Porbandarના માધવપુર ઘેડ પંથકના કડછ ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી,જુઓ Drone Video

વરસાદ વિરામને 2 દિવસ છતા પાણી નથી ઓસર્યા કડછ ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત કડછ અને આસપાસના ગામમાં વાહનવ્યવહારને અસર માધવપુર ઘેડ પંથકમા વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ અનેક ગામમા પાણી ફરી વળ્યા છે.કડછ ગામમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે.ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમા ગામ તેજ ખબર નથી પડતી.વરસાદ વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવુ મુશ્કેલ થઈ રહ્યું છે. 22 ગામો સંપર્ક વિહોણા થયા ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદરના માધવપુરમાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના 22 ગામો સંપર્ક વિહોણા થયા છે. જયાં જુઓ ત્યા પાણી જ પાણી માધવપુર ઘેડ સહિતના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. માધવપુર – સોમનાથ મેઈન હાઈવે નજીક પણ પાણી ભરાયા છે. તેમજ અનેક દુકાનો અને હોટલમાં પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદના પગલે માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે છે. માધવપુર ચોપાટી ઉપર આવેલું શિવલિંગ દરિયાના મોજામાં ઘેરાયું છે.22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તાઓ પાણી ગરકાવ થયા છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે. નવી બંદર, બળેજ, ગોરસર, મોચા, મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ડેમમાં પાણીની આવક થઈ કુતિયાણામાં આઠ ઇંચથી વધુ ખાબકયો છે તો કુતિયાણા ઘેડ પંથકમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. કુતિયાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં ગઇકાલે એકીધારો વરસાદ વરસ્યો હતો. નજીકના રાણાકંડોરણા, બાવડાવદર સહિતના પંથકમાં પણ છ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે, તો રાણાવાવ શહેર અને આજુબાજુના વિસ્તારમાં પણ પાંચ ઇંચ જેટલોવરસાદ રાત્રિના સમયે નોંધાઇ ચૂકયો છે. પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ચુકયો છે અને મેઘાવી માહોલ યથાવત હોવાના કારણે સવારે મોટાભાગની શાળા- કોલેજોમાં રજા જેવું વાતાવરણ જોવા મળ્યુ હતુ. પોરબંદરને પીવાનું પાણી પૂરુ પાડતા અને બીલેશ્વર ગામ નજીક બરડા ડુંગર મધ્યમાં આવેલા ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ વરસાદને લીધે પાણીની નોંધપાત્ર આવક શરૂ થઇ ચૂકી છે.

Porbandarના માધવપુર ઘેડ પંથકના કડછ ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી,જુઓ Drone Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદ વિરામને 2 દિવસ છતા પાણી નથી ઓસર્યા
  • કડછ ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત
  • કડછ અને આસપાસના ગામમાં વાહનવ્યવહારને અસર

માધવપુર ઘેડ પંથકમા વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ અનેક ગામમા પાણી ફરી વળ્યા છે.કડછ ગામમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે.ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમા ગામ તેજ ખબર નથી પડતી.વરસાદ વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવુ મુશ્કેલ થઈ રહ્યું છે.

22 ગામો સંપર્ક વિહોણા થયા

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદરના માધવપુરમાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના 22 ગામો સંપર્ક વિહોણા થયા છે.


જયાં જુઓ ત્યા પાણી જ પાણી

માધવપુર ઘેડ સહિતના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. માધવપુર – સોમનાથ મેઈન હાઈવે નજીક પણ પાણી ભરાયા છે. તેમજ અનેક દુકાનો અને હોટલમાં પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદના પગલે માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે છે. માધવપુર ચોપાટી ઉપર આવેલું શિવલિંગ દરિયાના મોજામાં ઘેરાયું છે.22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તાઓ પાણી ગરકાવ થયા છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે. નવી બંદર, બળેજ, ગોરસર, મોચા, મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

ડેમમાં પાણીની આવક થઈ

કુતિયાણામાં આઠ ઇંચથી વધુ ખાબકયો છે તો કુતિયાણા ઘેડ પંથકમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. કુતિયાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં ગઇકાલે એકીધારો વરસાદ વરસ્યો હતો. નજીકના રાણાકંડોરણા, બાવડાવદર સહિતના પંથકમાં પણ છ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે, તો રાણાવાવ શહેર અને આજુબાજુના વિસ્તારમાં પણ પાંચ ઇંચ જેટલોવરસાદ રાત્રિના સમયે નોંધાઇ ચૂકયો છે. પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ચુકયો છે અને મેઘાવી માહોલ યથાવત હોવાના કારણે સવારે મોટાભાગની શાળા- કોલેજોમાં રજા જેવું વાતાવરણ જોવા મળ્યુ હતુ. પોરબંદરને પીવાનું પાણી પૂરુ પાડતા અને બીલેશ્વર ગામ નજીક બરડા ડુંગર મધ્યમાં આવેલા ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ વરસાદને લીધે પાણીની નોંધપાત્ર આવક શરૂ થઇ ચૂકી છે.