Ahmdabad News: જિ.પં.ની સિંચાઇ સમિતિની મીટિંગ મળી પણ કામો અંગે અસ્પષ્ટતા

મીટિંગ પહેલાં કામ મંગાવી લેવાની પ્રોસેસ મીટિંગ પછી કરાય છે, પ્રોસીડિંગ લખાતું નથીઃ વિપક્ષસદસ્યોને ડ્રેનેજ, પાણીની લાઇન અને તળાવની સંરક્ષણ દીવાલનાં કામો આપવા જાણ કરી છેઃ ચેરમેન  જિલ્લા પંચાયતની મોટાભાગની સમિતીઓમાં વિકાસના કામો અંગે ચર્ચા થાય છે અમદાવાદ જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતીની મિટીંગ મળી હતી પરંતુ સિંચાઇના કામો સહિત પ્રોસીડીંગ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. સમિતીના ચેરમેને કહ્યું કે, જિલ્લા પંચાયતના ચુંટાયેલા તમામ સદસ્યોને ડ્રેનેજ લાઇન,પાણીની લાઇન અને તળાવની સંરક્ષણ દિવાલના કામો લખીને આપવા જાણ કરી છે. મિટીંગમાં કામોના ખર્ચ અંગે હાલ કોઇ રકમ નથી. સદસ્યો પાસેથી કામો આવશે ત્યારબાદ રકમ નક્કી થશે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, સિંચાઇ સમિતીની મિટીંગ પહેલા વિવિધ સદસ્યો પાસેથી કામ મંગાવી લેવાની પ્રોસેસ મિટીંગ પછી કરાય છે, પ્રોસીડીંગ ચોમાસામાં કામો પૂર્ણ થવાના નથી. જિલ્લા પંચાયતમાં 30 બેઠકો ભાજપ અને 4 બેઠકો કોંગ્રેસ પાસે છે. જિલ્લા પંચાયતની મોટાભાગની સમિતીઓમાં વિકાસના કામો અંગે ચર્ચા થાય છે. પરંતુ વિકાસના કામોની કોઇ રકમ નક્કી થતી નથી. મિટીંગ મળી ગયા પછી એક મહિના સુધી પ્રોસીડીંગ લખાતું નથી. સિંચાઇ સમિતીમાં પણ પ્રોસીડીંગ લખાયું નથી. ચેરમેન પાસે તો એજન્ડાની કોપી પણ હોતી નથી. બીજીબાજુ સત્તાપક્ષના કેટલાક સદસ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સદસ્યો પોતાના વિસ્તારમાં કામોની ફેરબદલી માટે અગાઉથી કામો લખીને આપતા નથી, એટલે પ્રોસીડીંગની પ્રોસેસમાં 15 દિવસથી મહિનો થઇ જાય છે. આમાં કોંગ્રેસના સદસ્યોનો પણ સમાવેશ થઇ જાય છે. સુત્રો કહ્યું કે, હકિકતમાં સમિતીના સદસ્યો વચ્ચે સંકલન નથી. ગ્રાન્ટની રકમ માટે વાંધાવચકા કર્યા કરે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કહે છેકે, મારા કાર્યકાળમાં સબસલામત છે. પરંતુ મહિના સુધી પ્રોસીડીંગ નહીં લખાતું હોવાની બાબતે સમિતીના સદસ્યો ચુપકિદી સેવી રહ્યા છે. ખરેખર તો જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી છેકે, વિવિધ સમિતીઓના પ્રોસીડીંગ સમયસર લખાય અને પ્રસિધ્ધ થાય. સિંચાઇ સમિતીના કામો અંગે વહેલા નિર્ણય લેવાનો હતો. પરંતુ પેવરબ્લોકના કામોમાં રસ ધરાવતા કેટલાક સદસ્યો કમ કોન્ટ્રાક્ટરોએ સમયસર નિર્ણય નહીં લેતા હવે જિલ્લાના ગામડાંઓમાં સિંચાઇ સબંધિત કામોમાં વિલંબ થશે. જેને લઇને સ્થાનિક રાજકીય આગેવાનોમાં ભારે નારાજગી પ્રવર્તીત રહી છે.

