Ahmedabad News : રાજીવ કેસમાં અન્ય એજન્સીને તપાસ સોંપવા પિડીતાની HCમાં અરજી

ગુજરાત હાઇકોર્ટે પિડીતાની અરજીનો કર્યો નિકાલ ટ્રાયલ કોર્ટમાં અરજી પેન્ડિગ હોવાથી હાઈકોર્ટમાં અરજી જરૂરી નહી : HC કેડીલાના MD રાજીવ મોદી સામે જાતીય શોષણની નોંધાઇ છે ફરિયાદ કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદમાં પોલીસે સી સમરી ભરી હોવાથી તપાસ સીબીઆઈને સોંપવા યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.અરજીમાં રજૂઆત કરી હતી કે, પોલીસ તપાસ પર તેમને કોઈ ભરોસો નથી. પોલીસ રાજીવ મોદીને બચાવવા ખોટી તપાસ કરી રહી છે. પોલીસ જાણી જોઇને રાજીવ મોદી સામેના પુરાવા એકત્ર કરતી નથી. ફરિયાદી મહિલા સામે પોલીસ આક્ષેપો કરતી હોવાની પણ રજૂઆત કરાઈ છે. બલ્ગેરિયન યુવતીએ કોર્ટને પુરાવા આપ્યા જાતીય સતામણી કેસમાં બલ્ગેરિયન યુવતીએ કોર્ટને એ પુરાવા આપ્યા છે, જેમાં સહ આરોપી જ્હોનસન મેથ્યુ કોઈ વ્યક્તિ સાથે રાજીવ મોદીએ તેના ડિજિટલ ડિવાઈસમાંથી ડેટા ડિલિટ કરાવ્યો છે તેને લઈને વાત કરી રહ્યો છે. તેનું કોલ રેકોર્ડિંગ આ પેન ડ્રાઈવમાં છે. પીડિતાના ભારત આવવાના વિઝાની પ્રોસેસ જ્હોનસન મેથ્યુ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીડિતાએ પોતાની સાથે ઘટેલી ઘટનાના ચેટ્સ પણ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યાં છે.મદાવાદમાં નોકરી માટે કેડિલાના મેનેજર જ્હોનસન મેથ્યુએ આ બલ્ગેરિયન યુવતીને કંપનીના કામ માટે નોકરીએ રાખી હતી. ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે નોકરીએ રાખ્યા પછી કોઇપણ કારણ વગર તેને બટલર પર્સનલ આસિસ્ટન્ટ બનાવવામાં આવી હતી. કેડીલા ફાર્મહાઉસમાં દુષ્કર્મ બલ્ગેરિયન યુવતી દ્વારા ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના CMD રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. 

Ahmedabad News : રાજીવ કેસમાં અન્ય એજન્સીને તપાસ સોંપવા પિડીતાની HCમાં અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત હાઇકોર્ટે પિડીતાની અરજીનો કર્યો નિકાલ
  • ટ્રાયલ કોર્ટમાં અરજી પેન્ડિગ હોવાથી હાઈકોર્ટમાં અરજી જરૂરી નહી : HC
  • કેડીલાના MD રાજીવ મોદી સામે જાતીય શોષણની નોંધાઇ છે ફરિયાદ

કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી દુષ્કર્મની ફરિયાદમાં પોલીસે સી સમરી ભરી હોવાથી તપાસ સીબીઆઈને સોંપવા યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.અરજીમાં રજૂઆત કરી હતી કે, પોલીસ તપાસ પર તેમને કોઈ ભરોસો નથી. પોલીસ રાજીવ મોદીને બચાવવા ખોટી તપાસ કરી રહી છે. પોલીસ જાણી જોઇને રાજીવ મોદી સામેના પુરાવા એકત્ર કરતી નથી. ફરિયાદી મહિલા સામે પોલીસ આક્ષેપો કરતી હોવાની પણ રજૂઆત કરાઈ છે.

બલ્ગેરિયન યુવતીએ કોર્ટને પુરાવા આપ્યા

જાતીય સતામણી કેસમાં બલ્ગેરિયન યુવતીએ કોર્ટને એ પુરાવા આપ્યા છે, જેમાં સહ આરોપી જ્હોનસન મેથ્યુ કોઈ વ્યક્તિ સાથે રાજીવ મોદીએ તેના ડિજિટલ ડિવાઈસમાંથી ડેટા ડિલિટ કરાવ્યો છે તેને લઈને વાત કરી રહ્યો છે. તેનું કોલ રેકોર્ડિંગ આ પેન ડ્રાઈવમાં છે. પીડિતાના ભારત આવવાના વિઝાની પ્રોસેસ જ્હોનસન મેથ્યુ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીડિતાએ પોતાની સાથે ઘટેલી ઘટનાના ચેટ્સ પણ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યાં છે.મદાવાદમાં નોકરી માટે કેડિલાના મેનેજર જ્હોનસન મેથ્યુએ આ બલ્ગેરિયન યુવતીને કંપનીના કામ માટે નોકરીએ રાખી હતી. ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે નોકરીએ રાખ્યા પછી કોઇપણ કારણ વગર તેને બટલર પર્સનલ આસિસ્ટન્ટ બનાવવામાં આવી હતી.

કેડીલા ફાર્મહાઉસમાં દુષ્કર્મ

બલ્ગેરિયન યુવતી દ્વારા ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના CMD રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી.