરેશન આરોહી શરુ કરવામાં આવ્યું હતું અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હતા.

લાઠી તાલુકાના સુરગપરા ગામે આવેલ ભનુભાઇ ભીખાભાઇ કાકડિયા નામના એક ખેડૂતના ખેતરમાં ખેત મજૂરી કામ કરવા માટે દાહોદથી આવેલ કરમણભાઇ રમેશભાઈ અમલીયાર અને સાવિત્રીબેનની એક ને એક દીકરી આરોહી આજે સવારના ૧૦ થી ૧૧ વાગ્યાના સમય દરમિયાન બોરમાં પડી ગઈ હતી.બાળકીના માતા-પિતા સહિતના પરિવારના લોકો સીઝન ચાલી રહી હોવાથી દોઢ વર્ષની આરોહીને સુવડાવી અને કપાસિયા સોંપવા માટે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક બાળકી ઉઠી દરરોજના રૃટિન પ્રમાણે બહાર રમી રહી હતી. તે દરમિયાન ખેતરમાં આવેલ ખુલ્લા બોર પરથી પત્થર ખસી જતા બાળકી બોરમાં  ખાબકી હતી. દરમિયાન દીકરી ન દેખાતા અને ક્યાંક અવાજ સાંભળતા ૧૨ વાગ્યાના આસપાસ દીકરી બોરવેલમાં ફસાઈ હોવાનું પરિવારના લોકોને પ્રતીત થયું હતું.આ ઘટના બાદ બાળકીના પિતાએ તેના ખેતર માલિકને જાણ કરતા તેમના દ્વારા બાળકીને બહાર કાઢવા માટે જીસીબી સહિતના સાધનો મંગાવ્યા અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.

આ બાદ બાળકીને બચાવવા માટે પ્રશાસન દ્વારા અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી અમરેલીથી ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ બાળકીને બોરમાં ઓક્સિજન સતત મળતો રહે તે માટે  પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા હતા. તેમજ બાળકીને  બચાવવા ફાયર વિભાગ દ્વારા ઈમર્સજન્સી સવસના કેમરા તેમજ રાજુલાના એક મહેશ આહિરના નામના યુવક દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ રેસ્ક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. આ રોબોટની મદદથી બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો અને આ રોબોટ બાળકી સુધી નીચે પહોંચી ગયો હતો પરંતુ બાળકીનું માથું બોરવેલના પાઇપ સાથે અડેકેલું હોવાને કારણે મુશ્કેલી પડી હતી. જોકે તે માટે સળિયા મંગાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ કરીને બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સાઈડમાં એક ઊંડો ખાડો કરી અને બહાર કાઢી શકાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. બચાવ કાર્ય માટે વડોદરાથી પણ એક એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ અમરેલી જિલ્લા કલેકટર ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા અને સરકાર તરફથી બાળકીને બહાર કાઢવા માટે જોતી મદદ માટે તત્પરતા દાખવી હતી.