Ahmdabad News: જિ.પં.ની સિંચાઇ સમિતિની મીટિંગ મળી પણ કામો અંગે અસ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મીટિંગ પહેલાં કામ મંગાવી લેવાની પ્રોસેસ મીટિંગ પછી કરાય છે, પ્રોસીડિંગ લખાતું નથીઃ વિપક્ષ
  • સદસ્યોને ડ્રેનેજ, પાણીની લાઇન અને તળાવની સંરક્ષણ દીવાલનાં કામો આપવા જાણ કરી છેઃ ચેરમેન
  •  જિલ્લા પંચાયતની મોટાભાગની સમિતીઓમાં વિકાસના કામો અંગે ચર્ચા થાય છે

અમદાવાદ જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતીની મિટીંગ મળી હતી પરંતુ સિંચાઇના કામો સહિત પ્રોસીડીંગ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી.

સમિતીના ચેરમેને કહ્યું કે, જિલ્લા પંચાયતના ચુંટાયેલા તમામ સદસ્યોને ડ્રેનેજ લાઇન,પાણીની લાઇન અને તળાવની સંરક્ષણ દિવાલના કામો લખીને આપવા જાણ કરી છે. મિટીંગમાં કામોના ખર્ચ અંગે હાલ કોઇ રકમ નથી. સદસ્યો પાસેથી કામો આવશે ત્યારબાદ રકમ નક્કી થશે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, સિંચાઇ સમિતીની મિટીંગ પહેલા વિવિધ સદસ્યો પાસેથી કામ મંગાવી લેવાની પ્રોસેસ મિટીંગ પછી કરાય છે, પ્રોસીડીંગ ચોમાસામાં કામો પૂર્ણ થવાના નથી. જિલ્લા પંચાયતમાં 30 બેઠકો ભાજપ અને 4 બેઠકો કોંગ્રેસ પાસે છે.

જિલ્લા પંચાયતની મોટાભાગની સમિતીઓમાં વિકાસના કામો અંગે ચર્ચા થાય છે. પરંતુ વિકાસના કામોની કોઇ રકમ નક્કી થતી નથી. મિટીંગ મળી ગયા પછી એક મહિના સુધી પ્રોસીડીંગ લખાતું નથી. સિંચાઇ સમિતીમાં પણ પ્રોસીડીંગ લખાયું નથી. ચેરમેન પાસે તો એજન્ડાની કોપી પણ હોતી નથી. બીજીબાજુ સત્તાપક્ષના કેટલાક સદસ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સદસ્યો પોતાના વિસ્તારમાં કામોની ફેરબદલી માટે અગાઉથી કામો લખીને આપતા નથી, એટલે પ્રોસીડીંગની પ્રોસેસમાં 15 દિવસથી મહિનો થઇ જાય છે.

આમાં કોંગ્રેસના સદસ્યોનો પણ સમાવેશ થઇ જાય છે. સુત્રો કહ્યું કે, હકિકતમાં સમિતીના સદસ્યો વચ્ચે સંકલન નથી. ગ્રાન્ટની રકમ માટે વાંધાવચકા કર્યા કરે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કહે છેકે, મારા કાર્યકાળમાં સબસલામત છે. પરંતુ મહિના સુધી પ્રોસીડીંગ નહીં લખાતું હોવાની બાબતે સમિતીના સદસ્યો ચુપકિદી સેવી રહ્યા છે. ખરેખર તો જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી છેકે, વિવિધ સમિતીઓના પ્રોસીડીંગ સમયસર લખાય અને પ્રસિધ્ધ થાય. સિંચાઇ સમિતીના કામો અંગે વહેલા નિર્ણય લેવાનો હતો. પરંતુ પેવરબ્લોકના કામોમાં રસ ધરાવતા કેટલાક સદસ્યો કમ કોન્ટ્રાક્ટરોએ સમયસર નિર્ણય નહીં લેતા હવે જિલ્લાના ગામડાંઓમાં સિંચાઇ સબંધિત કામોમાં વિલંબ થશે. જેને લઇને સ્થાનિક રાજકીય આગેવાનોમાં ભારે નારાજગી પ્રવર્તીત રહી છે.