નરોડામાં પત્ની રિસાઇને આવતા પતિએ સાળીની કારમાં તોડફોડ કરીને સળગાવી

અમદાવાદ, શુક્રવારનરોડામાં રહેતી મહિલાએ પ્રેમી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા પરંંતુ ગૃહકશના કારણે બે વર્ષ પહેલા મહિલા પિયરમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ પ્રેમી અવાર નવાર તેની પત્ની અને સાળીને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહી સાસરીમાં આવીને કારમાં તોડફોડ કરીને સળગાવી દીધી હતી અને સાળીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પત્ની અને સાળીને અવાર નવાર હેરાન પરશાન કરતો હતો સાળીને ધમકી આપતા જીજાજી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદનરોડામાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગરમાં રહેતા તેમના બનેવી સામે ફરિયાદ નોધાવી છે કે તેમની નાની બહેનને ત્રણે વર્ષ પહેલા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી મંદિરમાં પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ગૃહ કલેશના કારણે બે વર્ષ પહેલા પતિ સાથે મનમેળ ન આવતા તે પિયરમાં રહેવા આવી ગઇ હતી. જેથી પતિ પત્ની અને તેની ફરિયાદી સાળીને અવાર નવાર હેરાન  પરેશાન કરતો હતો. તા. ૩ના રોજ મોડી રાતે આરોપી તેના બે મિત્રો સાથે આવીને કારના કાચ તોડીને જતા રહ્યા હતા. તેમજ બીજા દિવસ વહેલી સવારે ફરીથી આવીને સાળીની કાર સળગાવી દીધી હતી. આ બાવનની જાણ થતા તેઓ પહોચતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને આરોપીએ ફોન કરીને ફરિયાદી મહિલાને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં પત્ની રિસાઇને આવતા પતિએ સાળીની કારમાં તોડફોડ કરીને સળગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

નરોડામાં રહેતી મહિલાએ પ્રેમી સાથે ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા પરંંતુ ગૃહકશના કારણે બે વર્ષ પહેલા મહિલા પિયરમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ પ્રેમી અવાર નવાર તેની પત્ની અને સાળીને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહી સાસરીમાં આવીને કારમાં તોડફોડ કરીને સળગાવી દીધી હતી અને સાળીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની અને સાળીને અવાર નવાર હેરાન પરશાન કરતો હતો સાળીને ધમકી આપતા જીજાજી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નરોડામાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગરમાં રહેતા તેમના બનેવી સામે ફરિયાદ નોધાવી છે કે તેમની નાની બહેનને ત્રણે વર્ષ પહેલા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી મંદિરમાં પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ગૃહ કલેશના કારણે બે વર્ષ પહેલા પતિ સાથે મનમેળ ન આવતા તે પિયરમાં રહેવા આવી ગઇ હતી. જેથી પતિ પત્ની અને તેની ફરિયાદી સાળીને અવાર નવાર હેરાન  પરેશાન કરતો હતો. તા. ૩ના રોજ મોડી રાતે આરોપી તેના બે મિત્રો સાથે આવીને કારના કાચ તોડીને જતા રહ્યા હતા. 

તેમજ બીજા દિવસ વહેલી સવારે ફરીથી આવીને સાળીની કાર સળગાવી દીધી હતી. આ બાવનની જાણ થતા તેઓ પહોચતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને આરોપીએ ફોન કરીને ફરિયાદી મહિલાને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.