એમ.એસ.યુનિ. અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ ૧૫૦૦ કરતા વધારે ગામડાઓને દત્તક લેશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સહિતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૫૦૦ કરતા વધારે ગામડાઓને દત્તક લઈને તેમની સમસ્યાઓનુ સમાધાન શોધવા માટે પ્રયાસ કરશે.ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉન્નત ભારત અભિયાનમાં હવે એમ.એસ.યુનિવર્સિટીને પણ રિજનલ કો ઓ ઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાતમાં આ યોજનાના અમલી કરણ માટે  સુરતની એસવીએનઆઈટી તેમજ ગાંધીનગર, આઈઆઈટીને તો રિજનલ કો ઓર્ડિનેટર તરીકે પહેલેથી સામેલ કરવામાં આવી જ છે પણ હવે ગુજરાતમાં ત્રીજી સંસ્થા તરીકે એમ.એસ.યુનિવર્સિટીને પણ રિજનલ કો ઓર્ડિનેટર તરીકેની કામગીરી અપાઈ છે.એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો.સુનિતા શર્માની આ અભિયાન માટે એમ.એસ.યુનિવર્સિટી વતી નિમણૂંક કરી છે.તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ઉન્નત ભારત અભિયાનનુ સંચાલ કેન્દ્ર સરકારનુ શિક્ષણ મંત્રાલય કરે છે.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે શિક્ષણ મંત્રાલય સાથેની એક બેઠકમાં આ અભિયાનમાં એમ.એસ.યુનિવર્સિટીને સામેલ કરવા માટે કહ્યુ હતુ.હવે  એમ.એસ.યુનિવર્સિટી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે  યોજનાના અમલ માટે સંકલન કરશે.એમ.એસ.યુનિવર્સિટી સહિત દરેક શૈક્ષણિક સંસ્થા પાંચ-પાંચ ગામ દત્તક લેશે.આ ગામડાઓની દરેક શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે અને તેમની સમસ્યાઓનો સર્વે કરશે તથા તેના આધારે દરેક ગામડાની પ્રાથમિકતા અનુસાર સ્વચ્છતા અભિયાન, સ્કિલ ઈન્ડિયા, વોટર સેનિટેશન, ક્લીન એનર્જી જેવી યોજનાઓને લાગુ કરવામાં આવશે.અત્યારે અમારો અંદાજ ૧૫૦૦ જેટલા ગામડાઓને દત્તક લેવાનો છે.આ ઓછામાં ઓછો આંકડો છે.જે પાછળથી વધી પણ શકે છે. આગામી પાંચ વર્ષોમાં યોજનાનો અમલ કરવાનુ લક્ષ્યાંક છે.વિદ્યાર્થીઓને પણ સર્વે માટે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.ડો.શર્માએ કહ્યુ હતુ કે, આ યોજનાઓનો અમલ કરવા માટે દરેક ગામ દીઠ દોઢ લાખ રુપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે પણ આટલી રકમથી કશું ના થાય.એટલે એમ.એસ.યુનિવર્સિટી જે તે ગામની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, જે-તે વિસ્તારના ધારાસભ્ય, સાંસદ, કલેકટર, ડીડીઓ , એનજીઓની મદદ લઈ શકશે.સાથે સાથે કંપનીઓને પણ તેમનુ સમાજ કલ્યાણની યોજનાઓ માટેનુ ફંડ આ ગામડાઓમાં વાપરવા માટે અપીલ કરશે.જેના ભાગરુપે અમે વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠકો પણ યોજવાનુ શરુ કરી દીધુ છે.કયા જિલ્લાઓની જવાબદારી એમ.એસ.યુનિવર્સિટીને ૧૨ જિલ્લાઓની જવાબદારી આપવામાં આવી છે.વડોદરા, જામનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, પોરબંદર, મહિસાગર, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી૧૦ વર્ષમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી માત્ર ૩૩ શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવી ઉન્નત ભારત અભિયાન માટે એમ.એસ.યુનિવર્સિટીના કો ઓર્ડિનેટડર ડો.સુનિતા શર્માએ જણાવ્યુ હતુ કે, એમ.એસ.યુનિવર્સિટીને સોંપાયેલા જિલ્લાઓની જવાબદારી પહેલા સુરતની એસવીએનઆઈટી પાસે હતી.જોકે છેલ્લા દસ વર્ષમાં આ ૧૨ જિલ્લાઓમાં માત્ર ૩૩ જ શૈક્ષણિક સંસ્થાઓને અભિયાનમાં સામેલ કરવામાં આવી છે અને તેના કારણે હવે રિજનલ કો ઓર્ડિનેટર તરીકે એમ.એસ.યુનિવર્સિટીની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે.અમે આ અભિયાનમાં શક્ય હોય તેટલી વધારે સંસ્થાઓને જોડવા માટે પ્રયાસ કરીશું.ઉન્નત ભારત અભિયાનની વર્તમાન સ્થિતિ--૧૭૬૦૯ ગામાડાઓનો અત્યાર સુધીમાં સમાવેશ--૩૭૩૯ શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવી--૫૭૭૯ ગામડાઓનો અત્યાર સુધીમાં સર્વે કરાયો--૬ લાખ જેટલા પરિવારોને સર્વેમાં સામેલ કરાયા--૨.૦૭ લાખ વિદ્યાર્થીઓ સર્વેમાં જોડાયા--૬૯૩૨ પ્રસ્તાવો મૂકવામાં આવ્યાસ્ટેટ યુનિવર્સિટી તરીકે એક માત્ર એમએસયુનો સમાવેશઆ અભિયાનના સંકલન માટે અલગ અલગ રાજ્યોમાં ૫૦ શૈક્ષણિક સંસ્થાઓની રિજનલ કો ઓર્ડિનેટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટી એક માત્ર સ્ટેટ યુનિવર્સિટી છે.આ સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ આઈઆઈટી અથવા એનઆઈટી અથવા આઈઆઈઆઈટી છે.

