Ahmedabdના ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતા રોડ ઉપર મુકાયા વિવિધ સ્કલ્પચર્સ

અમદાવાદના રોડ-રસ્તાની કાયાપલટનું કામ પૂરજોશમાં ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતાં રોડનું ડેવલપમેન્ટ કામ પૂરઝડપે દર 200 મીટરના અંતરે હોર્ડિંગ મુકવામાં આવ્યા અમદાવાદની અલગ છાપ ઊભી થાય તેવું AMCનું આયોજન છે,અમદાવાદનો વીઆઈપી રોડ એટલે એરપોર્ટ રોડ અને આ રોડ પર વીઆઈપી મુવેમન્ટ રહેતી હોય છે,ત્યારે ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતા રોડ ઉપર મુકાયા છે વિવિધ સ્કલ્પચર્સ.દર 200 મીટરના અંતરે હોડિંગ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે,સાથે સાથે ભારે પવન હોય તો પણ હોર્ડિંગ ના કારણે કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે કોઈ કટ ન અપાયો સ્થાનિકોનું કહેવું છે કે રોડ તો સરસ બનાવ્યો પણ વળવા માટે કોઈ કટ આપવામાં આવી નથી,ડાબી કે જમણી બાજુ વળવુ હોય તો સર્કલ ક્રોસ કરીને જવુ પડે છે,સર્કલ ક્રોસ કરવા માટે લાંબો સમય લાગે છે,માટે તંત્ર જો કોઈ રસ્તાને લઈને કટ આપે તો વધુ લાભદાયી બની રહે. શહેરની વધી ખુબસુરતી અમદાવાદ શહેરની ખુબસુરતીમાં વધારો કરવા માટે શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર વિશેષ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. ક્યાંક હેરીટજ તો ક્યાંક શેરબજારનો આખલો, ક્યાંક પતંગને છુટ આપતા ટેણિયાના સ્કપલ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે અગાઉ AMCના ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં હાલ ચાર સ્થળોએ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. જે આગામી સમયમાં વધુ ચાર સ્થળો પર મુકવામાં આવશે. શહેરની સુંદરતા વધારવા અને શહેરની તાસીર દર્શાવતા સ્કલ્પચર મુકાયા છે. મોટા માથાવાળુ સ્કલ્પચર અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ખાતે જ્ઞાન કેન્દ્રનો સંદેશ આપતું સ્કલ્પચર રખાયું છે. સ્ક્લપ્ચર શિક્ષા અને જ્ઞાનની અલગ-અલગ ધારાઓને દર્શાવે છે. મોટા માથાવાળું સ્કલ્પચર એવું આર્ટવર્ક દર્શાવે છે. જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે. આટલા મોટા માથાવાળું સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલા સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે જેનું વજન સાત ટન અંદાજીત છે. આખલાનું સ્કલ્પચર અમદાવાદના પંચવટી ચાર રસ્તા પર આખલાનું સ્કલ્પચર મુકવામાં આવ્યું છે. જે શેરબજારની તેજીનું પ્રતિક છે જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે, સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આખલાનું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. જેનું વજન 3 ટન છે. આ સ્કલ્પચર એએમસીના સ્ક્રેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ છે.  

Ahmedabdના ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતા રોડ ઉપર મુકાયા વિવિધ સ્કલ્પચર્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના રોડ-રસ્તાની કાયાપલટનું કામ પૂરજોશમાં
  • ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતાં રોડનું ડેવલપમેન્ટ કામ પૂરઝડપે
  • દર 200 મીટરના અંતરે હોર્ડિંગ મુકવામાં આવ્યા

અમદાવાદની અલગ છાપ ઊભી થાય તેવું AMCનું આયોજન છે,અમદાવાદનો વીઆઈપી રોડ એટલે એરપોર્ટ રોડ અને આ રોડ પર વીઆઈપી મુવેમન્ટ રહેતી હોય છે,ત્યારે ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતા રોડ ઉપર મુકાયા છે વિવિધ સ્કલ્પચર્સ.દર 200 મીટરના અંતરે હોડિંગ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે,સાથે સાથે ભારે પવન હોય તો પણ હોર્ડિંગ ના કારણે કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે કોઈ કટ ન અપાયો

સ્થાનિકોનું કહેવું છે કે રોડ તો સરસ બનાવ્યો પણ વળવા માટે કોઈ કટ આપવામાં આવી નથી,ડાબી કે જમણી બાજુ વળવુ હોય તો સર્કલ ક્રોસ કરીને જવુ પડે છે,સર્કલ ક્રોસ કરવા માટે લાંબો સમય લાગે છે,માટે તંત્ર જો કોઈ રસ્તાને લઈને કટ આપે તો વધુ લાભદાયી બની રહે.

શહેરની વધી ખુબસુરતી

અમદાવાદ શહેરની ખુબસુરતીમાં વધારો કરવા માટે શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર વિશેષ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. ક્યાંક હેરીટજ તો ક્યાંક શેરબજારનો આખલો, ક્યાંક પતંગને છુટ આપતા ટેણિયાના સ્કપલ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે અગાઉ AMCના ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં હાલ ચાર સ્થળોએ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. જે આગામી સમયમાં વધુ ચાર સ્થળો પર મુકવામાં આવશે. શહેરની સુંદરતા વધારવા અને શહેરની તાસીર દર્શાવતા સ્કલ્પચર મુકાયા છે.


મોટા માથાવાળુ સ્કલ્પચર

અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ખાતે જ્ઞાન કેન્દ્રનો સંદેશ આપતું સ્કલ્પચર રખાયું છે. સ્ક્લપ્ચર શિક્ષા અને જ્ઞાનની અલગ-અલગ ધારાઓને દર્શાવે છે. મોટા માથાવાળું સ્કલ્પચર એવું આર્ટવર્ક દર્શાવે છે. જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે. આટલા મોટા માથાવાળું સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે. વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલા સૌથી મોટા માથાનું સ્ક્લપચર છે જેનું વજન સાત ટન અંદાજીત છે.


આખલાનું સ્કલ્પચર

અમદાવાદના પંચવટી ચાર રસ્તા પર આખલાનું સ્કલ્પચર મુકવામાં આવ્યું છે. જે શેરબજારની તેજીનું પ્રતિક છે જે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે, સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આખલાનું સ્કલ્પચર મુકવામાં આવેલ છે. જેનું વજન 3 ટન છે. આ સ્કલ્પચર એએમસીના સ્ક્રેપ મટીરીયલમાંથી બનાવવામાં આવેલ છે.