Bharuchની એન.વી.સિરામિકમાં વડોદરા GST વિભાગના દરોડા,મોટી કરચોરી ઝડપાવાની શકયતા

મોડી રાત્ર સુધી એન.વી.સિરામિકમાં સર્ચ ઓપરેશન કરાયુ રાજયભરમાં એન.વી.સિરામિકની બ્રાન્ચમાં દરોડા ગત રાત્રીના 11 વાગ્યાથી પાડવામાં આવ્યા છે દરોડા ભરૂચનના આમોદમાં આવેલી એન.વી.સિરામિક નામની દુકાનમાં વડોદરા GST વિભાગના દરોડાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.આ દરોડા વડોદરા GST વિભાગે પાડયા છે.ગતરોજ અંદાજી 11 વાગ્યાથી સિરામિકની દુકાનમાં સર્ચ હાથ ધરાયું હતું,જે રાત્રીના 1 વાગ્યા સુધી ચાલ્યું હતું.આખા ગુજરાતમાં એન.વી.સિરામિકની જેટલી પણ બ્રાન્ચો છે તે બધી જ બ્રાન્ચો પર જીએસટીના દરોડા પડેલા હોવાની માહિતી સામે આવી છે. રાજયભરમાં દરોડા રાજ્યમાં ફાસ્ટફૂડના વેપારીઓને ત્યાં GST વિભાગના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વેપારીઓએ અમદાવાદ, સુરત,રાજકોટમાં કરોડોની GSTની ચોરી કરી છે અને અંતે હવે તે ઝડપાઇ તંત્રની નજરમાં આવી ચડયા છે.6.75 કરોડના ભજીયા વેંચી GST ના ભરતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.GST વિભાગ દ્વારા હવે ફાસ્ટફૂડના વેપારીઓને સકંજામાં લેવામાં આવ્યા છે. જીએસટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લર,જ્યુસ સેન્ટરના 24 વેપારીઓને ત્યાં દરોડા પાડવમાં આવ્યા છે. આ રેડમાં 40 કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વેપારીઓ બુક્સ ઓફ એકાઉન્ટસમાં નફો નહિ બતાવી ટેક્સની ચોરી કરી રહ્યા હોવાની વિગત હાલ સામે આવી રહી છે. રાજકોટ અને અમદાવાદમાં પણ દરોડા સ્ટેટ જીએસટી ટીમે રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટમાં 8 જગ્યાએ આઇસ્ક્રીમ, ઠંડાપીણાંના વિક્રેતાઓ પર પાડેલા દરોડામાં 40 કરોડની કરચોરી પકડાઈ હતી. 47 ધંધાકીય સ્થળ પૈકી કેટલીક જગ્યાએ હજી તપાસ ચાલી રહી છે. દુકાનો પર જે સ્કેનર મૂકાયા હતા અને લોકો પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાની પેઢીની જગ્યાએ તેના પાડોશી, કાકા, માતા-પિતા અને સંબંધીઓનો ખાતામાં જતા હતા. મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી અથવા કોઈ સંબંધી/ ત્રાહીત લોકોના QR Code થકી તેમના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લર પર SGST દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. SGST દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર અને 47 જ્યૂસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી હતી. SGSTના દરોડા દરમિાન આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. SGSTની ટીમે 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી અમદાવાદમાં પટેલ આસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યૂસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ અને જ્યસિંહ આઈસ્ક્રીમ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં SGSTની ટીમ દ્વારા મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ અને 47 જ્યૂસ પાર્લરમાં તપાસ હાથ ધરાતા ગેરરીતિ સામે આવી હતી. SGSTની ટીમે 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bharuchની એન.વી.સિરામિકમાં વડોદરા GST વિભાગના દરોડા,મોટી કરચોરી ઝડપાવાની શકયતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોડી રાત્ર સુધી એન.વી.સિરામિકમાં સર્ચ ઓપરેશન કરાયુ
  • રાજયભરમાં એન.વી.સિરામિકની બ્રાન્ચમાં દરોડા
  • ગત રાત્રીના 11 વાગ્યાથી પાડવામાં આવ્યા છે દરોડા

ભરૂચનના આમોદમાં આવેલી એન.વી.સિરામિક નામની દુકાનમાં વડોદરા GST વિભાગના દરોડાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.આ દરોડા વડોદરા GST વિભાગે પાડયા છે.ગતરોજ અંદાજી 11 વાગ્યાથી સિરામિકની દુકાનમાં સર્ચ હાથ ધરાયું હતું,જે રાત્રીના 1 વાગ્યા સુધી ચાલ્યું હતું.આખા ગુજરાતમાં એન.વી.સિરામિકની જેટલી પણ બ્રાન્ચો છે તે બધી જ બ્રાન્ચો પર જીએસટીના દરોડા પડેલા હોવાની માહિતી સામે આવી છે.

રાજયભરમાં દરોડા

રાજ્યમાં ફાસ્ટફૂડના વેપારીઓને ત્યાં GST વિભાગના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વેપારીઓએ અમદાવાદ, સુરત,રાજકોટમાં કરોડોની GSTની ચોરી કરી છે અને અંતે હવે તે ઝડપાઇ તંત્રની નજરમાં આવી ચડયા છે.6.75 કરોડના ભજીયા વેંચી GST ના ભરતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.GST વિભાગ દ્વારા હવે ફાસ્ટફૂડના વેપારીઓને સકંજામાં લેવામાં આવ્યા છે. જીએસટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લર,જ્યુસ સેન્ટરના 24 વેપારીઓને ત્યાં દરોડા પાડવમાં આવ્યા છે. આ રેડમાં 40 કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વેપારીઓ બુક્સ ઓફ એકાઉન્ટસમાં નફો નહિ બતાવી ટેક્સની ચોરી કરી રહ્યા હોવાની વિગત હાલ સામે આવી રહી છે.


રાજકોટ અને અમદાવાદમાં પણ દરોડા

સ્ટેટ જીએસટી ટીમે રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટમાં 8 જગ્યાએ આઇસ્ક્રીમ, ઠંડાપીણાંના વિક્રેતાઓ પર પાડેલા દરોડામાં 40 કરોડની કરચોરી પકડાઈ હતી. 47 ધંધાકીય સ્થળ પૈકી કેટલીક જગ્યાએ હજી તપાસ ચાલી રહી છે. દુકાનો પર જે સ્કેનર મૂકાયા હતા અને લોકો પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાની પેઢીની જગ્યાએ તેના પાડોશી, કાકા, માતા-પિતા અને સંબંધીઓનો ખાતામાં જતા હતા.


મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી

વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી અથવા કોઈ સંબંધી/ ત્રાહીત લોકોના QR Code થકી તેમના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લર પર SGST દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. SGST દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર અને 47 જ્યૂસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યૂસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી હતી. SGSTના દરોડા દરમિાન આઈસ્ક્રીમ અને જ્યૂસ પાર્લરમાં 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે.

SGSTની ટીમે 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી

અમદાવાદમાં પટેલ આસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યૂસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ અને જ્યસિંહ આઈસ્ક્રીમ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં SGSTની ટીમ દ્વારા મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ અને 47 જ્યૂસ પાર્લરમાં તપાસ હાથ ધરાતા ગેરરીતિ સામે આવી હતી. SGSTની ટીમે 40 કરોડથી વધુની કર ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.