એમ.એસ.યુનિ. અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ ૧૫૦૦ કરતા વધારે ગામડાઓને દત્તક લેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સહિતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૫૦૦ કરતા વધારે ગામડાઓને દત્તક લઈને તેમની સમસ્યાઓનુ સમાધાન શોધવા માટે પ્રયાસ કરશે.

ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉન્નત ભારત અભિયાનમાં હવે એમ.એસ.યુનિવર્સિટીને પણ રિજનલ કો ઓ ઓર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાતમાં આ યોજનાના અમલી કરણ માટે  સુરતની એસવીએનઆઈટી તેમજ ગાંધીનગર, આઈઆઈટીને તો રિજનલ કો ઓર્ડિનેટર તરીકે પહેલેથી સામેલ કરવામાં આવી જ છે પણ હવે ગુજરાતમાં ત્રીજી સંસ્થા તરીકે એમ.એસ.યુનિવર્સિટીને પણ રિજનલ કો ઓર્ડિનેટર તરીકેની કામગીરી અપાઈ છે.

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો.સુનિતા શર્માની આ અભિયાન માટે એમ.એસ.યુનિવર્સિટી વતી નિમણૂંક કરી છે.તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ઉન્નત ભારત અભિયાનનુ સંચાલ કેન્દ્ર સરકારનુ શિક્ષણ મંત્રાલય કરે છે.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે શિક્ષણ મંત્રાલય સાથેની એક બેઠકમાં આ અભિયાનમાં એમ.એસ.યુનિવર્સિટીને સામેલ કરવા માટે કહ્યુ હતુ.હવે  એમ.એસ.યુનિવર્સિટી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે  યોજનાના અમલ માટે સંકલન કરશે.એમ.એસ.યુનિવર્સિટી સહિત દરેક શૈક્ષણિક સંસ્થા પાંચ-પાંચ ગામ દત્તક લેશે.આ ગામડાઓની દરેક શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે અને તેમની સમસ્યાઓનો સર્વે કરશે તથા તેના આધારે દરેક ગામડાની પ્રાથમિકતા અનુસાર સ્વચ્છતા અભિયાન, સ્કિલ ઈન્ડિયા, વોટર સેનિટેશન, ક્લીન એનર્જી જેવી યોજનાઓને લાગુ કરવામાં આવશે.અત્યારે અમારો અંદાજ ૧૫૦૦ જેટલા ગામડાઓને દત્તક લેવાનો છે.આ ઓછામાં ઓછો આંકડો છે.જે પાછળથી વધી પણ શકે છે. આગામી પાંચ વર્ષોમાં યોજનાનો અમલ કરવાનુ લક્ષ્યાંક છે.વિદ્યાર્થીઓને પણ સર્વે માટે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.ડો.શર્માએ કહ્યુ હતુ કે, આ યોજનાઓનો અમલ કરવા માટે દરેક ગામ દીઠ દોઢ લાખ રુપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે પણ આટલી રકમથી કશું ના થાય.