Vadodra News : વડોદરા વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જે.જી માહુરકાર મેમોરીયલ નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અલગ-અલગ મળીને કુલ 20 ટીમોએ આ મેચમાં ભાગ લીધો હતો મેચના છેલ્લા દિવસે ટ્રોફી તેમજ ભેટ આપીને ખેલાડીઓને કરાયા પ્રોત્સાહિત વડોદરામાં વેસ્ટર્ન રેલવે મઝાદૂર સંધ વડોદરા દ્વારા જે.જી માહુરકાર મેમોરીયલ ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલવે T20 નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાત તેમજ વેસ્ટર્ન રેલવેની મળી કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે.વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા દ્વારા T20 નોકઆઉટ મેચનું આયોજન 16 માર્ચથી લઈ 15 એપ્રિલ સુધી કરવામાં આવ્યું હતુ. 20 ટીમોએ લીધો ભાગ આ આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ પ્રતાપનગર ખાતે યોજવામાં આવ્યું હતુ.16 માર્ચના રોજ જે.જી.માહુરકાર વેસ્ટર્ન રેલવે મઝદુર સંઘના ભૂતપૂર્વ મહામંત્રી એવમ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની 89મી જન્મજયંતી હતી.આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દિવાન સ્પોર્ટસ ક્લબ અને ઈસ્લામ જીમ ખાના વચ્ચે રમાઈ હતી. વેસ્ટર્ન રેલવે મઝદુર સંધ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે સ્વ.શ્રીના સ્મરણાર્થ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાત તેમજ વેસ્ટર્ન રેલવેની મળી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. મહાનુભાવો રહ્યા હાજર વેસ્ટર્ન રેલવે મઝદુર સંધ આ ટુર્નામેન્ટ માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી કે કોઈ સ્પોન્સરની મદદ લેતું નથી. આ ટુર્નામેન્ટની ફાઈનલ દરમિયાન વિનર્સ અને રનર્સ ટ્રોફી ઉપરાંત બંન્ને ટીમોના બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ વિકેટ કિપર્સ અને બેસ્ટ ઓલરાઉન્ડરને પણ ઈનામ વિતરણ કરવામાં આવે છે.ટુર્નામેન્ટનો શુભારંભ જીતેન્દ્ર સિંહ ડિવિઝિનલ રેલવે મેનેજર વડોદરા, આરજી કાબર મહામંત્રી વડોદરા રેલવે મઝદુર સંઘ તેમજ શરીફ ખાન પઠાણ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં એસ.સી બૈરવા એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા, હર્ષ કુમાર રેલવે સ્પોર્ટસ ઓફિસર વડોદરા અને સિનીયર ડિવિઝનલ એન્જીનિયર તેમજ સિનીયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.  

Vadodra News : વડોદરા વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જે.જી માહુરકાર મેમોરીયલ નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
  • અલગ-અલગ મળીને કુલ 20 ટીમોએ આ મેચમાં ભાગ લીધો હતો
  • મેચના છેલ્લા દિવસે ટ્રોફી તેમજ ભેટ આપીને ખેલાડીઓને કરાયા પ્રોત્સાહિત

વડોદરામાં વેસ્ટર્ન રેલવે મઝાદૂર સંધ વડોદરા દ્વારા જે.જી માહુરકાર મેમોરીયલ ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલવે T20 નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાત તેમજ વેસ્ટર્ન રેલવેની મળી કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે.વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા દ્વારા T20 નોકઆઉટ મેચનું આયોજન 16 માર્ચથી લઈ 15 એપ્રિલ સુધી કરવામાં આવ્યું હતુ.

20 ટીમોએ લીધો ભાગ

આ આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ પ્રતાપનગર ખાતે યોજવામાં આવ્યું હતુ.16 માર્ચના રોજ જે.જી.માહુરકાર વેસ્ટર્ન રેલવે મઝદુર સંઘના ભૂતપૂર્વ મહામંત્રી એવમ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની 89મી જન્મજયંતી હતી.આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દિવાન સ્પોર્ટસ ક્લબ અને ઈસ્લામ જીમ ખાના વચ્ચે રમાઈ હતી. વેસ્ટર્ન રેલવે મઝદુર સંધ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે સ્વ.શ્રીના સ્મરણાર્થ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.આ ટુર્નામેન્ટમાં ગુજરાત તેમજ વેસ્ટર્ન રેલવેની મળી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો.


મહાનુભાવો રહ્યા હાજર

વેસ્ટર્ન રેલવે મઝદુર સંધ આ ટુર્નામેન્ટ માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી કે કોઈ સ્પોન્સરની મદદ લેતું નથી. આ ટુર્નામેન્ટની ફાઈનલ દરમિયાન વિનર્સ અને રનર્સ ટ્રોફી ઉપરાંત બંન્ને ટીમોના બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ વિકેટ કિપર્સ અને બેસ્ટ ઓલરાઉન્ડરને પણ ઈનામ વિતરણ કરવામાં આવે છે.ટુર્નામેન્ટનો શુભારંભ જીતેન્દ્ર સિંહ ડિવિઝિનલ રેલવે મેનેજર વડોદરા, આરજી કાબર મહામંત્રી વડોદરા રેલવે મઝદુર સંઘ તેમજ શરીફ ખાન પઠાણ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં એસ.સી બૈરવા એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા, હર્ષ કુમાર રેલવે સ્પોર્ટસ ઓફિસર વડોદરા અને સિનીયર ડિવિઝનલ એન્જીનિયર તેમજ સિનીયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.