જેતપુરના બોરડી સમઢિયાણા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને માર મારી ધમકી આપી

યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરતાતાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધાઈ ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા     જેતપુર તાલુકાના બોરડી સમઢીયાણા ગામે યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરીવારજનોએ યુવકના ઘરમાં ઘુસી તોડફેડ કરી તેના પરીવારજનોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.       તાલુકાના બોરડી સમઢીયાણા ગામે રહેતા કેવીન કિશોરભાઈ સખરેલીયા નામના યુવાને ગામમાં જ રહેતી નયના બુધાભાઇ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરવા બંને ગત 26 એપ્રિલે બંને ઘરેથી નાસી ગયાં હતા. આ બાબતનો ખાર રાખી શનિવારના યુવતીના ભાઈઓ ઉદય અને સતીષ બંને કેવીનના ઘરની વંડી ઠેકી ઘરમાં પ્રવેશતા કેવીનના પિતા કિશોરભાઈ અને માતા નયનાબેન બંને જ ઘરે હતાં તેઓને આવીને અમારી બેન ક્યાં છે તેમ કહી ઘરમા તોડફેડ કરવા લાગ્યાં. તેને રોકવાની કોશિષ કરતા વૃદ્ધ દંપતિને બંને ભાઈઓ ઢીકાપાટુનો માર મારતા બંને રાડારાડ કરવા લાગ્યા હતાં. જેથી બંને ભાઈઓ દરવાજો ખોલી ભગવા લાગેલ. દરવાજો ખુલતા હિતેશ રબારી, જીગ્નેશ રબારી અને જયલો ઉફ્ર્ે જયેશ રબારી ફ્ળીયામાં આવી તેઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો અને કાલ સુધીમાં અમારી બહેન પરત નહિ આવે તો તને જાનથી મારી નાંખશું તેવી જતાંજતાં ધમકી આપતાં ગયાં. બહાર નીકળતા રસ્તામાં કેવીનના મિત્ર વિવેક કાકડીયા મળી જતા તેને પણ કડું માથામાં મારતા માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. બાદમાં ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ત્યાં કિશોરભાઈએ પાંચેય શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેતપુરના બોરડી સમઢિયાણા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને માર મારી ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા
  • તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધાઈ
  • ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

    જેતપુર તાલુકાના બોરડી સમઢીયાણા ગામે યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરીવારજનોએ યુવકના ઘરમાં ઘુસી તોડફેડ કરી તેના પરીવારજનોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

      તાલુકાના બોરડી સમઢીયાણા ગામે રહેતા કેવીન કિશોરભાઈ સખરેલીયા નામના યુવાને ગામમાં જ રહેતી નયના બુધાભાઇ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરવા બંને ગત 26 એપ્રિલે બંને ઘરેથી નાસી ગયાં હતા. આ બાબતનો ખાર રાખી શનિવારના યુવતીના ભાઈઓ ઉદય અને સતીષ બંને કેવીનના ઘરની વંડી ઠેકી ઘરમાં પ્રવેશતા કેવીનના પિતા કિશોરભાઈ અને માતા નયનાબેન બંને જ ઘરે હતાં તેઓને આવીને અમારી બેન ક્યાં છે તેમ કહી ઘરમા તોડફેડ કરવા લાગ્યાં. તેને રોકવાની કોશિષ કરતા વૃદ્ધ દંપતિને બંને ભાઈઓ ઢીકાપાટુનો માર મારતા બંને રાડારાડ કરવા લાગ્યા હતાં. જેથી બંને ભાઈઓ દરવાજો ખોલી ભગવા લાગેલ. દરવાજો ખુલતા હિતેશ રબારી, જીગ્નેશ રબારી અને જયલો ઉફ્ર્ે જયેશ રબારી ફ્ળીયામાં આવી તેઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો અને કાલ સુધીમાં અમારી બહેન પરત નહિ આવે તો તને જાનથી મારી નાંખશું તેવી જતાંજતાં ધમકી આપતાં ગયાં. બહાર નીકળતા રસ્તામાં કેવીનના મિત્ર વિવેક કાકડીયા મળી જતા તેને પણ કડું માથામાં મારતા માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. બાદમાં ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ત્યાં કિશોરભાઈએ પાંચેય શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.