Anand:પેટલાદના આ ગામમાં કાચા રસ્તાને કારણે લોકોને હાલાકી,રજૂઆતો છતાં કોઈ કામગીરી નહીં

અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ વર્ષોથી પાકા રસ્તાની કોઈ સુવિધા નહીંઈમરજન્સી 108 વાન પણ ના આવી શકે એવો રસ્તો વિકાસની વાતો વચ્ચે આ વિસ્તારની સ્થિતિ જ કંઈક અલગ પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ વર્ષોથી આ લોકોને પાકા રસ્તાની સુવિધા મળી નથી. ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પાકા રસ્તા ના હોવાથી લોકોને ભારે હાલાકી ત્યારે પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોને અને શાળા એ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવતા થોડી ક્ષણો હોસ્પિટલમાં મોડા પડતા મોત નીપજ્યું હતું. ઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી. હાલ ગામેગામ પાકા રસ્તા થઈ ગયા છે, ત્યારે આ વિસ્તારના લોકો પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. સરકારના દાવા પોકળ! પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે હાલ લોકોને મુશ્કેલી પડી રહે છે. કાદવ કિચડ વાળા રસ્તાને કારણે લોકોને વાહનો લઈને આવવા જવામાં તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડે છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા 20થી 25 મિનિટ મોડું થતા યુવકનું મોત નીપજ્યું હતું, હાલ સરકાર દ્વારા વિકાસની વાતો થઈ રહી છે પણ અહીંયા સ્થિતિ કંઈક અલગ જ છે. દ્વારકાના પાનેલી ગામને જોડતો માર્ગ 10 વર્ષથી બિસ્માર હાલતમાં દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને છેલ્લા 10 વર્ષથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પાનેલી ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા દસ વર્ષથી બિસ્માર હાલતમાં હોય સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર રાવલ મુખ્ય માર્કથી પાનેલીના પાટિયાથી પાનેલી ગામ તરફ જતો માર્ગ હરીપર ગામને પણ જોડે છે, ત્યારે છેલ્લા દસ વર્ષથી આ માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાનેલી ગામના લોકોને બીમારી વખતે દર્દીને આ માર્ગેથી હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે, અહીંના માર્ગમાં ગણી ના શકો એટલા ખાડા છે, ઉપરાંત એક પણ ખાડો વાહન ચાલક તારવી ના શકે એટલા ખાડાઓ છે.

Anand:પેટલાદના આ ગામમાં કાચા રસ્તાને કારણે લોકોને હાલાકી,રજૂઆતો છતાં કોઈ કામગીરી નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ વર્ષોથી પાકા રસ્તાની કોઈ સુવિધા નહીં
  • ઈમરજન્સી 108 વાન પણ ના આવી શકે એવો રસ્તો
  • વિકાસની વાતો વચ્ચે આ વિસ્તારની સ્થિતિ જ કંઈક અલગ

પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ વર્ષોથી આ લોકોને પાકા રસ્તાની સુવિધા મળી નથી. ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.

પાકા રસ્તા ના હોવાથી લોકોને ભારે હાલાકી

ત્યારે પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોને અને શાળા એ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવતા થોડી ક્ષણો હોસ્પિટલમાં મોડા પડતા મોત નીપજ્યું હતું. ઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી. હાલ ગામેગામ પાકા રસ્તા થઈ ગયા છે, ત્યારે આ વિસ્તારના લોકો પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે.

સરકારના દાવા પોકળ!

પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે હાલ લોકોને મુશ્કેલી પડી રહે છે. કાદવ કિચડ વાળા રસ્તાને કારણે લોકોને વાહનો લઈને આવવા જવામાં તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડે છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા 20થી 25 મિનિટ મોડું થતા યુવકનું મોત નીપજ્યું હતું, હાલ સરકાર દ્વારા વિકાસની વાતો થઈ રહી છે પણ અહીંયા સ્થિતિ કંઈક અલગ જ છે.

દ્વારકાના પાનેલી ગામને જોડતો માર્ગ 10 વર્ષથી બિસ્માર હાલતમાં

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને છેલ્લા 10 વર્ષથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પાનેલી ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા દસ વર્ષથી બિસ્માર હાલતમાં હોય સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે.

કલ્યાણપુર રાવલ મુખ્ય માર્કથી પાનેલીના પાટિયાથી પાનેલી ગામ તરફ જતો માર્ગ હરીપર ગામને પણ જોડે છે, ત્યારે છેલ્લા દસ વર્ષથી આ માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાનેલી ગામના લોકોને બીમારી વખતે દર્દીને આ માર્ગેથી હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે, અહીંના માર્ગમાં ગણી ના શકો એટલા ખાડા છે, ઉપરાંત એક પણ ખાડો વાહન ચાલક તારવી ના શકે એટલા ખાડાઓ છે.