Surendrangar News : લીંબડીનો વિધાર્થી 99.99% સાથે રાજયમાં પ્રથમ નંબરે

સરસ્વતી વિદ્યાલયનો વિદ્યાર્થી ગુજરાતમાં અવ્વલ ધો.10માં મિત રાવલે 99.99% પ્રાપ્ત કર્યા ગણિત, વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા સુરેન્દ્રનગરના લીંબડીનો વિધાર્થી રાવલ મિત કે જેણે 99.99% સાથે રાજ્યમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયો છે,ધોરણ 10માં સમગ્ર ગુજરાત રાજ્યમાં 600 માંથી 589 માર્ક મેળવ્યા છે.સાથે સાથે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા છે.મિતે લીંબડી તાલુકાની સસ્વતી શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.અમદાવાદની રીયા પણ 93 ટકા સાથે A1 ગ્રેડ આજે ધોરણ 10નું ગુજરાત બોર્ડનુ પરિણામ આવ્યું છે,જેમાં ઘણા બાળકો અવ્વલ નંબરે પહોચ્યાં છે,જેમાંની એક છોકરી છે રીયા કે જેણે પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યુ છે,રીયાના માતા-પિતા એ મૂકબધીર છે,અને તેણે 93 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે.રીયાએ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે શાળાએ ભણવા કોઈ વાહન નહી પણ AMTS બસમાં જતી હતી. રાજકોટમાં કેદીઓએ પરીક્ષા પાસ કરી રાજકોટમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવતા 8 કેદીઓએ પણ પરીક્ષા આપી હતી.જે પૈકી 4 કેદીઓ ઉતીર્ણ થતાં જેલનું પરિણામ 50 ટકા આવ્યું છે પાસ થયેલા પાકા કામના ચુડાસમા નરેશ મનસુખભાઇ, વેસરા રવા હમીરભાઈ તેમજ કાચા કામના જુનેબ ઇકબાલ ચૌહાણ અને પાર્થ મહેશભાઇ જોગિયાણીને જેલ સહાયક ચંદ્રવાડિયા અને જેલ અધિક્ષક જાડેજાએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. 8 કેદીઓ પૈકી બે કાચા-બે પાકા સહિત ચાર કેદીઓ થયા છે ઉતીર્ણ. પાણીપુરીની લારી ચલાવતા પિતાની દીકરીએ ડંકો વગાડ્યો વડોદરામાં પાણીપૂરીની લારી ચલાવતા પિતાની દીકરીએ 99.72 પીઆર મેળવી આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું સેવ્યું છે. વડોદરામાં છેલ્લાં 25 વર્ષથી રહેતા અને પાણીપૂરીની લારી ચલાવતા પ્રકાશભાઈ કુશવાહાની દીકરી અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે અને ધોરણ 10માં 99.72 પીઆર મેળવી સ્કૂલમાં આગવું સ્થાન મેળવ્યું છે. પરિવારમાં 2 દીકરી અને 1 દીકરો છે, તે પણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. પિતા છેલ્લાં કેટલાંય વર્ષોથી પાણીપૂરીની લારી લઈને ફરતા હતા અને હાલમાં પાણીપૂરીની લારી ન્યાય મંદિર ખાતે ઊભી રાખી વેપાર કરે છે. તેઓ શહેરના ફતેપુરા કુંભરવાડામાં રહે છે અને બાળકોને ભણાવે છે.બોર્ડમાં પ્રવેશતાં જ પિતાનું હાર્ટ-એટેકથી મોત રાજકોટના ચંદ્રમોલી વડોદરિયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે ધોરણ 10માં 99.64 PR આવ્યા છે. મારા પિતાનું નામ દીપકભાઈ અને માતાનું નામ જયશ્રીબેન છે. મારે ગત વર્ષે બોર્ડની શરૂઆતના સમયમાં જ પિતાનું હાર્ટ-એટેકના કારણે અવસાન થયું હતું. તેઓ ખેતીકામ કરતા હતા. હું શરૂઆતથી જ ખૂબ મહેનત કરતો હતો અને રોજ સ્કૂલે જે અભ્યાસ કરાવે એનું ઘરે 5થી 6 કલાક વાંચન કરી રિવિઝન કરતો હતો. આજે ખૂબ સારું પરિણામ હાંસલ કર્યું છે. મારું સપનું છે આગળ વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું અને એ સપનુ હું સાકાર કરીને જ રહીશ.રત્નકલાકારના પુત્રએ મેળવ્યો A1 ગ્રેડ સુરતના પૂર્વ ચિરાગભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મારે A1 ગ્રેડ આવ્યો છે, સાથે 94.85 ટકા આવ્યા છે. પર્સન્ટાઈલ 99.25 છે. મારાં મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા હીરાનું કામ કરે છે. તૈયારીની વાત કરીએ તો સવારે વહેલા ઊઠીને અને સવારે ન જાગું તો મોડી રાત સુધી વાંચતો હતો. આગળ એન્જિનિયર બનવાની ઇચ્છા છે.

