સુરતમાં વરસાદના લીધે ૩૯થી વધુ વૃક્ષ અને વૃક્ષની ડાળીઓ તુટી પડી

- અશ્વનિકુમાર રોડ પર રીક્ષા અને મોપેડ પર વૃક્ષ તુટી પડયું : રીક્ષા ચાલકનું ગભરાઇ જતા એટેક આવતા મોત  સુરત,:સુરતમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં ૩૯ થી વધુ વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટતા ભાગદોડ થઇ હતી. અશ્વનિકુમાર રોડ ફુલ માર્કેટ  પાસે વૃક્ષ તૂટીને રીક્ષા અને મોપેડ પડયું હતું. જેમાં રીક્ષા ચાલકનું મોત થયું હતું. ફાયર બ્રિગેડ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉમરવાડા ખાતે જુના ડેપા પાસે રહેતો ૪૫ વર્ષના હનીફ અબ્દુલ વાહબ શેખ આજે સવારે રીક્ષા લઇને નીકળ્યો હતો. તે સમયે અશ્વનિકુમાર રોડ ફુલ માર્કેટ પાસે અલકાપુરી બ્રિજ નીચે સવારે અચાનક વૃક્ષ તૂટીને તેમની રીક્ષા અને એક મોપેડ પર પડયું હતું. જેથી ત્યાં અફડાતફડી મચી ગઇ હતી. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચીને ક્રેઇન વડે વૃક્ષને રીક્ષા ઉપર ખસેડવાની કામગીરી કરી હતી. રીક્ષામાં બેભાન થઇ ગયેલા હનીફને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે, હનીફને દેખીતા કોઇ મોટી ઇજા નથી. ગભરાઇ જવાથી એટેક આવ્યો હોવાની શક્યતા છે પણ તેના પોસ્ટમોર્ટમ દરમિયાન લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચુ કારણ જાણવા મળશે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ ઉપરાંત વરાછા મીની બજારમાં વૃક્ષ ધરાશાયી થઈને ટેમ્પા પર પડયું હતું. પાંડેસરાના બમરોલી રોડ પર વૃક્ષ તૂટીને ફોર વ્હિલ પર પડયું હતું. કતારગામમાં કંટારેશ્વર મહાદેવ મંદિર પાસે બે માળના મકાન પર વૃક્ષ નમી પડયું હતું. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદના લીધે સવારથી સાંજ સુધીમાં વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટી પડવાના ૩૯થી વધુ કોલ મળતા ફાયરજવાનો આખો દિવસ કામગીરી માટે દોડતા રહ્યા હતા.

સુરતમાં વરસાદના લીધે ૩૯થી વધુ વૃક્ષ અને વૃક્ષની ડાળીઓ તુટી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અશ્વનિકુમાર રોડ પર રીક્ષા અને મોપેડ પર વૃક્ષ તુટી પડયું : રીક્ષા ચાલકનું ગભરાઇ જતા એટેક આવતા મોત

  સુરત,:

સુરતમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં ૩૯ થી વધુ વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટતા ભાગદોડ થઇ હતી. અશ્વનિકુમાર રોડ ફુલ માર્કેટ  પાસે વૃક્ષ તૂટીને રીક્ષા અને મોપેડ પડયું હતું. જેમાં રીક્ષા ચાલકનું મોત થયું હતું.

ફાયર બ્રિગેડ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉમરવાડા ખાતે જુના ડેપા પાસે રહેતો ૪૫ વર્ષના હનીફ અબ્દુલ વાહબ શેખ આજે સવારે રીક્ષા લઇને નીકળ્યો હતો. તે સમયે અશ્વનિકુમાર રોડ ફુલ માર્કેટ પાસે અલકાપુરી બ્રિજ નીચે સવારે અચાનક વૃક્ષ તૂટીને તેમની રીક્ષા અને એક મોપેડ પર પડયું હતું. જેથી ત્યાં અફડાતફડી મચી ગઇ હતી. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચીને ક્રેઇન વડે વૃક્ષને રીક્ષા ઉપર ખસેડવાની કામગીરી કરી હતી. રીક્ષામાં બેભાન થઇ ગયેલા હનીફને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે, હનીફને દેખીતા કોઇ મોટી ઇજા નથી. ગભરાઇ જવાથી એટેક આવ્યો હોવાની શક્યતા છે પણ તેના પોસ્ટમોર્ટમ દરમિયાન લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચુ કારણ જાણવા મળશે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

આ ઉપરાંત વરાછા મીની બજારમાં વૃક્ષ ધરાશાયી થઈને ટેમ્પા પર પડયું હતું. પાંડેસરાના બમરોલી રોડ પર વૃક્ષ તૂટીને ફોર વ્હિલ પર પડયું હતું. કતારગામમાં કંટારેશ્વર મહાદેવ મંદિર પાસે બે માળના મકાન પર વૃક્ષ નમી પડયું હતું. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદના લીધે સવારથી સાંજ સુધીમાં વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટી પડવાના ૩૯થી વધુ કોલ મળતા ફાયરજવાનો આખો દિવસ કામગીરી માટે દોડતા રહ્યા હતા.