Ahmedabad :પોલીસ આજથી નવા કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરશે

પોલીસને ઈ-સાખ્ય એપ અને નવા કાયદા અંગે તાલીમ અપાઈઃ DGPઈ ગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદા મુજબ અપડેટ કરી દેવામાં આવ્યું સાખ્ય એપ અને નવા કાયદાની કલમોના ફેરફાર અંગે પોલીસને સજ્જ કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરીને લાવવામાં આવેલા ત્રણ નવા કાયદા મુજબ આજથી ગુજરાત પોલીસ ગુનો નોંધવાની પ્રક્રીયા હાથ ધરી તપાસ કરશે.ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને છેલ્લા કેટલાક સમયથી બે પાસાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જે મુજબ ઈ સાખ્ય એપ અને નવા કાયદાની કલમોના ફેરફાર અંગે પોલીસને સજ્જ કરવામાં આવી છે. ઈ ગુજકોપ સોફ્ટવેરમાં પણ નવા કાયદા મુજબ અપડેટ કરવામાં આવ્યાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે.1947 બાદ દેશને આઝાદી મળ્યા પછી પણ દેશમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાની અમલવારી ચાલુ રહી હતી. આ કાયદાઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈને કેન્દ્ર સરકારે 2023માં ભારતીય દંડ સંહીતા (ઈન્ડિયન પીનલ કોડ), ફોજદારી પ્રક્રિયા સંહિતા ( ક્રિમીનલ પ્રોસીઝર કોડ) અને ભારતીય પુરાવા સંહિતા (ઈન્ડિયન એવીડન્સ એક્ટ)માં ધરખમ ફેરફાર કર્યા હતા. જે કાયદાની અમલવારી 1,જૂલાઈ,2024ના રોજથી સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત પોલીસ દ્વારા આ અંગે છેલ્લા ત્રણ માસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા કાયદા બે પાસાની તાલીમ આપવામાં આવી છે. નવા કાયદામાં કલમોમાં ફેરફાર તેમજ તપાસમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવાની વાત છે. જે પગલે અધિકારીઓને આ બંને મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી ઈ સાખ્ય એપના ઉપયોગની સમજણ આપવામાં આવી છે. ઈગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદાનું અપડેટ કરી દેવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને મે ઓનલાઈન નવા કાયદાની જાણકારી અને અમલવારી કરવા માટે સંબોધન કર્યું હતું. આજથી રાજ્યમાં નવા કાયદાની અમલવારી માટે રાજ્ય પોલીસ સજ્જ છે.

Ahmedabad :પોલીસ આજથી નવા કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસને ઈ-સાખ્ય એપ અને નવા કાયદા અંગે તાલીમ અપાઈઃ DGP
  • ઈ ગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદા મુજબ અપડેટ કરી દેવામાં આવ્યું
  • સાખ્ય એપ અને નવા કાયદાની કલમોના ફેરફાર અંગે પોલીસને સજ્જ કરવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરીને લાવવામાં આવેલા ત્રણ નવા કાયદા મુજબ આજથી ગુજરાત પોલીસ ગુનો નોંધવાની પ્રક્રીયા હાથ ધરી તપાસ કરશે.ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને છેલ્લા કેટલાક સમયથી બે પાસાની ટ્રેનિંગ આપવામાં આવી છે.

જે મુજબ ઈ સાખ્ય એપ અને નવા કાયદાની કલમોના ફેરફાર અંગે પોલીસને સજ્જ કરવામાં આવી છે. ઈ ગુજકોપ સોફ્ટવેરમાં પણ નવા કાયદા મુજબ અપડેટ કરવામાં આવ્યાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે.

1947 બાદ દેશને આઝાદી મળ્યા પછી પણ દેશમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાની અમલવારી ચાલુ રહી હતી. આ કાયદાઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈને કેન્દ્ર સરકારે 2023માં ભારતીય દંડ સંહીતા (ઈન્ડિયન પીનલ કોડ), ફોજદારી પ્રક્રિયા સંહિતા ( ક્રિમીનલ પ્રોસીઝર કોડ) અને ભારતીય પુરાવા સંહિતા (ઈન્ડિયન એવીડન્સ એક્ટ)માં ધરખમ ફેરફાર કર્યા હતા. જે કાયદાની અમલવારી 1,જૂલાઈ,2024ના રોજથી સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત પોલીસ દ્વારા આ અંગે છેલ્લા ત્રણ માસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા કાયદા બે પાસાની તાલીમ આપવામાં આવી છે. નવા કાયદામાં કલમોમાં ફેરફાર તેમજ તપાસમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવાની વાત છે. જે પગલે અધિકારીઓને આ બંને મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી ઈ સાખ્ય એપના ઉપયોગની સમજણ આપવામાં આવી છે. ઈગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદાનું અપડેટ કરી દેવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને મે ઓનલાઈન નવા કાયદાની જાણકારી અને અમલવારી કરવા માટે સંબોધન કર્યું હતું. આજથી રાજ્યમાં નવા કાયદાની અમલવારી માટે રાજ્ય પોલીસ સજ્જ છે.