સુરતમાં ડેપ્યુટી સરપંચ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

પાતલ ગામના ડેપ્યુટી સરપંચ લાંચ લેતા ઝડપાયા ભૂપેન્દ્ર ગામીત અને શંકર ચૌધરીને ACBએ ઝડપી પાડ્યા જમીન લેવલીંગનો ઠરાવ પાસ કરાવવા માગી હતી લાંચ રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર ACB ની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી. જેમાં ફરિયાદી પાસેથી અંતે 80 હજારની માંગણી કરી હતી. આ અંગેની માહિતી અનુસાર આજે તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા. સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. નોંધનીય છેકે, જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી. જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડદેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા. લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં. 

સુરતમાં ડેપ્યુટી સરપંચ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાતલ ગામના ડેપ્યુટી સરપંચ લાંચ લેતા ઝડપાયા
  • ભૂપેન્દ્ર ગામીત અને શંકર ચૌધરીને ACBએ ઝડપી પાડ્યા
  • જમીન લેવલીંગનો ઠરાવ પાસ કરાવવા માગી હતી લાંચ

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર ACB ની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી. જેમાં ફરિયાદી પાસેથી અંતે 80 હજારની માંગણી કરી હતી.

આ અંગેની માહિતી અનુસાર આજે તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા. સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી.

નોંધનીય છેકે, જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી. જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

આ દરમિયાન આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડદેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા. લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં.