Khambhat News: ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલે લીધા શપથ, જાણો રાજકીય સફર

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ શપથવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ ગુજરાતની વાત કરીએ તો નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની શપથવિધિ આજે યોજાઈ હતી. આ ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા. જેમાં સી.જે.ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણીએ શપથ લીધા હતા. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા. શપથવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. હવે વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ છે. કોણ છે ચિરાગ પટેલ આજે ભાજપમાં જોડાયેલા ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાત બેઠકથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે અને સાથે સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. એક વર્ષમાં ફાડ્યો કોંગ્રેસ સાથેનો છેડો ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા.ચૂંટણી જીત્યાને માંડ એક વર્ષ પૂર્ણ થયુ હતુ ત્યાં તો તેમને કેસરીયા કરી દીધા હતા. ચિરાગ પટેલે ડિસેમ્બર 2023માં કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા.

Khambhat News: ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલે લીધા શપથ, જાણો રાજકીય સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ
  • શપથવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર
  • વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ

ગુજરાતની વાત કરીએ તો નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોની શપથવિધિ આજે યોજાઈ હતી. આ ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા. જેમાં સી.જે.ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણીએ શપથ લીધા હતા. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા. શપથવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. હવે વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા 161 થઈ છે.

કોણ છે ચિરાગ પટેલ

આજે ભાજપમાં જોડાયેલા ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાત બેઠકથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે અને સાથે સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે.

એક વર્ષમાં ફાડ્યો કોંગ્રેસ સાથેનો છેડો

ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા.ચૂંટણી જીત્યાને માંડ એક વર્ષ પૂર્ણ થયુ હતુ ત્યાં તો તેમને કેસરીયા કરી દીધા હતા. ચિરાગ પટેલે ડિસેમ્બર 2023માં કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા.