Suratમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ

બારડોલીમાં 12 વાગ્યાં સુધી સાડા ચાર ઈંચ વરસાદ જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પર પાણી ભરાયા લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે સુરતમાં વરસાદની ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેમાં સુરતમાં સવારથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે. બારડોલીમાં 12 વાગ્યાં સુધી સાડા ચાર ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પર પાણી ભરાયા છે. તેમાં લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે. જૂની કિંકવાડ, ઉતારા, વધાવા, ગામો સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ છે. જિલ્લામાં વહેલી સવારથી વરસતા વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ છે. તેમાં બારડોલીમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ વરસાદ આવ્યો છે. બારડોલી તાલુકાના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પર આવેલ ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ લો લેવલ બ્રિજ પરથી પાણી ફળી વળતા સામે પાર આવેલ જૂની કિંકવાડ, ઉતારા, વધાવા, ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા છે. સંપર્ક વિહોણા ગામજનોને બારડોલી આવવા માટે પાંચ કિલોમીટરનો ચકરાવો ફરવો પડશે. તેમજ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લો લેવલ બ્રિજ પરથી પાણી ફળી વળતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી.રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

Suratમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બારડોલીમાં 12 વાગ્યાં સુધી સાડા ચાર ઈંચ વરસાદ
  • જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પર પાણી ભરાયા
  • લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે

સુરતમાં વરસાદની ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેમાં સુરતમાં સવારથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે. બારડોલીમાં 12 વાગ્યાં સુધી સાડા ચાર ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પર પાણી ભરાયા છે. તેમાં લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે. જૂની કિંકવાડ, ઉતારા, વધાવા, ગામો સંપર્ક વિહોણા થયા છે.

તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ

તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ છે. જિલ્લામાં વહેલી સવારથી વરસતા વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ છે. તેમાં બારડોલીમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ વરસાદ આવ્યો છે. બારડોલી તાલુકાના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પર આવેલ ચિક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ લો લેવલ બ્રિજ પરથી પાણી ફળી વળતા સામે પાર આવેલ જૂની કિંકવાડ, ઉતારા, વધાવા, ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા છે. સંપર્ક વિહોણા ગામજનોને બારડોલી આવવા માટે પાંચ કિલોમીટરનો ચકરાવો ફરવો પડશે. તેમજ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લો લેવલ બ્રિજ પરથી પાણી ફળી વળતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો.

પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી.રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.