Surendranagar: વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નીપજાવનાર ડમ્પર ચાલક ઝડપાયો

ગત તા. 21મી જૂને વહેલી સવારે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતોઅકસ્માતના દિવસે જ બપોર બાદ ડમ્પર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુ વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધી લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના 3 યુવાનો તા. 21ના રોજ બાઈક લઈને ગામના પેટ્રોલપંપ તરફ જતા હતા. ત્યારે ડમ્પરે પાછળથી ઠોકર મારતા ત્રણેય યુવાનોના મોત થયા હતા. આ બનાવમાં ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસે ઝડપી લીધો છે. લખતર હાઈવે પર ગત તા. 21મીને શુક્રવારના રોજ વહેલી સવારે ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં મુળ વિરમગામના ધુલેટા ગામના અને હાલ વિઠ્ઠલગઢ રહેતા 30 વર્ષીય અશોકભાઈ મફાભાઈ સેનવા, 19 વર્ષીય ગૌતમ દેવીદાસભાઈ પરમાર અને 19 વર્ષીય જીગાભાઈ કીશાભાઈ બાવળીયાને બાઈક પર લઈને પેટ્રોલપંપે જતા હતા. ત્યારે હાઈવે પર પેટ્રોલપંપ જતા સમયે પાછળથી વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ બનાવ બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી ગયો હતો. અને બપોર બાદ અણીયારી પાસે બીનવારસી ડમ્પર મળી આવ્યુ હતુ. જેમાં ડમ્પરના નંબરે આધારે પોલીસે તપાસ હાથ ધરતા ડમ્પર ચાલક લખતરનો 19 વર્ષીય રાહુલ ઉર્ફે કાનો દિનેશભાઈ વાઘરોડીયા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરતી હતી. આ દરમિયાન લખતર પીએસઆઈ એન.એ.ડાભી સહિતની ટીમે હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદથી આરોપી રાહુલ વાઘરોડીયાને ઝડપી લીધો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Surendranagar: વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નીપજાવનાર ડમ્પર ચાલક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગત તા. 21મી જૂને વહેલી સવારે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
  • અકસ્માતના દિવસે જ બપોર બાદ ડમ્પર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુ
  • વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધી 

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના 3 યુવાનો તા. 21ના રોજ બાઈક લઈને ગામના પેટ્રોલપંપ તરફ જતા હતા. ત્યારે ડમ્પરે પાછળથી ઠોકર મારતા ત્રણેય યુવાનોના મોત થયા હતા. આ બનાવમાં ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસે ઝડપી લીધો છે.

લખતર હાઈવે પર ગત તા. 21મીને શુક્રવારના રોજ વહેલી સવારે ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં મુળ વિરમગામના ધુલેટા ગામના અને હાલ વિઠ્ઠલગઢ રહેતા 30 વર્ષીય અશોકભાઈ મફાભાઈ સેનવા, 19 વર્ષીય ગૌતમ દેવીદાસભાઈ પરમાર અને 19 વર્ષીય જીગાભાઈ કીશાભાઈ બાવળીયાને બાઈક પર લઈને પેટ્રોલપંપે જતા હતા. ત્યારે હાઈવે પર પેટ્રોલપંપ જતા સમયે પાછળથી વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ બનાવ બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી ગયો હતો. અને બપોર બાદ અણીયારી પાસે બીનવારસી ડમ્પર મળી આવ્યુ હતુ.

જેમાં ડમ્પરના નંબરે આધારે પોલીસે તપાસ હાથ ધરતા ડમ્પર ચાલક લખતરનો 19 વર્ષીય રાહુલ ઉર્ફે કાનો દિનેશભાઈ વાઘરોડીયા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરતી હતી. આ દરમિયાન લખતર પીએસઆઈ એન.એ.ડાભી સહિતની ટીમે હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદથી આરોપી રાહુલ વાઘરોડીયાને ઝડપી લીધો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.