AMCએ સવારથી અલગ-અલગ મોલમાં આવેલ Game Zoneમાં હાથધર્યુ ચેકિંગ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ AMC હરકતમાં સવાર થી અલગ અલગ ગેમ ઝોન પર ચાલી રહ્યું છે ચેકીંગ ઇમરજન્સી એકઝિટ છે કે નહી એ તમામ દિશામાં કરવામાં આવશે તપાસરાજકોટના ગેમ ઝોનમાં ગઈકાલે પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે અમદાવાદ અને સુરત શહેરમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ગેમ ઝોનમાં ફાયર સેફટી, NOC, એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી.  ગોતાના ગેમઝોન પર તપાસ શરૂએએમસી અને યુજીવીજીસીએલની ટીમ અમદાવાદના ગોતા ખાતે આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તપાસ હાથધરી હતી,પાવર સપ્લાયની સાથે સાછથે ફાયર સેફટીના સાધનોની પણ ચકાસણી કરાઈ હતી.ગોતા ખાતેના ફન બ્લાસ્ટ ખાતે અગાઉ પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.કેમકે ગોતા ખાતે જે ફન બ્લાસ્ટ બન્યું છે તે પતરામાંથી બનાવવમાં આવ્યું હતુ અને આગ લાગતા બળીને ખાખ થઈ ગયું હતું.બોપલના TRP મોલમાં તપાસ બોપલના TRP મોલમાં આવેલા વિવિધ ગેમઝોનમાં ફાયર અને ટોરેન્ટની ટીમે તપાસ હાથધરી છે,અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને કરાઇ રહ્યું છે ચેકીંગ.પાવર કનેક્શન, ફાયર સેફ્ટી, ઇમરજન્સી એકઝિટ, ફૂડ સ્ટોલમાં વેન્ટીલેશન સહિતની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે,સાથે સાથે પાવરના વોલ્ટેજ કેટલા છે અને કઈ લાઈન લીધી છે વીજની તેને લઈને પણ તપાસ હાથધરાઈ છે. અમદાવાદના 14 ગેમઝોનમાં તપાસ કરાઈ આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં એક્ઝિટ માટે કામગીરી શરૂ સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફન બ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે,બંને જગ્યાએ હાલ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ બાંધકામ ગઈકાલ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

AMCએ સવારથી અલગ-અલગ મોલમાં આવેલ Game Zoneમાં હાથધર્યુ ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં અગ્નિકાંડ બાદ AMC હરકતમાં

સવાર થી અલગ અલગ ગેમ ઝોન પર ચાલી રહ્યું છે ચેકીંગ

ઇમરજન્સી એકઝિટ છે કે નહી એ તમામ દિશામાં કરવામાં આવશે તપાસ

રાજકોટના ગેમ ઝોનમાં ગઈકાલે પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે અમદાવાદ અને સુરત શહેરમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ગેમ ઝોનમાં ફાયર સેફટી, NOC, એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. 

ગોતાના ગેમઝોન પર તપાસ શરૂ

એએમસી અને યુજીવીજીસીએલની ટીમ અમદાવાદના ગોતા ખાતે આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તપાસ હાથધરી હતી,પાવર સપ્લાયની સાથે સાછથે ફાયર સેફટીના સાધનોની પણ ચકાસણી કરાઈ હતી.ગોતા ખાતેના ફન બ્લાસ્ટ ખાતે અગાઉ પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.કેમકે ગોતા ખાતે જે ફન બ્લાસ્ટ બન્યું છે તે પતરામાંથી બનાવવમાં આવ્યું હતુ અને આગ લાગતા બળીને ખાખ થઈ ગયું હતું.

બોપલના TRP મોલમાં તપાસ

બોપલના TRP મોલમાં આવેલા વિવિધ ગેમઝોનમાં ફાયર અને ટોરેન્ટની ટીમે તપાસ હાથધરી છે,અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને કરાઇ રહ્યું છે ચેકીંગ.પાવર કનેક્શન, ફાયર સેફ્ટી, ઇમરજન્સી એકઝિટ, ફૂડ સ્ટોલમાં વેન્ટીલેશન સહિતની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે,સાથે સાથે પાવરના વોલ્ટેજ કેટલા છે અને કઈ લાઈન લીધી છે વીજની તેને લઈને પણ તપાસ હાથધરાઈ છે.


અમદાવાદના 14 ગેમઝોનમાં તપાસ કરાઈ

આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે.


ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં એક્ઝિટ માટે કામગીરી શરૂ

સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફન બ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે,બંને જગ્યાએ હાલ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ બાંધકામ ગઈકાલ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.