Rajkot TRP GameZone: રાજકોટના લાક્ષાગાર બનેલા ડેથઝોનની વાંચો વરવી વાસ્તવિકતા

99ની રૂપિયાની મજાએ આપેલા આંસુ હજુ સુકાતા નથી!સરકારની 2 લાખ રૂપિયાની સહાય પરિવારના સભ્યો પરત લાવશેકમાવવાની લાલચે કોઈનો ભોગ એ કઈ સમજદારી?હોનીને કોઈ ટાળી શકતું નથી. પણ કદાચ આ હોની 'અનહોની' બની ગઈ હોત તો સારું હતું. વેકેશનની મજા કરવા ગયેલા 28 લોકો રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં મોતને ભેટ્યા. આ ઘટના જ પોતે એક દુઃખદ ઘટના છે પણ વધુ દુઃખદ તો એ રહ્યું કે આ ઘટનામાં 9 બાળકો પણ જીવતા ભૂંજાઈ ગયા. કરુણતા તો એ છે કે એ માતાઓ અને પરિવાર કે જેઓ તેમના બાળકોને જોઈ શક્યા નથી તેમનું દુઃખ વર્ણવવા તો શબ્દો ઓછા પડે. તેની વેદના તો સમજની જ બહાર છે. આવી ઘટનાઓ સમયે કાયમ એક જ પ્રશ્ન હોય છે કે આના માટે જવાબદાર કોણ?શું ઘટના બન્યા પછી કોની જવાબદારી કરવાથી પરિવાર પાછો આવે છે! આ પ્રશ્ન પણ પ્રશ્નની સાથે પ્રશ્ન છે. મોરબી કે પછી હરણી કાંડ. શું આ ઘટનાઓ બાદ પણ કોઈએ સબક ન લીધો. આ સમયે પણ અનેક મોટી વાતો કરવામાં આવી હતી. શું કોઈને કાયદાનો ડર જ નથી રહ્યો. કોઈ દુઃખદ ઘટના બને અને તંત્ર દોડતા થાય, ચેકિંગ શરૂ થાય અને પછી સરકારી સહાય જાહેર કરી દેવામાં આવે. શું લોકોને કોઈનો ડર જ નથી રહ્યો. કાયદાનો પણ ડર નથી. શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ સરકારી સહાય કોઈના પરિવારની ખોટ પૂરી શકતી નથી. પરિવારના વ્યક્તિને ખોવી દેવાનું દર્દ સૌથી મોટું હોય છે. અનેક પરિવારમાં શનિવારની સાંજ જાણે કે કાળ બનીને આવી. હસતા રમતા પરિવારના સભ્યોની કોઈ ભાળ નહીં, કોઈ પોતાના પોતાનાને ઓળખી ન શકે એ કયા પ્રકારની વેદના હશે એ વિચારીને જ રૂંવાડા ઊભા થઈ જાય. તો આ દર્દ સહન કરનારી વ્યક્તિઓ પર શું વીતતી હશે તે સમજ બહાર છે. સરકારે મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત આ ઘટના ખરેખર એક કરુણાંતિકા સમાન છે. અનેક લોકો ઘટનાને વખોડી રહ્યા છે. સરકારે પણ સહાયની જાહેરાત કરી છે. પણ શું 2 લાખ રૂપિયાની સહાયથી પરિવારનો સભ્ય અને એ હસતો ચહેરો ફરી પાછો લાવી શકાશે. શા માટે આ સસ્તી રીતે કમાઈને આગળ વધનારા પર કોઈ રોક લગાવવામાં આવતી નથી. વધુ કમાવવાની લાલચમાં અનેક જિંદગીઓનો જીવ જોખમમાં મૂકનારા આ નરાધમોને શા માટે છોડી દેવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે. 500 રૂપિયાની ટિકિટ 99 રૂપિયાની કરાઈ ઉલ્લેખનીય છે કે જ્યારે ઘટના બની તે સમયે એ દિવસે 500 રૂપિયાની ટિકિટના 99 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકો પણ મોટી સંખ્યામાં આવ્યા. એટલે કે એક કલાકમાં જ 300 લોકો આવી ગયા હતા. બોલિંગ અરેનામાં 1 કલાકમાં 300 લોકોની અવરજવર રહી. જે લોકો અહીં હતા તેમાંથી મોટા ભાગનાની ભાળ મળી રહી નથી. આ સમયે સવાલ એ થાય કે શું 99 રૂપિયાની મજા યોગ્ય હતી. શું ખરેખર વેલ્ડિંગે લીધો અનેક લોકોનો જીવ?રાજકોટ અગ્નિકાંડમાં CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગી હતી. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ સિવાય 20 જેટલી રેસિંગ કાર અહીં રાખવામાં આવતી અને તેમાં પૂરવા માટે 1500 લીટર પેટ્રોલ અને ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો કાયમી અહી રાખવામાં આવતો. ગેમ ઝોન પર રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું અને સાથે હજારથી વધુ ટાયરનો જથ્થો પણ હતો. પતરા અને લોખંડના સ્ટ્રક્ચરમાં થર્મોકોલ શીટના કારણે આગ વધુ ભયાનક બની હતી. અનેક હસતી રમતી જિંદગીઓ હોમાઈ ગઈ. અરે આ સ્થિતિ એટલી દયનીય રહી કે તેમાં પરિવારજનો પોતાનાને ઓળખી શક્યા નહીં. એટલી હદે મૃતદેહ બળી ગયા હતા કે હવે તેમના ડીએનએ ટેસ્ટથી જ તેમને ઓળખી શકાશે. આ માટે પણ પરિવારને 48 કલાકની રાહ જોવી પડશે. આ પછી તેઓ જાણી શકશે કે આ તેમના જ પરિવારજનો છે કે નહીં. આવી દુર્દશા. શું ખરેખર દોષીને આ માટે માફી મળવી જોઈએ આ પણ એક દર્દનાક પ્રશ્ન છે. 

