Vadodara: બીએસએનએલના પૂર્વ કર્મચારીઓએ સુધારેલા પેન્શન માટે ધરણાં યોજ્યાં

અગાઉ ડિપા. ઓફ ટેલિકૉમ્યુનિકેશન્સના કર્મચારી હતાબીએસએનએલના પૂર્વ કર્મચારીઓએ કચેરી બહાર પેન્શન રિવિઝનની માગણીના ટેકામાં મંગળવારે ધરણાં કર્યા હતા. કર્મચારીઓ કેન્દ્ર સરકારના ધોરણે પેન્શનની માગણી કરી રહ્યા છે. બીએસએનએલના વડોદરા ટેલિકોમ ડિસ્ટ્રિક્ટના પૂર્વ કર્મચારીઓએ 2017થી સુધારેલા પેન્શનની માગણીના ટેકામાં આજે કારેલીબાગ , અંબાલાલ પાર્ક ખાતેની કચેરી ખાતે ધરણાં કર્યા હતા અને બીએસએનએલના સત્તાધીશોને આવેદન આપ્યું હતું.કર્મચારીઓની માગણી છેકે, તેઓ બીએસએનએલની 2000માં રચના થઇ તે પૂર્વે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના કર્મચારીઓ હતા તેથી હવે તેમને નિવૃત્તિ પેન્શન પણ કેન્દ્ર સરકારના ધોરણે જ મળવું જોઇએ. આ મુદ્દે બીએસએનએલના કર્મચારીઓએ કોર્ટમાં પણ કાનૂની જીત મેળવી છે.બીએસએનએલ ખોટમાં જતી હોવાના નામે કર્મચારીઓને સુધારેલું પેન્શન આપવામાં આવતું નથી. જોઇન્ટ ફોરમ ઓફ બીએસએનએલ -એમટીએનએલ પેન્શનર્સ એસો. દ્વારા રાષ્ટ્રીયસ્તરે આજે ધરણાંનું એલાન આપવામાં આવ્યું હતું. 1-1-2017થી ફીટમેન્ટ આપવા સહિતની માગણી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે છે, ત્યારે કર્મચારીઓ પણ સાતમા પગાર પંચનો લાભના હકદાર છે.આગામી સમયમાં આ મુદ્દે કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કાનૂની કાર્યવાહીના ભાગરૂપે આવતીકાલે સુનાવણી યોજાનાર છે. ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમાં પગર પંચના અમલિકરણની દિશામાં વિચારણા હાથ ધરી હોવાના મુદ્દા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં ચર્ચા જાગી છે.

Vadodara: બીએસએનએલના પૂર્વ કર્મચારીઓએ સુધારેલા પેન્શન માટે ધરણાં યોજ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગાઉ ડિપા. ઓફ ટેલિકૉમ્યુનિકેશન્સના કર્મચારી હતા
  • બીએસએનએલના પૂર્વ કર્મચારીઓએ કચેરી બહાર પેન્શન રિવિઝનની માગણીના ટેકામાં મંગળવારે ધરણાં કર્યા હતા.
  • કર્મચારીઓ કેન્દ્ર સરકારના ધોરણે પેન્શનની માગણી કરી રહ્યા છે.

બીએસએનએલના વડોદરા ટેલિકોમ ડિસ્ટ્રિક્ટના પૂર્વ કર્મચારીઓએ 2017થી સુધારેલા પેન્શનની માગણીના ટેકામાં આજે કારેલીબાગ , અંબાલાલ પાર્ક ખાતેની કચેરી ખાતે ધરણાં કર્યા હતા અને બીએસએનએલના સત્તાધીશોને આવેદન આપ્યું હતું.

કર્મચારીઓની માગણી છેકે, તેઓ બીએસએનએલની 2000માં રચના થઇ તે પૂર્વે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના કર્મચારીઓ હતા તેથી હવે તેમને નિવૃત્તિ પેન્શન પણ કેન્દ્ર સરકારના ધોરણે જ મળવું જોઇએ.

આ મુદ્દે બીએસએનએલના કર્મચારીઓએ કોર્ટમાં પણ કાનૂની જીત મેળવી છે.બીએસએનએલ ખોટમાં જતી હોવાના નામે કર્મચારીઓને સુધારેલું પેન્શન આપવામાં આવતું નથી. જોઇન્ટ ફોરમ ઓફ બીએસએનએલ -એમટીએનએલ પેન્શનર્સ એસો. દ્વારા રાષ્ટ્રીયસ્તરે આજે ધરણાંનું એલાન આપવામાં આવ્યું હતું. 1-1-2017થી ફીટમેન્ટ આપવા સહિતની માગણી કરવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે છે, ત્યારે કર્મચારીઓ પણ સાતમા પગાર પંચનો લાભના હકદાર છે.આગામી સમયમાં આ મુદ્દે કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કાનૂની કાર્યવાહીના ભાગરૂપે આવતીકાલે સુનાવણી યોજાનાર છે.

ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમાં પગર પંચના અમલિકરણની દિશામાં વિચારણા હાથ ધરી હોવાના મુદ્દા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં ચર્ચા જાગી છે.