રૂપાલા વિવાદ વચ્ચે કરણી સેના અધ્યક્ષનું મોટું એલાન, ભાજપના હેડક્વાર્ટર છાવણીમાં ફેરવાયા

Lok Sabha Elections 2024 | રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયોએ ભાજપ સામે બાથ ભીડી છે. હવે કરણીસેનાએ કમલમને ઘેરો ઘાલવા એલાન કર્યુ છે ત્યારે કોબા સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કમલમ પર આવનારાં તમામ મુલાકાતીઓ પર બારકાઈથી નજર રાખવામાં આવી રહી છે.ભાજપ મુખ્યાલય કમલમ હવે કરણીસેનાના નિશાના પર છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં કમલમનો ઘેરાવ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ક્ષત્રિય મહિલાઓએ પણ કમલમ ખાતે જોહર કરવાની ચિમકી આપી હતી. આ જોતા ગાંધીનગર પોલીસ સતર્ક બની છે.કમલમ તરફ જતાં માર્ગો પર બેરિકેડ મૂકી દેવાયા છે. સિસિટીવી પર તમામ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. કરણીસેનાની ચિમકીને પગલે કમલમને ફરતે પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત ફાયરની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચેકિંગ કર્યા બાદ જ કમલમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ખાનગી પ્રેસમાં સજ પોલીસ બધીય ગતિવિધી પર નજર રાખી રહી છે. માત્ર ક્મલમ જ નહીં, પણ ગુજરાતમાં ભાજપના તમ છેલ્લા પોલીસ દેવામાં આવી છે. આમ, ગુજરાત ભાજપના કાર્યાલય ક્ષત્રિયોના નિશાન પર છે. ગમે તે ઘડીએ વિરોધ થઈ શકે છે તેવી ભીતિને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળશેરૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ ઓછો થતો જ નથી. ધંધુકામાં રવિવારે ક્ષત્રિય સમાજનું એક વિશાળ સંમેલન મૂળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ક્ષત્રિયો આગામી દિવસમાં ભાજપ હાઈકમાન્ડ સામે ગાંધી ચિધ્યાં માર્ગે વિરોધ કરીને કેવી રીતે રાજકીય દબાણ ઉભુ કરવું છે અંગે ચર્ચા વિચારણા કરશે અને આગામી રણનીતિ ઘડશે.

રૂપાલા વિવાદ વચ્ચે કરણી સેના અધ્યક્ષનું મોટું એલાન, ભાજપના હેડક્વાર્ટર છાવણીમાં ફેરવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 | રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયોએ ભાજપ સામે બાથ ભીડી છે. હવે કરણીસેનાએ કમલમને ઘેરો ઘાલવા એલાન કર્યુ છે ત્યારે કોબા સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કમલમ પર આવનારાં તમામ મુલાકાતીઓ પર બારકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

ભાજપ મુખ્યાલય કમલમ હવે કરણીસેનાના નિશાના પર છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં કમલમનો ઘેરાવ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ક્ષત્રિય મહિલાઓએ પણ કમલમ ખાતે જોહર કરવાની ચિમકી આપી હતી. આ જોતા ગાંધીનગર પોલીસ સતર્ક બની છે.

કમલમ તરફ જતાં માર્ગો પર બેરિકેડ મૂકી દેવાયા છે. સિસિટીવી પર તમામ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. કરણીસેનાની ચિમકીને પગલે કમલમને ફરતે પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત ફાયરની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચેકિંગ કર્યા બાદ જ કમલમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ખાનગી પ્રેસમાં સજ પોલીસ બધીય ગતિવિધી પર નજર રાખી રહી છે. માત્ર ક્મલમ જ નહીં, પણ ગુજરાતમાં ભાજપના તમ છેલ્લા પોલીસ દેવામાં આવી છે. આમ, ગુજરાત ભાજપના કાર્યાલય ક્ષત્રિયોના નિશાન પર છે. ગમે તે ઘડીએ વિરોધ થઈ શકે છે તેવી ભીતિને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે

રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ ઓછો થતો જ નથી. ધંધુકામાં રવિવારે ક્ષત્રિય સમાજનું એક વિશાળ સંમેલન મૂળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ક્ષત્રિયો આગામી દિવસમાં ભાજપ હાઈકમાન્ડ સામે ગાંધી ચિધ્યાં માર્ગે વિરોધ કરીને કેવી રીતે રાજકીય દબાણ ઉભુ કરવું છે અંગે ચર્ચા વિચારણા કરશે અને આગામી રણનીતિ ઘડશે.