Vadodara News: બાળકોને ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાય તે માટે શિક્ષકોની અનોખી પહેલ

કેમ્પસમાં મતદાન કેન્દ્ર જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યુંસેટઅપ ઊભુ કરી બાળકોને પ્રેક્ટિકલી ચૂંટણીનું મહત્વ સમજાવાયું3 થી 13 વર્ષની વયના બાળકોએ વ્યવહારીક રીતે મતદાનની પ્રક્રિયા શીખીવડોદરામાં 7મી મેના રોજ મતદાન થવાનું હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં મતદાનનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે શાળા - કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને મતદાનની શક્તિ અને તેનું મહત્વ સમજવવા વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત ધ્યાના સંશોધના નગરી દ્વારા તાજેતરમાં બાળકોને મતદાનનું મહત્વ, તેની વ્યવહારિક પ્રક્રિયા અને તેને લગતી બાબતો પ્રેક્ટિકલી રીતે સમજાવવા વિશેષ સેશનનું આયોજન કરાયું હતું.કેમ્પસમાં મતદાન કેન્દ્ર જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું જેમાં ૩થી ૧૩ વર્ષના બાળકોને મતદાનની પ્રક્રિયા સમજવાઈ હતી. જે માટે કેમ્પસમાં મતદાન કેન્દ્ર જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં વોટિંગ સ્લીપ, ડમી ઈવીએમ મશીન સહિતના પાસાં વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જે વિશે શિક્ષક બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, "અહીંના બાળકોને પરંપરાગત ગુરુકુળ જેવાં કોન્સેપ્ટથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ત્યારે તેમને ચૂંટણી વિશે જ્ઞાન આપવા માટે અમે આ સેશન યોજ્યું હતું. અમારા બાળકો નિયમિતપણે કેમ્પસની સફાઈ કરે છે, ખેતી કરે છે. અમે આ પહેલને આસપાસના વિસ્તારોમાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે તેમને યોગ્ય મતદાન સાથે નિર્ણય લેવા કહ્યું અને તેથી બાળકોએ મતપેટી, વોટિંગ સ્લિપ, ડમી ઈવીએમ બનાવ્યા અને તેઓને આંગળીઓ પર શાહી લગાવવાની પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી. નગરી ફાઉન્ડેશન શાળા એક એકર જમીનમાં ફેલાયેલી છેઆ વિશેષ સત્રમાં મતદાન અને EVMની કામગીરીનો ઉદ્દેશ્ય તેઓને લોકશાહીમાં એક મતની શક્તિને સમજવવાનો છે, કારણ કે તેઓ ભારતનું ભવિષ્ય છે અને ભવિષ્યમાં મતદાન કરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, ધ્યાન સંશોધના નગરી ફાઉન્ડેશન શાળા એક એકર જમીનમાં ફેલાયેલી છે જે બાળકોને પ્રકૃતિને અનુકૂળ વાતાવરણ અને તેમના જ્ઞાનનો વ્યવહારિક રીતે અમલ કરીને બિનપરંપરાગત પદ્ધતિ દ્વારા શીખવાની તક આપે છે.

Vadodara News: બાળકોને ચૂંટણીમાં મતદાનનું મહત્વ સમજાય તે માટે શિક્ષકોની અનોખી પહેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેમ્પસમાં મતદાન કેન્દ્ર જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું
  • સેટઅપ ઊભુ કરી બાળકોને પ્રેક્ટિકલી ચૂંટણીનું મહત્વ સમજાવાયું
  • 3 થી 13 વર્ષની વયના બાળકોએ વ્યવહારીક રીતે મતદાનની પ્રક્રિયા શીખી
વડોદરામાં 7મી મેના રોજ મતદાન થવાનું હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં મતદાનનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે શાળા - કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને મતદાનની શક્તિ અને તેનું મહત્વ સમજવવા વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત ધ્યાના સંશોધના નગરી દ્વારા તાજેતરમાં બાળકોને મતદાનનું મહત્વ, તેની વ્યવહારિક પ્રક્રિયા અને તેને લગતી બાબતો પ્રેક્ટિકલી રીતે સમજાવવા વિશેષ સેશનનું આયોજન કરાયું હતું.


કેમ્પસમાં મતદાન કેન્દ્ર જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું
જેમાં ૩થી ૧૩ વર્ષના બાળકોને મતદાનની પ્રક્રિયા સમજવાઈ હતી. જે માટે કેમ્પસમાં મતદાન કેન્દ્ર જેવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં વોટિંગ સ્લીપ, ડમી ઈવીએમ મશીન સહિતના પાસાં વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જે વિશે શિક્ષક બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, "અહીંના બાળકોને પરંપરાગત ગુરુકુળ જેવાં કોન્સેપ્ટથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ત્યારે તેમને ચૂંટણી વિશે જ્ઞાન આપવા માટે અમે આ સેશન યોજ્યું હતું. અમારા બાળકો નિયમિતપણે કેમ્પસની સફાઈ કરે છે, ખેતી કરે છે. અમે આ પહેલને આસપાસના વિસ્તારોમાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે તેમને યોગ્ય મતદાન સાથે નિર્ણય લેવા કહ્યું અને તેથી બાળકોએ મતપેટી, વોટિંગ સ્લિપ, ડમી ઈવીએમ બનાવ્યા અને તેઓને આંગળીઓ પર શાહી લગાવવાની પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી.


નગરી ફાઉન્ડેશન શાળા એક એકર જમીનમાં ફેલાયેલી છે
આ વિશેષ સત્રમાં મતદાન અને EVMની કામગીરીનો ઉદ્દેશ્ય તેઓને લોકશાહીમાં એક મતની શક્તિને સમજવવાનો છે, કારણ કે તેઓ ભારતનું ભવિષ્ય છે અને ભવિષ્યમાં મતદાન કરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, ધ્યાન સંશોધના નગરી ફાઉન્ડેશન શાળા એક એકર જમીનમાં ફેલાયેલી છે જે બાળકોને પ્રકૃતિને અનુકૂળ વાતાવરણ અને તેમના જ્ઞાનનો વ્યવહારિક રીતે અમલ કરીને બિનપરંપરાગત પદ્ધતિ દ્વારા શીખવાની તક આપે છે.