ખેડા જિલ્લામાં 17 વાહનો જપ્ત, 27.79 લાખનો દંડ

- ગેરકાયદે ખનન મામલે કાર્યવાહી - 22.79 લાખનો દંડ વસુલ્યો  ખનીજ માફિયાઓમાં ફફડાટનડિયાદ : ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગે ૧૫ દિવસમાં ગેરકાયદે ખનન અને વહન કરતા ૧૭ વાહનો ઝડપી પાડી રૂ.૨૭.૭૯ લાખનો દંડ વાહનચાલકોને ફટરાર્યો છે. જે પૈકી ૧૩ વાહનચાલકોએ રૂ.૨૨.૭૯ લાખ દંડ ભર્યો છે. જ્યારે ૪ વાહનના માલિકો પાસેથી ૫ લાખ જેટલો દંડ વસુલવાનો બાકી છે.ખેડા જિલ્લામાં નદીકાંઠા સહિતના સ્થળો પર ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો ઉઠતા ખાણ ખનીજ વિભાગે દરોડા કર્યા હતા. જેમાં ૧૫ દિવસમાં ઠાસરા, નડિયાદ, મહુધા, કપડવંજ સહિતના તાલુકાઓમાંથી રેતી, કપચી અને માટી સહિતના ખનીજનું ગેરકાયદે વહન કરતા ડમ્પરો, ટ્રેક્ટરો સહિત ૧૭ વાહનો ઝડપી પાડયા હતા. વાહન માલિકોને કુલ રૂ.૨૭,૭૯,૯૮૧નો દંડ ફટકાર્યો છે. જે પૈકી ૧૩ વાહનના માલિકો પાસેથી ૨૨.૭૯ લાખ દંડ વસુલ કરાયો છે. જ્યારે હજુ ૪ વાહનમાલિકો પાસેથી અંદાજીત ૫ લાખનો દંડ વસુલનો બાકી છે.  અગાઉ ખાણ-ખનીજ વિભાગે બે વર્ષના સમયગાળામાં ૨૭૩ કેસ નોંધી અને રૂ. ૬૩.૯૮ કરોડ દંડ વસુલ્યો હતો. તેમજ રોયલ્ટી વગરના ખનન કરતા ભૂમાફીયાઓ પાસે બે વર્ષમાં રૂ.૪.૫૭ કરોડ દંડ વસુલ કર્યો હતો.

ખેડા જિલ્લામાં 17 વાહનો જપ્ત, 27.79 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગેરકાયદે ખનન મામલે કાર્યવાહી 

- 22.79 લાખનો દંડ વસુલ્યો  ખનીજ માફિયાઓમાં ફફડાટ

નડિયાદ : ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગે ૧૫ દિવસમાં ગેરકાયદે ખનન અને વહન કરતા ૧૭ વાહનો ઝડપી પાડી રૂ.૨૭.૭૯ લાખનો દંડ વાહનચાલકોને ફટરાર્યો છે. જે પૈકી ૧૩ વાહનચાલકોએ રૂ.૨૨.૭૯ લાખ દંડ ભર્યો છે. જ્યારે ૪ વાહનના માલિકો પાસેથી ૫ લાખ જેટલો દંડ વસુલવાનો બાકી છે.

ખેડા જિલ્લામાં નદીકાંઠા સહિતના સ્થળો પર ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો ઉઠતા ખાણ ખનીજ વિભાગે દરોડા કર્યા હતા. જેમાં ૧૫ દિવસમાં ઠાસરા, નડિયાદ, મહુધા, કપડવંજ સહિતના તાલુકાઓમાંથી રેતી, કપચી અને માટી સહિતના ખનીજનું ગેરકાયદે વહન કરતા ડમ્પરો, ટ્રેક્ટરો સહિત ૧૭ વાહનો ઝડપી પાડયા હતા. 

વાહન માલિકોને કુલ રૂ.૨૭,૭૯,૯૮૧નો દંડ ફટકાર્યો છે. જે પૈકી ૧૩ વાહનના માલિકો પાસેથી ૨૨.૭૯ લાખ દંડ વસુલ કરાયો છે. જ્યારે હજુ ૪ વાહનમાલિકો પાસેથી અંદાજીત ૫ લાખનો દંડ વસુલનો બાકી છે. 

 અગાઉ ખાણ-ખનીજ વિભાગે બે વર્ષના સમયગાળામાં ૨૭૩ કેસ નોંધી અને રૂ. ૬૩.૯૮ કરોડ દંડ વસુલ્યો હતો. તેમજ રોયલ્ટી વગરના ખનન કરતા ભૂમાફીયાઓ પાસે બે વર્ષમાં રૂ.૪.૫૭ કરોડ દંડ વસુલ કર્યો હતો.