Rajkot TRP GameZone: રાજકોટના લાક્ષાગાર બનેલા ડેથઝોનની વાંચો વરવી વાસ્તવિકતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 99ની રૂપિયાની મજાએ આપેલા આંસુ હજુ સુકાતા નથી!
  • સરકારની 2 લાખ રૂપિયાની સહાય પરિવારના સભ્યો પરત લાવશે
  • કમાવવાની લાલચે કોઈનો ભોગ એ કઈ સમજદારી?

હોનીને કોઈ ટાળી શકતું નથી. પણ કદાચ આ હોની 'અનહોની' બની ગઈ હોત તો સારું હતું. વેકેશનની મજા કરવા ગયેલા 28 લોકો રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં મોતને ભેટ્યા. આ ઘટના જ પોતે એક દુઃખદ ઘટના છે પણ વધુ દુઃખદ તો એ રહ્યું કે આ ઘટનામાં 9 બાળકો પણ જીવતા ભૂંજાઈ ગયા. કરુણતા તો એ છે કે એ માતાઓ અને પરિવાર કે જેઓ તેમના બાળકોને જોઈ શક્યા નથી તેમનું દુઃખ વર્ણવવા તો શબ્દો ઓછા પડે. તેની વેદના તો સમજની જ બહાર છે. આવી ઘટનાઓ સમયે કાયમ એક જ પ્રશ્ન હોય છે કે આના માટે જવાબદાર કોણ?

શું ઘટના બન્યા પછી કોની જવાબદારી કરવાથી પરિવાર પાછો આવે છે!

