Handicrafts of Kutch: દેશ વિદેશમાં જાણીતી અજરખ હસ્તકલાને નવી ઓળખ મળી

અજરખ હસ્તકલા પાંચ હજાર વર્ષ જૂની હસ્તકલા છે અજરખ દેશી વનસ્પતિના રંગોથી તૈયાર કરાય છે 150 જેટલા અજરખ હસ્તકલાના નાના મોટા યુનિટ કચ્છ હસ્તકલા માટે જાણીતું છે ત્યારે કચ્છની અજરખ હસ્તકલાને જીઆઈ ટેગ મળ્યો છે. અજરખ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા અજરખ કસબીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. અજરખ હસ્તકલા પાંચ હજાર વર્ષ જૂની હસ્તકલા છે. અજરખ દેશી વનસ્પતિના રંગોથી તૈયાર કરાય છે અને અજરખ બ્લોક પ્રિન્ટ સૌથી પ્રાચીન હસ્તકલા માનવામાં આવે છે. 2000 જેટલા કારીગરોએ વર્ષોજુની બ્લોક પ્રિન્ટ હસ્તકલા આજેપણ જીવંત રાખી કચ્છના ધમણકા અને અજરખપુરમાં 150 જેટલા અજરખ હસ્તકલાના નાના મોટા યુનિટ આવેલા છે. 2000 જેટલા કારીગરોએ વર્ષોજુની બ્લોક પ્રિન્ટ હસ્તકલા આજેપણ જીવંત રાખી છે. અજરખ પ્રિન્ટ કરતા 16 જેટલા દિવસ સમય લાગે છે . કારીગરો સૂતરાઉ, ઊન, રેશમના કાપડમાં પ્રિન્ટ કરે છે આ કલાની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે હાથથી જ બનાવાય છે. અજરખ પ્રિન્ટના કલાકારો કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેર અને પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં છે. કપડાની બંને બાજુ અજરખ પ્રિન્ટ કરવામાં આવે છે. વનસ્પતિમાંથી કારીગરો વિવિધ રંગો તેયાર કરવામાં આવે છે. જેમાં દાડમની છાલ, હળદર, કળીચૂનો, બાવળનો ગુંદર, લોખંડનો વેર (ભૂકો) કચુકા, લાલ જુવારનો લોટમાંથી બનાવેલા રંગ વડે દેશી ઢબે નેચરલ ડાઈ કરવામાં આવે છે. હસ્તકળાને જીઆઈ ટેગ મળતા ડુપ્લિકેશન પર અંકુશ દેશ વિદેશમાં જાણીતી અજરખ હસ્તકલાને નવી ઓળખ મળી છે. કચ્છની 5000 વર્ષ જૂની અજરખ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા કારીગરોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે. કચ્છની આ હસ્તકળાને જીઆઈ ટેગ મળતા ડુપ્લિકેશન પર અંકુશ આવશે સાથેજ સાચા કારીગરોની માંગ વધશે. સાથે જ અજરખ હસ્તકલાને નવી જ ઓળખ મળશે.

Handicrafts of Kutch: દેશ વિદેશમાં જાણીતી અજરખ હસ્તકલાને નવી ઓળખ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અજરખ હસ્તકલા પાંચ હજાર વર્ષ જૂની હસ્તકલા છે
  • અજરખ દેશી વનસ્પતિના રંગોથી તૈયાર કરાય છે
  • 150 જેટલા અજરખ હસ્તકલાના નાના મોટા યુનિટ

કચ્છ હસ્તકલા માટે જાણીતું છે ત્યારે કચ્છની અજરખ હસ્તકલાને જીઆઈ ટેગ મળ્યો છે. અજરખ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા અજરખ કસબીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. અજરખ હસ્તકલા પાંચ હજાર વર્ષ જૂની હસ્તકલા છે. અજરખ દેશી વનસ્પતિના રંગોથી તૈયાર કરાય છે અને અજરખ બ્લોક પ્રિન્ટ સૌથી પ્રાચીન હસ્તકલા માનવામાં આવે છે.


2000 જેટલા કારીગરોએ વર્ષોજુની બ્લોક પ્રિન્ટ હસ્તકલા આજેપણ જીવંત રાખી

કચ્છના ધમણકા અને અજરખપુરમાં 150 જેટલા અજરખ હસ્તકલાના નાના મોટા યુનિટ આવેલા છે. 2000 જેટલા કારીગરોએ વર્ષોજુની બ્લોક પ્રિન્ટ હસ્તકલા આજેપણ જીવંત રાખી છે. અજરખ પ્રિન્ટ કરતા 16 જેટલા દિવસ સમય લાગે છે . કારીગરો સૂતરાઉ, ઊન, રેશમના કાપડમાં પ્રિન્ટ કરે છે આ કલાની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે હાથથી જ બનાવાય છે. અજરખ પ્રિન્ટના કલાકારો કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેર અને પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં છે. કપડાની બંને બાજુ અજરખ પ્રિન્ટ કરવામાં આવે છે. વનસ્પતિમાંથી કારીગરો વિવિધ રંગો તેયાર કરવામાં આવે છે. જેમાં દાડમની છાલ, હળદર, કળીચૂનો, બાવળનો ગુંદર, લોખંડનો વેર (ભૂકો) કચુકા, લાલ જુવારનો લોટમાંથી બનાવેલા રંગ વડે દેશી ઢબે નેચરલ ડાઈ કરવામાં આવે છે.


હસ્તકળાને જીઆઈ ટેગ મળતા ડુપ્લિકેશન પર અંકુશ

દેશ વિદેશમાં જાણીતી અજરખ હસ્તકલાને નવી ઓળખ મળી છે. કચ્છની 5000 વર્ષ જૂની અજરખ હસ્તકલાને જીઆઈ ટેગ મળતા કારીગરોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે. કચ્છની આ હસ્તકળાને જીઆઈ ટેગ મળતા ડુપ્લિકેશન પર અંકુશ આવશે સાથેજ સાચા કારીગરોની માંગ વધશે. સાથે જ અજરખ હસ્તકલાને નવી જ ઓળખ મળશે.