એટલે એમ.એસ.યુનિવર્સિટી જે તે ગામની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, જે-તે વિસ્તારના ધારાસભ્ય, સાંસદ, કલેકટર, ડીડીઓ , એનજીઓની મદદ લઈ શકશે.સાથે સાથે કંપનીઓને પણ તેમનુ સમાજ કલ્યાણની યોજનાઓ માટેનુ ફંડ આ ગામડાઓમાં વાપરવા માટે અપીલ કરશે.જેના ભાગરુપે અમે વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠકો પણ યોજવાનુ શરુ કરી દીધુ છે.

કયા જિલ્લાઓની જવાબદારી 

એમ.એસ.યુનિવર્સિટીને ૧૨ જિલ્લાઓની જવાબદારી આપવામાં આવી છે.વડોદરા, જામનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, પોરબંદર, મહિસાગર, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી

૧૦ વર્ષમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી માત્ર ૩૩ શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવી 

ઉન્નત ભારત અભિયાન માટે એમ.એસ.યુનિવર્સિટીના કો ઓર્ડિનેટડર ડો.સુનિતા શર્માએ જણાવ્યુ હતુ કે, એમ.એસ.યુનિવર્સિટીને સોંપાયેલા જિલ્લાઓની જવાબદારી પહેલા સુરતની એસવીએનઆઈટી પાસે હતી.જોકે છેલ્લા દસ વર્ષમાં આ ૧૨ જિલ્લાઓમાં માત્ર ૩૩ જ શૈક્ષણિક સંસ્થાઓને અભિયાનમાં સામેલ કરવામાં આવી છે અને તેના કારણે હવે રિજનલ કો ઓર્ડિનેટર તરીકે એમ.એસ.યુનિવર્સિટીની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે.અમે આ અભિયાનમાં શક્ય હોય તેટલી વધારે સંસ્થાઓને જોડવા માટે પ્રયાસ કરીશું.

ઉન્નત ભારત અભિયાનની વર્તમાન સ્થિતિ

--૧૭૬૦૯ ગામાડાઓનો અત્યાર સુધીમાં સમાવેશ

--૩૭૩૯ શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવી

--૫૭૭૯ ગામડાઓનો અત્યાર સુધીમાં સર્વે કરાયો

--૬ લાખ જેટલા પરિવારોને સર્વેમાં સામેલ કરાયા

--૨.૦૭ લાખ વિદ્યાર્થીઓ સર્વેમાં જોડાયા

--૬૯૩૨ પ્રસ્તાવો મૂકવામાં આવ્યા

સ્ટેટ યુનિવર્સિટી તરીકે એક માત્ર એમએસયુનો સમાવેશ

આ અભિયાનના સંકલન માટે અલગ અલગ રાજ્યોમાં ૫૦ શૈક્ષણિક સંસ્થાઓની રિજનલ કો ઓર્ડિનેટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટી એક માત્ર સ્ટેટ યુનિવર્સિટી છે.આ સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ આઈઆઈટી અથવા એનઆઈટી અથવા આઈઆઈઆઈટી છે.