Election 2024 : ગુજરાતમાં 26 લોકસભા માટે 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 97 ઉમેડવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા 5 વિધાનસભા ની પેટા ચૂંટણી માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી આગામી 19 મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. 26 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થયું છે. જેમાં તારીખ મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરી શકશે. વિધાનસભાની 5 બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થયું છે. નોટિફિકેશન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તારીખ 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. તો 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તો 22 એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનુ છે. આ માટે 7 મેના દિવસે ગુજરાતમાં જાહેર રજા ડિકલેર કરાઈ છે. તો 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે. ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેરનામાની પ્રસિદ્ધિ થશે - 12 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 19 એપ્રિલ ફોર્મ ચકાસણી - 20 એપ્રિલ ફોર્મ પરત ખેંચી શકાશે - 22 એપ્રિલ મતદાન - 7 મે 2024 મત ગણતરી/ પરિણામ - 4 જૂન 2024 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે - 6 જૂન ૧૮ એપ્રિલ ત્રણ ઉમેદવારો ફોર્મ ભરશે નવસારી : સી.આર પાટીલ જામનગર : પુનમ માડમ અમરેલી : ભરત સુતરીયા 19 એપ્રિલે એક ઉમેદવાર ફોર્મ ભરશે ગાંધીનગર : અમિત શાહ સિનીયર સિટીઝન ઘરેથી વોટ કરી શકશે નોટિફિકેશનમાં જણાવાયું કે, 85 ઉંમરના સિનિયર સીટીઝન માટે ઘરે જ રહી ને હોમ વોટિંગ કરી શકશે. આ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. ચૂંટણી કામગીરી મા જોડાયેલા 4 લાખ થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. IPS અધિકારીઓ ના પોસ્ટીંગ અને ખાલી જગ્યાઓ અંગે ચુંટણી પંચે ગંભીરતાથી નોંધ લીધી છે. જેમાં સુરત શહેર ઉપરાંત બોર્ડર રેન્જ, સુરત રેન્જ સહિત 10-14 જેટલી જગ્યાઓ પર નિમણૂંક બાકી છે.

Election 2024 : ગુજરાતમાં 26 લોકસભા માટે 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 97 ઉમેડવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા
  • 5 વિધાનસભા ની પેટા ચૂંટણી માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
  • આગામી 19 મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે

ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. 26 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થયું છે. જેમાં તારીખ મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરી શકશે. વિધાનસભાની 5 બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થયું છે. નોટિફિકેશન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તારીખ 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. તો 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તો 22 એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનુ છે. આ માટે 7 મેના દિવસે ગુજરાતમાં જાહેર રજા ડિકલેર કરાઈ છે. તો 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે.

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ

જાહેરનામાની પ્રસિદ્ધિ થશે - 12 એપ્રિલ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 19 એપ્રિલ

ફોર્મ ચકાસણી - 20 એપ્રિલ

ફોર્મ પરત ખેંચી શકાશે - 22 એપ્રિલ

મતદાન - 7 મે 2024

મત ગણતરી/ પરિણામ - 4 જૂન 2024

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે - 6 જૂન

૧૮ એપ્રિલ ત્રણ ઉમેદવારો ફોર્મ ભરશે

નવસારી : સી.આર પાટીલ

જામનગર : પુનમ માડમ

અમરેલી : ભરત સુતરીયા

19 એપ્રિલે એક ઉમેદવાર ફોર્મ ભરશે

ગાંધીનગર : અમિત શાહ

સિનીયર સિટીઝન ઘરેથી વોટ કરી શકશે

નોટિફિકેશનમાં જણાવાયું કે, 85 ઉંમરના સિનિયર સીટીઝન માટે ઘરે જ રહી ને હોમ વોટિંગ કરી શકશે. આ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. ચૂંટણી કામગીરી મા જોડાયેલા 4 લાખ થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. IPS અધિકારીઓ ના પોસ્ટીંગ અને ખાલી જગ્યાઓ અંગે ચુંટણી પંચે ગંભીરતાથી નોંધ લીધી છે. જેમાં સુરત શહેર ઉપરાંત બોર્ડર રેન્જ, સુરત રેન્જ સહિત 10-14 જેટલી જગ્યાઓ પર નિમણૂંક બાકી છે.