રાપરમાં રખડતા આખલાનો આતંક,એક વ્યકિતનું થયુ મોત

રાપરમાં રખડતા આખલાના કારણે નિવૃત PWDના કર્મચારીનું મોત રખડતા આખલાના કારણે છ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા નગરપાલિકા જાણે છે તેમ છત્તા આંખલાને ઢોરવાડે નથી પૂરતી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વધી રહ્યો છે જેમાંથી રખડતા ઢોરો અને આંખલાઓ એક ઢોર નિભાવી રહેલી સંસ્થાના છે જેમાં ચરાવા માટે જ્યારે જાય છે ત્યારે વગડામાં જવાના બદલે રાપર શહેરમા આવી જાય છે અને આંતક મચાવી રહ્યા છે રાપર શહેરમા લગભગ 1500-2000 જેટલા રખડતા ઢોરો અને આખલાઓ છે શહેરની કોઈ ગલી બાકી નહી હોય કે જ્યાં આંખલાઓ જોવા ન મળે તેનુ કારણ ગામડામાંથી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થામા મૂકવા માટે આવે છે. રખડતા આંખલાનો ત્રાસ ઢોર નિભાવી રહેલી સંસ્થા ઢોર સ્વીકારવા ની ના પાડી દે છે એટલે સંસ્થાની બહાર રખડતા મૂકી ગામડાના લોકો જતા રહે છે રાપર શહેરમાં છેલ્લા એક દાયકામા રખડતા ઢોરો અને આખલાઓના લીધે સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે,આખલાઓના લીધે આજે સવારે અયોધ્યાપુરી વિસ્તારમાં એક આખલો ભુરાયો કે હડકાયો થયો હતો આ આખલાએ છ થી સાત લોકોને હડફેટે લીધા હતા જેમાં PWDના નિવૃત્ત કર્મચારી કરશન ભાઈ સવજી માલી ઉ.વ.67 ને અડફટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને પ્રથમ રાપર ખાતે સારવાર આપવામાં આવી હતી વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવી રહયા હતા ત્યાં રસ્તામાં જ તેમનું મોત થયું હતુ. રોડ પર ના ફેંકો એઠવાડ તો અન્ય ચારથી પાંચ લોકો ને અડફટે લીધા હતા જેમાં ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક સારવાર માટે રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ આખલાએ સવારે આંતક મચાવી દીધો હતો રાપર શહેરમા પણ નગરપાલિકાના પાપે શાકભાજી વેપારીઓ તથા નાસ્તાની દુકાન તેમજ લારી ચલાવતા વેપારીઓ રોડ પર એઠવાડ ફેંકે છે,જાહેર રસ્તા પર આખલાની ફાઈટ જામે છે રાપર નગરપાલિકા દ્વારા રખડતા આખલા અને ઢોર પકડવાની કાર્યવાહી નાટક પુરતી કરી લે છે પરંતુ ઢોરો નિભાવી રહેલી સંસ્થા પર કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તે કયા કારણોસર પગલાં લેતા નથી તે શંકાસ્પદ છે, નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાને આ અંગે પૂછપરછ કરતા તેમણે રખડતા ઢોરો અને આખલા ને પકડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. 

રાપરમાં રખડતા આખલાનો આતંક,એક વ્યકિતનું થયુ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાપરમાં રખડતા આખલાના કારણે નિવૃત PWDના કર્મચારીનું મોત
  • રખડતા આખલાના કારણે છ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા
  • નગરપાલિકા જાણે છે તેમ છત્તા આંખલાને ઢોરવાડે નથી પૂરતી

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વધી રહ્યો છે જેમાંથી રખડતા ઢોરો અને આંખલાઓ એક ઢોર નિભાવી રહેલી સંસ્થાના છે જેમાં ચરાવા માટે જ્યારે જાય છે ત્યારે વગડામાં જવાના બદલે રાપર શહેરમા આવી જાય છે અને આંતક મચાવી રહ્યા છે રાપર શહેરમા લગભગ 1500-2000 જેટલા રખડતા ઢોરો અને આખલાઓ છે શહેરની કોઈ ગલી બાકી નહી હોય કે જ્યાં આંખલાઓ જોવા ન મળે તેનુ કારણ ગામડામાંથી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થામા મૂકવા માટે આવે છે.

રખડતા આંખલાનો ત્રાસ

ઢોર નિભાવી રહેલી સંસ્થા ઢોર સ્વીકારવા ની ના પાડી દે છે એટલે સંસ્થાની બહાર રખડતા મૂકી ગામડાના લોકો જતા રહે છે રાપર શહેરમાં છેલ્લા એક દાયકામા રખડતા ઢોરો અને આખલાઓના લીધે સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે,આખલાઓના લીધે આજે સવારે અયોધ્યાપુરી વિસ્તારમાં એક આખલો ભુરાયો કે હડકાયો થયો હતો આ આખલાએ છ થી સાત લોકોને હડફેટે લીધા હતા જેમાં PWDના નિવૃત્ત કર્મચારી કરશન ભાઈ સવજી માલી ઉ.વ.67 ને અડફટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને પ્રથમ રાપર ખાતે સારવાર આપવામાં આવી હતી વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવી રહયા હતા ત્યાં રસ્તામાં જ તેમનું મોત થયું હતુ.

રોડ પર ના ફેંકો એઠવાડ

તો અન્ય ચારથી પાંચ લોકો ને અડફટે લીધા હતા જેમાં ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક સારવાર માટે રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ આખલાએ સવારે આંતક મચાવી દીધો હતો રાપર શહેરમા પણ નગરપાલિકાના પાપે શાકભાજી વેપારીઓ તથા નાસ્તાની દુકાન તેમજ લારી ચલાવતા વેપારીઓ રોડ પર એઠવાડ ફેંકે છે,જાહેર રસ્તા પર આખલાની ફાઈટ જામે છે રાપર નગરપાલિકા દ્વારા રખડતા આખલા અને ઢોર પકડવાની કાર્યવાહી નાટક પુરતી કરી લે છે પરંતુ ઢોરો નિભાવી રહેલી સંસ્થા પર કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તે કયા કારણોસર પગલાં લેતા નથી તે શંકાસ્પદ છે, નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાને આ અંગે પૂછપરછ કરતા તેમણે રખડતા ઢોરો અને આખલા ને પકડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.