Rajkot News: 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ, ગરમીનું રેડ એલર્ટ

આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ ટોપી,સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો રાજકોટમાં 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં આજથી 4 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. તેમાં બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ કરાઇ છે. ટોપી, સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. હિટ સ્ટ્રોકનાં કેસમાં તોતિંગ વધારો નોંધાયો શહેરમાં આકાશમાંથી અગનવર્ષા થવાના પગલે હિટ સ્ટ્રોકનાં કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં હીટ સ્ટ્રોકની 70થી વધુ ફરિયાદો થઇ છે. રાજકોટમાં આજથી 4 દિવસ ગરમીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીનજરુરી ઘરની કે ઓફિસની બહાર ન નીકળવા રાજકોટ મહાપાલિકાની અપીલ છે. તથા સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી બચવુ જોઇએ. તેમજ ટોપી, સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓની ઉપયોગ કરી ગરમીથી રક્ષણ મેળવુ જોઇએ. આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે.બને તેટલું ઘરની અંદર રહો: • હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો. • સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો કોના માટે વધુ જોખમકારક છે ? • નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ. અન્ય સાવચેતીઓ રાખો: • એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. • તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો. • શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો. આટલું ના કરો * તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે. * બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાલીપ્રવૃત્તિઓ ટાળો. * ખુલ્લા પગે બહાર ન જાવ. * ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો. * આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે. * વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ. * પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે. હિટ સ્ટ્રોકનાં લક્ષણો * શરીરનાંતાપમાનમાંવધારો. * ગભરામણ થવી. * ઉલટી -ઉબકા થવા * પરસેવો બંધ થવો. * અમુક સંજોગોમાં બેભાન થવું. જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે નીચે દર્શાવ્યા મુજબના પગલા ત્વરીત લેવામાં આવે તો ખુબ જ અસરકારક છે. જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો. ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું. વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો. શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું જોઇએ.

Rajkot News: 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ, ગરમીનું  રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા
  • બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ
  • ટોપી,સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો

રાજકોટમાં 24 કલાકમાં હીટસ્ટ્રોકના 70થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં આજથી 4 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. તેમાં બિનજરૂરી લોકોને બપોરે ન નીકળવા માટે અપીલ કરાઇ છે. ટોપી, સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો હિતાવહ છે.

હિટ સ્ટ્રોકનાં કેસમાં તોતિંગ વધારો નોંધાયો 

શહેરમાં આકાશમાંથી અગનવર્ષા થવાના પગલે હિટ સ્ટ્રોકનાં કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં હીટ સ્ટ્રોકની 70થી વધુ ફરિયાદો થઇ છે. રાજકોટમાં આજથી 4 દિવસ ગરમીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીનજરુરી ઘરની કે ઓફિસની બહાર ન નીકળવા રાજકોટ મહાપાલિકાની અપીલ છે. તથા સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી બચવુ જોઇએ. તેમજ ટોપી, સુતરાઉ કાપડ કે અન્ય વસ્તુઓની ઉપયોગ કરી ગરમીથી રક્ષણ મેળવુ જોઇએ. આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે.

બને તેટલું ઘરની અંદર રહો:

• હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો.

• સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો

કોના માટે વધુ જોખમકારક છે ?

• નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ.

અન્ય સાવચેતીઓ રાખો:

• એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ.

• તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો.

• શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો.

આટલું ના કરો

* તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે.

* બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાલીપ્રવૃત્તિઓ ટાળો.

* ખુલ્લા પગે બહાર ન જાવ.

* ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.

* આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.

* વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.

* પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

હિટ સ્ટ્રોકનાં લક્ષણો

* શરીરનાંતાપમાનમાંવધારો.

* ગભરામણ થવી.

* ઉલટી -ઉબકા થવા

* પરસેવો બંધ થવો.

* અમુક સંજોગોમાં બેભાન થવું.

જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે નીચે દર્શાવ્યા મુજબના પગલા ત્વરીત લેવામાં આવે તો ખુબ જ અસરકારક છે. જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો. ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું. વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો. શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું જોઇએ.