Rain In Gujarat: અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ફૂંકાયો પવન

શહેરમાં ઉડી ધૂળની ડમરીઓ એસ.જી. હાઈવે પર ફૂંકાયો ભારે પવન બોટાદ, ભાવનગર, રાજકોટ, દાહોદમાં વરસાદી માહોલકાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને સાથે જ એસ.જી. હાઈવે પર ભારે પવન ફૂંકાયો છે. આ સિવાય પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રાણપુર પંથકમાં વાવાઝોડાની જોરદાર અસર રાણપુરમાં ભારે પવનથી વીજ પોલ થયા ધરાશાયી. બરવાળા રોડ પર વીજપોલ થયો ધરાશાયી. વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો. મદની નગર વિસ્તારમાં 4 જેટલા વૃક્ષો થયા ધરાશાયી.કલોલમાં ગાજવીજ સાથે વરસાદકલોલની વાત કરીએ તો અહીં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે કલોલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી કલોલના વાતાવરણમાં પ્રસરી ઠંડક.બોટાદ શહેરના કમોસમી વરસાદના રોડ પર ભરાયા પાણી શહેરના ભાવનગર રોડ અંડર બ્રિઝમાં ભરાયું પાણી. શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. બોટાદ શહેરમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ભાવનગર રોડ તેમજ અંડર બ્રિઝમાં પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો.પ્રાંતિજ તાલુકામાં ભારે ઉકળાટ બાદ વરસાદ પ્રાંતિજ તાલુકામાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ શહેરમાં વાવાઝોડાની થઈ જોરદાર અસર બોટાદની ડિસ્ટ્રીક્ટ કોર્ટના પાર્કિંગ શેડ જોરદાર પવનમાં ઉડયો. ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં પાર્કિંગ શેડ પવનથી ઉડતો કેમેરામાં કેદ. બોટાદના ખસ રોડ પર આવેલ છે ડિસ્ટ્રીકટ કોર્ટ. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો મહીસાગરની વાત કરીએ તો અહીં સંતરામપુર, ખાનપુર, કડાણા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો પાટણમાં સમી તેમજ શંખેશ્વરમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. શંખેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો સાથે જ નાની ચંદુર, મોટી ચંદુર ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. પાડલા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ છે. ઊંઝાના વાતાવરણમાં અચાનક પલટો અહીં પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. આ સાથે જ ઊંઝા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. 

Rain In Gujarat: અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ફૂંકાયો પવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં ઉડી ધૂળની ડમરીઓ
  • એસ.જી. હાઈવે પર ફૂંકાયો ભારે પવન
  • બોટાદ, ભાવનગર, રાજકોટ, દાહોદમાં વરસાદી માહોલ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને સાથે જ એસ.જી. હાઈવે પર ભારે પવન ફૂંકાયો છે. આ સિવાય પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાણપુર પંથકમાં વાવાઝોડાની જોરદાર અસર

રાણપુરમાં ભારે પવનથી વીજ પોલ થયા ધરાશાયી. બરવાળા રોડ પર વીજપોલ થયો ધરાશાયી. વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો. મદની નગર વિસ્તારમાં 4 જેટલા વૃક્ષો થયા ધરાશાયી.

કલોલમાં ગાજવીજ સાથે વરસાદ

કલોલની વાત કરીએ તો અહીં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે કલોલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી કલોલના વાતાવરણમાં પ્રસરી ઠંડક.

બોટાદ શહેરના કમોસમી વરસાદના રોડ પર ભરાયા પાણી
શહેરના ભાવનગર રોડ અંડર બ્રિઝમાં ભરાયું પાણી. શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. બોટાદ શહેરમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ભાવનગર રોડ તેમજ અંડર બ્રિઝમાં પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો.

પ્રાંતિજ તાલુકામાં ભારે ઉકળાટ બાદ વરસાદ
પ્રાંતિજ તાલુકામાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોટાદ શહેરમાં વાવાઝોડાની થઈ જોરદાર અસર
બોટાદની ડિસ્ટ્રીક્ટ કોર્ટના પાર્કિંગ શેડ જોરદાર પવનમાં ઉડયો. ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં પાર્કિંગ શેડ પવનથી ઉડતો કેમેરામાં કેદ. બોટાદના ખસ રોડ પર આવેલ છે ડિસ્ટ્રીકટ કોર્ટ.

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો
મહીસાગરની વાત કરીએ તો અહીં સંતરામપુર, ખાનપુર, કડાણા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો
પાટણમાં સમી તેમજ શંખેશ્વરમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. શંખેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો સાથે જ નાની ચંદુર, મોટી ચંદુર ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. પાડલા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ છે.

ઊંઝાના વાતાવરણમાં અચાનક પલટો
અહીં પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. આ સાથે જ ઊંઝા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.