Surendrangar News : લીંબડીનો વિધાર્થી 99.99% સાથે રાજયમાં પ્રથમ નંબરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરસ્વતી વિદ્યાલયનો વિદ્યાર્થી ગુજરાતમાં અવ્વલ
  • ધો.10માં મિત રાવલે 99.99% પ્રાપ્ત કર્યા
  • ગણિત, વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા

સુરેન્દ્રનગરના લીંબડીનો વિધાર્થી રાવલ મિત કે જેણે 99.99% સાથે રાજ્યમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયો છે,ધોરણ 10માં સમગ્ર ગુજરાત રાજ્યમાં 600 માંથી 589 માર્ક મેળવ્યા છે.સાથે સાથે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા છે.મિતે લીંબડી તાલુકાની સસ્વતી શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

અમદાવાદની રીયા પણ 93 ટકા સાથે A1 ગ્રેડ

આજે ધોરણ 10નું ગુજરાત બોર્ડનુ પરિણામ આવ્યું છે,જેમાં ઘણા બાળકો અવ્વલ નંબરે પહોચ્યાં છે,જેમાંની એક છોકરી છે રીયા કે જેણે પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યુ છે,રીયાના માતા-પિતા એ મૂકબધીર છે,અને તેણે 93 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે.રીયાએ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે શાળાએ ભણવા કોઈ વાહન નહી પણ AMTS બસમાં જતી હતી.


રાજકોટમાં કેદીઓએ પરીક્ષા પાસ કરી

રાજકોટમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવતા 8 કેદીઓએ પણ પરીક્ષા આપી હતી.જે પૈકી 4 કેદીઓ ઉતીર્ણ થતાં જેલનું પરિણામ 50 ટકા આવ્યું છે પાસ થયેલા પાકા કામના ચુડાસમા નરેશ મનસુખભાઇ, વેસરા રવા હમીરભાઈ તેમજ કાચા કામના જુનેબ ઇકબાલ ચૌહાણ અને પાર્થ મહેશભાઇ જોગિયાણીને જેલ સહાયક ચંદ્રવાડિયા અને જેલ અધિક્ષક જાડેજાએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. 8 કેદીઓ પૈકી બે કાચા-બે પાકા સહિત ચાર કેદીઓ થયા છે ઉતીર્ણ.


પાણીપુરીની લારી ચલાવતા પિતાની દીકરીએ ડંકો વગાડ્યો

વડોદરામાં પાણીપૂરીની લારી ચલાવતા પિતાની દીકરીએ 99.72 પીઆર મેળવી આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું સેવ્યું છે. વડોદરામાં છેલ્લાં 25 વર્ષથી રહેતા અને પાણીપૂરીની લારી ચલાવતા પ્રકાશભાઈ કુશવાહાની દીકરી અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરે છે અને ધોરણ 10માં 99.72 પીઆર મેળવી સ્કૂલમાં આગવું સ્થાન મેળવ્યું છે. પરિવારમાં 2 દીકરી અને 1 દીકરો છે, તે પણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. પિતા છેલ્લાં કેટલાંય વર્ષોથી પાણીપૂરીની લારી લઈને ફરતા હતા અને હાલમાં પાણીપૂરીની લારી ન્યાય મંદિર ખાતે ઊભી રાખી વેપાર કરે છે. તેઓ શહેરના ફતેપુરા કુંભરવાડામાં રહે છે અને બાળકોને ભણાવે છે.


બોર્ડમાં પ્રવેશતાં જ પિતાનું હાર્ટ-એટેકથી મોત

રાજકોટના ચંદ્રમોલી વડોદરિયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે ધોરણ 10માં 99.64 PR આવ્યા છે. મારા પિતાનું નામ દીપકભાઈ અને માતાનું નામ જયશ્રીબેન છે. મારે ગત વર્ષે બોર્ડની શરૂઆતના સમયમાં જ પિતાનું હાર્ટ-એટેકના કારણે અવસાન થયું હતું. તેઓ ખેતીકામ કરતા હતા. હું શરૂઆતથી જ ખૂબ મહેનત કરતો હતો અને રોજ સ્કૂલે જે અભ્યાસ કરાવે એનું ઘરે 5થી 6 કલાક વાંચન કરી રિવિઝન કરતો હતો. આજે ખૂબ સારું પરિણામ હાંસલ કર્યું છે. મારું સપનું છે આગળ વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું અને એ સપનુ હું સાકાર કરીને જ રહીશ.


રત્નકલાકારના પુત્રએ મેળવ્યો A1 ગ્રેડ

સુરતના પૂર્વ ચિરાગભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મારે A1 ગ્રેડ આવ્યો છે, સાથે 94.85 ટકા આવ્યા છે. પર્સન્ટાઈલ 99.25 છે. મારાં મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા હીરાનું કામ કરે છે. તૈયારીની વાત કરીએ તો સવારે વહેલા ઊઠીને અને સવારે ન જાગું તો મોડી રાત સુધી વાંચતો હતો. આગળ એન્જિનિયર બનવાની ઇચ્છા છે.