આ પ્રશ્ન પણ પ્રશ્નની સાથે પ્રશ્ન છે. મોરબી કે પછી હરણી કાંડ. શું આ ઘટનાઓ બાદ પણ કોઈએ સબક ન લીધો. આ સમયે પણ અનેક મોટી વાતો કરવામાં આવી હતી. શું કોઈને કાયદાનો ડર જ નથી રહ્યો. કોઈ દુઃખદ ઘટના બને અને તંત્ર દોડતા થાય, ચેકિંગ શરૂ થાય અને પછી સરકારી સહાય જાહેર કરી દેવામાં આવે. શું લોકોને કોઈનો ડર જ નથી રહ્યો. કાયદાનો પણ ડર નથી. શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ સરકારી સહાય કોઈના પરિવારની ખોટ પૂરી શકતી નથી. પરિવારના વ્યક્તિને ખોવી દેવાનું દર્દ સૌથી મોટું હોય છે. અનેક પરિવારમાં શનિવારની સાંજ જાણે કે કાળ બનીને આવી. હસતા રમતા પરિવારના સભ્યોની કોઈ ભાળ નહીં, કોઈ પોતાના પોતાનાને ઓળખી ન શકે એ કયા પ્રકારની વેદના હશે એ વિચારીને જ રૂંવાડા ઊભા થઈ જાય. તો આ દર્દ સહન કરનારી વ્યક્તિઓ પર શું વીતતી હશે તે સમજ બહાર છે.

સરકારે મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત

આ ઘટના ખરેખર એક કરુણાંતિકા સમાન છે. અનેક લોકો ઘટનાને વખોડી રહ્યા છે. સરકારે પણ સહાયની જાહેરાત કરી છે. પણ શું 2 લાખ રૂપિયાની સહાયથી પરિવારનો સભ્ય અને એ હસતો ચહેરો ફરી પાછો લાવી શકાશે. શા માટે આ સસ્તી રીતે કમાઈને આગળ વધનારા પર કોઈ રોક લગાવવામાં આવતી નથી. વધુ કમાવવાની લાલચમાં અનેક જિંદગીઓનો જીવ જોખમમાં મૂકનારા આ નરાધમોને શા માટે છોડી દેવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે.

500 રૂપિયાની ટિકિટ 99 રૂપિયાની કરાઈ

ઉલ્લેખનીય છે કે જ્યારે ઘટના બની તે સમયે એ દિવસે 500 રૂપિયાની ટિકિટના 99 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકો પણ મોટી સંખ્યામાં આવ્યા. એટલે કે એક કલાકમાં જ 300 લોકો આવી ગયા હતા. બોલિંગ અરેનામાં 1 કલાકમાં 300 લોકોની અવરજવર રહી. જે લોકો અહીં હતા તેમાંથી મોટા ભાગનાની ભાળ મળી રહી નથી. આ સમયે સવાલ એ થાય કે શું 99 રૂપિયાની મજા યોગ્ય હતી.

શું ખરેખર વેલ્ડિંગે લીધો અનેક લોકોનો જીવ?

રાજકોટ અગ્નિકાંડમાં CCTVમાં વેલ્ડિંગ વખતે તણખો પડતા આગ લાગી હતી. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ સિવાય 20 જેટલી રેસિંગ કાર અહીં રાખવામાં આવતી અને તેમાં પૂરવા માટે 1500 લીટર પેટ્રોલ અને ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો કાયમી અહી રાખવામાં આવતો. ગેમ ઝોન પર રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું અને સાથે હજારથી વધુ ટાયરનો જથ્થો પણ હતો. પતરા અને લોખંડના સ્ટ્રક્ચરમાં થર્મોકોલ શીટના કારણે આગ વધુ ભયાનક બની હતી. અનેક હસતી રમતી જિંદગીઓ હોમાઈ ગઈ. અરે આ સ્થિતિ એટલી દયનીય રહી કે તેમાં પરિવારજનો પોતાનાને ઓળખી શક્યા નહીં. એટલી હદે મૃતદેહ બળી ગયા હતા કે હવે તેમના ડીએનએ ટેસ્ટથી જ તેમને ઓળખી શકાશે. આ માટે પણ પરિવારને 48 કલાકની રાહ જોવી પડશે. આ પછી તેઓ જાણી શકશે કે આ તેમના જ પરિવારજનો છે કે નહીં. આવી દુર્દશા. શું ખરેખર દોષીને આ માટે માફી મળવી જોઈએ આ પણ એક દર્દનાક પ્રશ્ન છે.